તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Doctors Were Surprised By The Operation Of 5 year old Child, 3 foot long Snake like Lumps Came Out In Rajsthan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ વર્ષના બાળકે ચોંકાવ્યા:પેટમાંથી 3 ફૂટ લાંબી સાપ જેવી ગાંઠ નીકળી, છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવો થઈ રહ્યો હતો

કોટા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંચ વર્ષના બાળકના પેટમાંથી ત્રણ ફૂટ લાંબી ગાંઠ નીકળી.

રાજસ્થાનના કોટા જિલ્લામાં 5 વર્ષના બાળકના પેટમાં એક વર્ષથી પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે આ બાળકનું ઓપરેશન કર્યું તો ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા. તેના પેટમાં સાપની આકૃતિ જેવી ત્રણ ફૂટ લાંબી ગાંઠ નીકળી. આ બાળકને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવો અને ઓડકાર આવવાની તકલીફ થતી હતી.

આ બાળકને ઘણી વખત આવી તકલીફ થતી હતી, જેથી જ્યારે તેને ડોક્ટરને દેખાડી આવતાં તો તે સાજો થઈ જતો હતો, પણ આ વખતે તે એકદમ નબળો પડી ગયો હતો અને તેનું જમવાનું પણ ઘણું ઓછું થઈ ગયું હતું. ત્યારે બાળકના પિતાએ બુંદીમાં એક ડોક્ટર વીએન માહેશ્વરીને દેખાડ્યું. તપાસમાં સામે આવ્યું કે પેટમાં ગાંઠ જેવું લાગી રહ્યું છે. ત્યારે તેમણે બાળકને કોટાના વરિષ્ઠ ડોક્ટર સમીર મહેતા પાસે રિફર કર્યા. ડોક્ટર સમીરે જ્યારે બાળકનું ઓપરેશ કર્યું તો તે પણ ચોંકી ગયા. તેના પેટમાંથી સાપ જેવી આકૃતિ ધરાવતો દોરાથી બનેલો ત્રણ ફુટ લાંબો ગુચ્છો નીકળ્યો હતો.

બાળકને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવો થતો હતો.
બાળકને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવો થતો હતો.

ત્રણ-ચાર દિવસ પછી બાળક જમી શકશે
ડોક્ટર સમીરે જણાવ્યું હતું, આ ખરાબ બીમારી છે અને મેડિકલ ભાષામાં તેને રૈપએન્જેલ સિન્ડ્રોમ કહેવાય છે. મોટા ભાગના કેસમાં દર્દી પોતાના વાળ તોડીને ખાય છે, પણ આ બાળક કાપડના દોરા ટુકડા ખાતો હતો, જે એકદમ અસામાન્ય હતું. ડોક્ટરે કહ્યું હતું કે આવો કેસ વીસ વર્ષમાં પહેલી વખત જોયો છે. ઓપરેશન સફળ રીતે પાર પડી ગયું છે. હવે આ બાળક ત્રણ-ચાર દિવસ પછી જમી શકશે. આ બીમારીને ટ્રીકોબીજાર પણ કહેવાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો