• Gujarati News
  • National
  • Doctors In Hyderabad Removed 156 Kidney Stones Without Major Surgery, In Just 2 Years

ડોકટર્સની અસાધારણ સર્જરી:હૈદરાબાદના ડોકટર્સે મેજર સર્જરી કર્યા વિના 156 કિડની સ્ટોન કાઢ્યા, 2 વર્ષમાં જ આટલા સ્ટોન બન્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદના ડોકટર્સે એક દર્દીની કિડનીમાંથી 156થી વધુ સ્ટોન કાઢ્યા છે. આની ખાસ વાત એ રહી કે ડોકટર્સે કોઈપણ પ્રકારની મેજર સર્જરી કર્યા વિના દર્દીની કિડનીમાંથી 156 સ્ટોન કાઢ્યા છે. આના માટે તેમણે લેપ્રેસ્કોપી અને એન્ડોસ્કોપીની સહાય લીધી હતી. રીનલ કેર ફેસિલિટી યૂરોલોજી એન્ડ કિડની હોસ્પિટલે દાવો કર્યો છે કે દેશમાં પહેલીવાર મેજર સર્જરી વિના આટલા બધા કિડની સ્ટોન કાઢવામાં આવ્યા છે.

અચાનક દર્દી પીડાથી કણસતો જોવા મળ્યો
હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે આ મહિલા દર્દી હુબલીની રહેવાસી છે અને બસવરાજમાં સ્કૂલ ટીચર છે. તેમણે અચાનક પેટમાં દુખાવો ઉપડતા તે ડોકટર પાસે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા જાણ થઈ કે તેમની કિડનીમાં સ્ટોન છે અને લગભગ 2 વર્ષથી આ સતત વધતા રહે છે. ઉલ્લેખનીય છે કે આટલા બધા સ્ટોન જોઈને બે ઘડી તો ડોકટર્સ પણ વિચારતા થઈ ગયા હતા, પરંતુ ત્યારપછી તેમણે પોતાના અનુભવનો યોગ્ય ઉપયોગ કરી સર્જરી શરૂ કરી હતી.

એટલું જ નહીં સામાન્યરીતે જોવા જઈએ તો આવા સ્ટોન યૂરેનરી ટ્રેક્ટ પાસે હોય છે. પરંતુ આ કેસમાં તે એબ્ડોમિન પાસે હતા જેને રિમૂવ કરવું સરળ નથી. પરંતુ ડોકટર્સની ટીમે આને સફળતા પૂર્વક હટાવી દીધા હતા.

એન્ડોસ્કોપી અને લેપ્રોસ્કોપી એટલે શું?
એન્ડોસ્કોપીમાં એન્ડોસ્કોપ ડિવાઈસની સહાયથી શરીરની અંદર હલન-ચલનને સ્ક્રીન પર જોઈ શકાય છે. આમાં એક લાંબી, પાતળી અને ફ્લેક્સિબલ ટ્યુબને શરીરના ઓપન પાર્ટમાં અંદર ઈન્જેક્ટ કરવામાં આવે છે. આવી રીતે હોલ સર્જરી દરમિયાન શરીરમાં એક નાનો કાપો મારી ડોકટર ઓપરેશન કરતા હોય છે. આનાથી દર્દીને પીડા પણ ઓછી થાય છે અને રિકવરી પણ ઝડપથી આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...