મધ્યપ્રદેશના ઈન્દોરમાં 11માં ધોરણમાં ભણતી ડોકટરની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. વિદ્યાર્થિનીને કોચિંગના બે વિદ્યાર્થીએ સિગારેટ પીતી જોઈ લીધી હતી. તેમને છાત્રાનો ફોટો પાડી લીધો અને બાદમાં તેને બ્લેકમેઇલ કરવા લાગ્યા. છાત્રાએ એક દિવસ પહેલાં જ આખી વાત પોતાના પિતાને જણાવી હતી, પરંતુ તેને ફોટો વાઇરલ થશે તેવો ડર હતો. આ વાતને લઈને જ તે ડિપ્રેશનમાં હતી.
રાજેન્દ્ર નગર TI મનીષ ડાબરે જણાવ્યું હતું કે ડૉ. કેશવ લોનખેડેની પુત્રી હિરન્યા (18)એ રવિવારે મોડી સાંજે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તે માલવા કન્યા સ્કૂલમાં 11માં ધોરણમાં ભણતી હતી. ઘટના સમયે છાત્રાના પપ્પા અને મમ્મી ઘરથી બહાર ગયાં હતાં. 10 વર્ષની નાની બહેન અને 4 વર્ષનો ભાઈ બિલ્ડિંગની નીચે રમી રહ્યાં હતાં. આ દરમિયાન હિરન્યાએ આવું પગલું ભર્યું.
માતા-પિતા ઘરે આવ્યાં ને જોયું
સાંજે જ્યારે માતા-પિતા પાછા ફર્યા તો તેમને હીરન્યાને ફંદા પર લટકેલી હાલતમાં જોઈ. પિતા બાળકોના ડોકટર છે. માતા બડવાનીમાં સરકારી હોસ્પિટલમાં નર્સ છે. તેઓ દર શનિવારે ઈન્દોર આવતા હતા અને સોમવારે સવાર પરત ફરતા હતા. TIએ કહ્યું, પોલીસ તપાસ કરી રહી છે. પરિવારના નિવેદન પછી સંબંધિત સ્ટૂડન્ટ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
બ્લેકમેઇલિંગથી પરેશાન હતી હિરન્યા
શનિવારે હીરન્યાએ પોતાના પિતાને જણાવ્યું કે તે કોચિંગમાંથી નીકળ્યા બાદ પોતાના મિત્રોની સાથે સિગારેટ પીતી હતી. આ દરમિયાન કોચિંગમાં સાથે ભણતા એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ તેનો ફોટો ખેંચી લીધો. તેઓ આ ફોટોઝ લઈને તેને ડરાવવા લાગ્યા. તેઓ આ ફોટાને મમ્મી-પપ્પાને દેખાડવાની ધમકી આપી રહ્યાં હતા. તેમની વાત સાંભળીને પિતા થોડા ખિજાયા અને ભવિષ્યમાં આવું ન કરવા માટે સમજાવી. તેમને હીરન્યાને માફ કરી દીધી. પિતાએ જણાવ્યું કે, તેને ડર હતો કે મિત્રો તેમના તે ફોટાને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેશે. આ વાતને લઈને જ તે ઘણી ડિપ્રેશનમાં પણ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.