તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશના સતના જિલ્લાના ન્યાયાધીશના કોરોનાને કારણે થયેલા મૃત્યુએ જિલ્લા હોસ્પિટલને શંકાના ઘેરામાં લાવી દીધી છે. આરોગ્ય વિભાગે તેમના ઈલાજમાં હદ વગરની લાપરવાદી દાખવી હતી. એટલું જ નહીં, અવસાન બાદ ન્યાયાધીશના મૃતદેહના અંતિમસંસ્કાર અર્થે મ્યુનિસિપલ કોર્પોરેશને લાકડાં આપવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, બુધવારે બપોરે 3.45 વાગ્યે કોરોના સંક્રમિત ADJને ગંભીર હાલતમાં 108 મારફત ટ્રોમાં યુનિટમાં નિર્માણ કરાયેલા ઈન્ફક્સિયમ ડિઝીઝ કંટ્રોલ વોર્ડમાં લઈ જવાયા હતા. ત્યાં ન્યાયાધીશને લઈ જવા માટે વ્હીલચેર અથવા સ્ટ્રેચર પણ નહોતું મળતું. હોસ્પિટલમાં કાર્ય કરતા સ્ટાફે પણ તેમને યોગ્ય સહકાર આપ્યો નહોતો અને સ્ટ્રેચરને શોધવામાં મદદ નહોતી કરી.
એમ્બ્યુલન્સના સ્ટાફે 20 મિનિટની મહામહેનતે ક્યાંકથી વ્હીલચેર શોધી અને તેમને હોસ્પિટલમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યાં ન્યાયાધીશની ચકાસણી અર્થે કોઈ ડોકટર પણ હાજર નહોતો. સ્ટાફની નર્સે તેમને ઓપીડીમાં લઈ જઈ રસીદ ફડાવીને ડોકટરની લેખિત અનુમતિ લાવવા માટે કહ્યું હતું. હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે આ તમામ કાર્ય કર્યા પછી જ ક્યાં દાખલ કરવા એ નક્કી કરાશે. આટલા સમયમાં ન્યાયાધીશનાં પરિવારજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યાં અને વાતચીત કરીને તેમને દાખલ કરવાની પ્રોસેસ આગળ વધારી હતી, પરંતુ તેમને દાખલ કર્યા ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું અને ન્યાયાધીશ મૃત્યુ પામ્યા હતા.
અંતિમસંસ્કાર અર્થે લાકડાં આપવા માટે પણ મનાઈ
ન્યાયાધીશનાં પરિવારજનો ગુરુવારે સવારે 9 વાગે નારાયણ તળાવ પાસે આવેલા મુક્તિધામમાં પહોંચ્યા હતા, તો ત્યાં તેમને અંતિમસંસ્કાર માટે લાકડાં આપવાની મનાઈ ફરમાવી દીધી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને તોછડાઈપૂર્વક કહ્યું હતું કે અમારા પાસે લાકડાં નથી, તમે જાતે બંદાબસ્ત કરી લેજો. એવામાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા ફરજ બજાવી રહેલી કોલગાંવ પોલીસે ક્યાંકથી લાકડાંનો બંદોબસ્ત કર્યો હતો. આ તમામ પ્રકારની અડચણો પછી કોરોના સંક્રમિત જજનો અંતિમસંસ્કાર કરાયો હતો.
સારવારમાં લાપરવાહી પર આક્રોશ, CMHOને જવાબદાર ઠેરવ્યા
વકીલોએ આરોપ લગાવ્યા છે કે ADJના મૃત્યુ પાછળ કોરોના નહીં, પરંતુ તેની સારવાર માટે કાર્યરત ડોકટરો પણ એટલા જ જવાબદાર છે. ડોકટરોની લાપરવાહીની સાથે CMHO પણ આમાં આટલા જ દોષિત છે. જો એક જજની સારવારમાં આ પ્રમાણેની બેદરકારી દાખવવામાં આવી હોય, તો વિચારો સામાન્ય લોકોની સાથે કેવું વર્તન કરાઈ રહ્યું હશે! જ્યારે જજ હોમ-આઈસોલેટ હતા ત્યારે પ્રશાસનના ડોકટરો નિયમિતરૂપે તેમનો વીડિયો-કોન્ફરન્સ દ્વારા ચેક-અપ કેમ નહોતા કરતા? આટલી બધી લાપરવાહી કરાઈ અને છેવટે દુઃખદ મોતના સમાચાર આપવામાં આવ્યા હતા. આ પ્રમાણેની બેદરકારીમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પણ પોતાનો રંગ બતાવી દીધો હતો. તેમણે અંતિમસંસ્કાર માટે લાકડાં પણ નસીબ નહોતા થવા દીધા.
ન્યાયાધીશની સારવાર ભગવાન ભરોસે હતી
એવા આરોપ લગાવાઈ રહ્યા છે કે જજ જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે એકપણ ડોકટર ત્યાં હાજર નહોતો. એ જ સમયે અન્ય કર્મીઓએ પણ તેમની સારવાર કરવાના બદલે આવેદન આપો અને નોંધણી કરાવોનું રટણ કર્યું હતું. દાખલ થતાં પહેલાં જજે ખુદ CMHOને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી, તેમ છતાં આવી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હતો.
ન્યાયાધીશના મોત પછી હોસ્પિટલ લવાયા હતા
સતના જિલ્લાની હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. સુનીલ કારખુરે કહ્યું હતું કે જજ પહેલાં નોર્મલ હતા. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા હતા, પરંતુ અચાનક બપોર 3 વાગે તેમની તબિયત લથડી હતી. જજને લોહીની ઊલટીઓ થવા લાગી હતી. ત્યાર પછી જ્યારે ન્યાયાધીશને હોસ્પિટલ લવાયા હતા ત્યારે તેમનું પહેલેથી જ મૃત્યું થયું હતું. જજની સારવારમાં હોસ્પિટલ પ્રશાસને કોઈપણ પ્રકારનો વિલંબ કર્યો નથી.
નિગમના સંચાલક અને નિગમાયુક્તે ફોન પણ નહોતો ઉઠાવ્યો
ભાસ્કરના રિપોર્ટરે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંચાલક અને કલેક્ટર અજય કટેસરિયા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉઠાવ્યો નહોતો. નિગમાયુક્ત તનવી હુડ્ડાએ પણ ફોન ઉપાડ્યો નહોતો. અન્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે ભોપાલથી સીએમએ અગત્યની બેઠક આયોજી છે, જેથી બધા ત્યાં વ્યસ્ત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર માત્ર લાવારીશ મૃતદેહો માટે નિગમ લાકડાંની વ્યવસ્થા કરે છે, બાકી અન્ય લોકોએ જાતે લાકડાંની વ્યવસ્થા કરવાની હોય છે.
આ છે વીડિયો-કોલના પ્રશ્નો (ADJની સારવાર પણ આ તબક્કે કરવાની હતી, પરંતુ થઈ નહોતી )
(હોમ આઈસોલેટેડ વ્યક્તિ સાથે વીડિયો-કોલ પર ચર્ચા કરવાના કેટલાક પ્રાથમિક પ્રશ્નો)
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.