તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Doctor Shuts Off Oxygen, Patients Turn Blue, Video Of Death Mock Drill In Hospital Surfaced

આગરા:ડૉક્ટરે ઑક્સિજન બંધ કરી દીધો ને દર્દીઓ બ્લ્યૂ થવા લાગ્યા, હૉસ્પિટલમાં મોતની મોકડ્રીલનો વીડિયો સામે આવ્યો

7 દિવસ પહેલા

એપ્રિલ મહિનો. એ સમય એવો હતો જ્યારે ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીઓ ટપોટપ મરતાં હતાં. હૉસ્પિટલોમાં દર્દીઓ વધુ હતાં અને ઓક્સિજન ઓછો. આવી સ્થિતિમાં આગરાની હૉસ્પિટલમાં એક અખતરો કરવામાં આવ્યો. અખતરો એવો કે, 5 મિનિટ માટે ઓક્સિજન સપ્લાય જ બંધ કરી દીધી. 96 દર્દીઓના જીવ દાવ પર મૂકીને ડૉક્ટરે મોકડ્રિલ કરવાનો નિર્ણય કર્યો. ઓક્સિજન બંધ કરીને જોયું કે, કેટલા દર્દીઓ મરે છે અને કેટલા નથી મરતાં. આ વાત અમે નથી કહેતાં ખુદ હૉસ્પિટલના માલિક જ કહે છે.

વીડિયોમાં સંભળાતો આ અવાજ પારસ હૉસ્પિટલના માલિક ડૉ. અરિંજય સિંહનો છે. દર્દી વધું હોવાથી ડૉક્ટર સાહેબે આ રીતે ઓક્સિજન મેનેજમેન્ટ કર્યું હતું.

જો કે, વીડિયો સામે આવ્યા બાદ ડૉ. અરિંજયે કહ્યું કે, ઓક્સિજન સપ્લાય બંધ કરી ન હતી. ઓક્સિજનના યોગ્ય મેનેજમેન્ટ માટે માત્ર ફ્લો મીટરથી ચેક કરીને દર્દીઓની કેટેગરી બનાવી હતી. જો કે, આ વિવાદે રાજકીય તુલ પકડતાં યૂપી સરકારે તપાસના આદેશ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...