• Gujarati News
  • National
  • Dobhal Went On To Explain Maulana Saad On Shah's Call, Maulana Questioned Police Presence

મુશ્કેલીઓનું મરકજ:શાહના કહેવાથી ડોભાલ મૌલાના સાદને સમજાવવા મરકજ ગયા હતા, મૌલાનાએ પોલીસની ઉપસ્થિતિ અંગે પ્રશ્નાર્થ કર્યો હતો

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તબ્લિક  જમાતના વડા મૌલાના સાદનો એક વિડિયો વાયરલ થયો છે. જેમા તેણે સોશ્યલ ડિસ્ટન્સિંગ મુસ્લિમોને અલગ-થલગ કરવાની ચાલ ગણાવી હતી - Divya Bhaskar
તબ્લિક જમાતના વડા મૌલાના સાદનો એક વિડિયો વાયરલ થયો છે. જેમા તેણે સોશ્યલ ડિસ્ટન્સિંગ મુસ્લિમોને અલગ-થલગ કરવાની ચાલ ગણાવી હતી
  • 28 અને 29 માર્ચની અડધી રાત્રે અમિત શાહના નિર્દેશ પર એનએસએ ડોભાલ નિઝામુદ્દીન મરકજ ગયા હતા
  • ડોભાલે મરકજના વડા મૌલાના સાદ અને ત્યાં રહેલા તમામ લોકોનો ટેસ્ટ કરવા તથા ત્યાંથી બહાર કાઢવા વાત કરી હતી

નિઝામુદ્દીન મરકજમાંથી બહાર કાઢવામાં આવેલા જમાતી દેશમાં સંક્રમણનું મોટુ જોખમ બની ગયા છે. દેશના વિવિધ ભાગોમાં અહીંથી પરત ફરેલા 180 લોકોને કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. આ ઘટનાની અલગ-અલગ સ્તર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે 28 અને 29 માર્ચની મધ્યરાત્રે લગભગ 2 વાગે પ્રવાસ કર્યો હતો. એનએસએનએ મરકજના વડા મૌલાના સાદ અને અન્ય કેટલાક જવાબદાર વ્યક્તિઓને સ્થળ ખાલી કરવા કહ્યું હતું. ડોભાલે ત્યાં રહેલા લોકોને કોરોના ટેસ્ટ પણ કરાવવા કહ્યું હતું. પણ, તેમની અપીલને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી.

તેલંગાણાથી માહિતી મળી હતી
ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે કેટલાક દિવસ અગાઉ તેલંગાણાના કરીમનગરમાં 9 સંક્રમિત મળ્યા હતા. તે તમામ ઈન્ડોનેશિયાના નાગરિકો હતા અને 18 માર્ચના રોજ મરકજમાં સાામેલ થયા હતા. આ જાણકારી ગૃહ મંત્રાલય અને એનએસએને મળી હતી. પોલીસ વડાને સ્થળ ખાલી કરાવવા કહેવામાં આવ્યું હતું. પોલીસ અને સંચાલકોની મીટિંગનો એક વિડિયો પણ સામે આવ્યો છે.
ગૃહ પ્રધાન અમિત શાહેના આદેશ પર ડોભાલ 28 માર્ચની રાત્રે મરકજ પહોંચ્યા હતા. તેમની સાથે દિલ્હી પોલીસ અને પ્રશાસનના કેટલાક અધિકારીઓ પણ હતા. ડોભાલે મરકજના વડા મૌલાના સાદ અને આયોજન સાથે જોડાયેલી કેટલીક વ્યક્તિઓને આ જગ્યા ખાલી કરવા કહ્યું હતું. તેમણે અહીં રહેલા લોકોને ટેસ્ટ કરાવ્યા બાદ ક્વારેન્ટાઈન કરવા પણ કહ્યું હતું.

મૌલાનાનું કડક વલણ
ડોભાલે મૌલાનાને ટૂંકમાં કહ્યું હતું કે સ્થિતિ જોખમી છે. માટે મરકજ ખાલી કરવા સાથે અધિકારીઓના આદેશનું પાલન કરવા પણ કહ્યું હતું. સાદે તેમની વાતને ગંભીરતાથી લીધી ન હતી. ઉલ્ટા પોલીસની મરકજમાં ઉપસ્થિતિને લઈ પ્રશ્નો કર્યા હતા. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી. અહીંથી લોકોને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેટલાકને ક્વારેન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી તોફાનો તથા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવ્યા બાદ એનએસએ માર્ગો પર જોવા મળ્યા હતા.

શું મૌલાના ગુમ થઈ ગયો
દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો જે રાત્રે ડોભાલ જમાતની ઓફિસ પહોંચ્યા તેના થોડા સમય બાદ મૌલાના સાદ ગાયબ થઈ ગયો હતો. તેના વિશેની માહિતી મળી નથી. દરમિયાન મરકજના પ્રવક્તા મોહમ્મદ શોએબ અલીએ બુધવારે કહ્યું કે મૌલાના અત્યારે હેડક્વાર્ટરથી બહાર છે અને તે શાં માટે બહાર છે તે કહી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...