તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Do You Know What Kind Of Student PM Modi's Teacher Considers Him? Which Students Were Amit Shah And Adani? Read 10 Celebrity Teachers And School Related Cases

શિક્ષક દિવસ પર વિશેષ:શું તમે જાણો છો કે PM મોદીના શિક્ષક તેમને કેવા વિદ્યાર્થી માને છે? અમિત શાહ અને અદાણી કેવા વિદ્યાર્થી હતા? 10 સેલિબ્રિટીઝના શિક્ષકો અને શાળા સંબંધિત કિસ્સાઓ વાંચો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો પછી પણ દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના શિક્ષકોને ભૂલ્યા નથી
  • કોલેજના દિવસોમાં પણ શાહરૂખ શિક્ષકોનો પ્રિય વિદ્યાર્થી હતો

શું તમે જાણો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષક કોણ હતા? ગૃહમંત્રી અમિત શાહને કોણે અને શું ભણાવ્યું હશે? અબજોપતિ ગૌતમ અદાણીને કોણે ગણિત શીખવ્યું હશે? સુપરસ્ટાર અક્ષય કુમાર તેના શિક્ષકની નજરમાં કેવા છે? ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભાલાફેંક નીરજ ચોપરાને તેના શિક્ષક કેવી રીતે યાદ કરે છે? સુપરસ્ટાર શાહરૂખ ખાનને કિંગ બનાવવામાં તેમના શિક્ષકની શું ભૂમિકા છે?

જો તમે નથી જાણતા તો આજે શિક્ષક દિવસ પર અમે તમને દેશની 10 એવી જાણીતી દિગ્ગજ હસ્તીઓ વિશે તેમના શિક્ષકો અથવા સાથીઓની જુબાનીમાં રસપ્રદ કિસ્સા અને કહાનીઓ જણાવીએ છીએ. આ હસ્તીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મહેન્દ્ર સિંહ ધોની, અરવિંદ કેજરીવાલ, નીરજ ચોપરા, અક્ષય કુમાર, અઝીમ પ્રેમજી, સોનુ સૂદ અને શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે.

દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને આપણે શિક્ષક દિવસ તરીકે મનાવીએ છીએ. ભારતના મહાન શિક્ષણ શાસ્ત્રીઓમાંના એક રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 ના રોજ તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના ચિત્તૂર જિલ્લામાં હતો

1. નાટકમાં ભાગ લેવા મક્કમ હતા મોદી, તેમના મજબૂત અભિનયની બધાએ પ્રશંસા કરી હતી: પ્રહલાદ પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાળપણમાં પ્રાથમિક શિક્ષણની જ્ઞાન આપનાર શિક્ષિકા હીરાબેન મૂલચંદે વડનગરની શાળામાં તેમને ધોરણ એકથી ચાર સુધીનો અભ્યાસ કરાવ્યો હતો. તેઓ જણાવે છે કે 'વડનગરમાં મારું ઘર મોદીના ઘરની સામે જ હતું. આજે મોદી દેશના વડાપ્રધાન છે, પરંતુ તેમના પરિવાર સાથે હજુ પણ તેવા જ સંબંધ છે. હીરાબેન કહે છે કે મને એ વાતનો સૌથી વધુ ગર્વ છે કે મારા વર્ગમાં ભણતા નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન છે. હીરાબેન મોદીના બાળપણનો એક કિસ્સો જણાવે છે કે, મોદી દરરોજ સાંજે મહાદેવની આરતી કરીને પોતાના માતા-પિતાને નમન કરતાં હતા.

પ્રાથમિક શિક્ષણ બાદ નરેન્દ્ર મોદીએ ગામમાં જ બીએમ હાઈસ્કૂલમાં પ્રવેશ લીધો. વડનગરમાં રહેતા નિવૃત્ત શિક્ષક પ્રહલાદ ભાઈ પટેલ જણાવે છે કે તેમણે નરેન્દ્ર મોદીને બી.એન હાઈસ્કૂલમાં ધોરણ નવથી અગિયાર એટલે કે લગભગ ત્રણ વર્ષ સુધી ભણાવ્યું હતું. જ્યારે તે દિવસો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે કે 'મોદી હંમેશા સંસ્કૃત અને ગુજરાતીનો અભ્યાસ કરવા આતુર રહેતા હતા. બાકીના વિદ્યાર્થીઓની સરખામણીમાં તેઓ હંમેશા સંસ્કૃત અને ગુજરાતી ભાષાને લગતા પ્રશ્નો પૂછતા હતા.

પ્રહલાદ ભાઈ આગળ જણાવે છે કે નરેન્દ્ર મોદી વિશે એક ખાસ વાત એ હતી કે તેમણે દરેક સ્પર્ધામાં ભાગ લેવાનો પ્રયત્ન કરતાં હતા. હંમેશા ભાગ લેનાર બે વિદ્યાર્થીઓ હતા- એક નરેન્દ્ર મોદી અને બીજા રંજના પરીખ, જે હાલમાં બોમ્બે હાઈકોર્ટમાં જાણીતા વકીલ છે. શાળામાં આયોજીત એક નાટકને યાદ કરતા પ્રહલાદ ભાઈએ કહ્યું કે 'મને હજુ પણ યાદ છે કે એક નાટકમાં જોગીદાસ ખુમાણનું પાત્ર ભજવવા માટે નરેન્દ્ર ભાઈ મક્કમ થઈ ગયા હતા અને છેવટે તેમણે જોગીદાસ ખુમાણની ભૂમિકા ભજવી હતી. આ નાટકમાં મોદીએ હાથમાં તલવાર લઈને શાનદાર ભૂમિકા ભજવી હતી, તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.'

'જીવનચરિત્ર પ્રકાશિત થયું ત્યારે નરેન્દ્રભાઈએ મને એક પત્ર મોકલ્યો હતો'
વડનગરની શાળામાં વડાપ્રધાન મોદીને ભણાવનારા શિક્ષક સોમાભાઈ પટેલ હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા છે. સોમાભાઈ પટેલ યાદશક્તિ પર ભાર મૂકતા જણાવે છે કે 'જ્યારે પણ દેશભક્તિના ગીતો ગાવાની વાત હોય કે આઝાદીને લગતા પ્રસંગો બાબતની કોઈ વાત હોય. નરેન્દ્ર મોદી તેને ખૂબ જ ધ્યાનથી સાંભળતા અને આત્મસાત કરતા હતા. તે દરમિયાન, મેં વડનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવકની શાખાની શરૂઆત પણ કરી હતી. નરેન્દ્ર મોદી તરત જ તેમાં જોડાયા હતા. તે અહીં ઘણા કામોમાં મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા હતા.

સોમાભાઈ પટેલ કહે છે કે 'નરેન્દ્ર મોદી 2005માં ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયે તેમણે તે શિક્ષકોનું સન્માન કરવા માટે એક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતુ, જેમણે તેમના જીવનનું ઘડતર કર્યું હતું. કાર્યક્રમમાં તેમણે મારા સહિત તમામ શિક્ષકોનું સન્માન કર્યું અને આશીર્વાદ પણ લીધા હતા. એટલું જ નહીં, જ્યારે મારા જીવનચરિત્ર પર આધારિત એક પુસ્તક પ્રકાશિત થયું ત્યારે નરેન્દ્ર મોદીએ મને અભિનંદન આપતો એક પત્ર પણ મોકલ્યો હતો.' સોમાભાઈ જુસ્સાથી કહે છે કે મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે હું જે વિદ્યાર્થીને ભણાવી રહ્યો છું તે એક દિવસ દેશના વડાપ્રધાન બનશે. નિવૃત્તિ પછી સોમાભાઈ પટેલ સામાજિક જીવનમાં વ્યસ્ત રહે છે અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને શિક્ષણ આપે છે.

2. વિદ્યાર્થી રાજકારણમાં હોવા છતાં અમિત ભાઈએ શિક્ષકો સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો: અનિતા ધારેખાન

અનીતા ધારેખાન અમદાવાદની સીયુ શાહ સાયન્સ કોલેજમાં ગૃહ મંત્રી અમિત શાહ સાથે અભ્યાસ કરતાં હતા. બાદમાં તેઓ તે જ કોલેજમાં શિક્ષિકા પણ રહ્યા હતા. અનિતા અમિત શાહના કોલેજના દિવસો અને શિક્ષકો સાથેના તેના સંબંધને યાદ કરે છે

અનિતા કહે છે કે 'અમિત ભાઈ કોલેજમાં મારાથી એક વર્ષ જુનિયર હતા. સીયુ શાહ કોલેજમાં તેઓ બે વર્ષ રહ્યા હતા. પછી તે વધુ અભ્યાસ માટે ઝેવિયર્સ કોલેજમાં ચાલ્યા ગયા હતા. કોલેજમાં ચૂંટણી દરમિયાન અમે એકબીજાને ખૂબ સારી રીતે ઓળખ્યા હતા. અમિત ભાઈ તેમના વર્ગના પ્રતિનિધિ હતા અને હું LR હતી. તે સમયે વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં કોઈ રાજકારણ નહોતું થતું અને ચૂંટણી માત્ર કોલેજ સુધી જ મર્યાદિત રહેતી હતી.

ચૂંટણી દરમિયાન પણ અમે બધા મિત્રો ખૂબ મસ્તી કરતા હતા, પરંતુ અમિત ભાઈનો સ્વભાવ હંમેશા ધીરજવાન અને ગંભીર રહેતો હતો. તેમના મનમાં હંમેશા કંઇક ચાલ્યા જ કરતું હતું. તેમને આજે હું જોઉં તો, તે ખબર પડે છે કે તેમનામાં ચૂંટણીઓ વિશે એક અલગ જ પ્રકારનો જુસ્સો હતો, જેના કારણે તેઓ આજે આ મુકામે પહોંચ્યા છે. શિસ્તની વાત કરીએ તો અમિત ભાઈ ખૂબ સારા વિદ્યાર્થી હતા. વિદ્યાર્થી રાજકારણમાં હોવા છતાં, તેમણે ક્યારેય કોઈ શિક્ષક વિરુદ્ધ અવાજ કર્યો ન હતો અને હંમેશા તેમનો આદર કર્યો હતો.

અનિતા જણાવે છે કે 'કોલેજમાં અમિત ભાઈની ઓળખ વિદ્યાર્થી નેતા તરીકેની હતી, પરંતુ આ છબી હોવા છતાં તેમનું વર્તન સામાન્ય વિદ્યાર્થી જેવું હતું. કોલેજમાં તેમની સાથે મિત્રતા હતી તે આજે પણ કાયમ છે. હું 2008 માં તેમને ત્યારે મળી હતી, જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સીયુ શાહ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સભ્યો તરીકે પસંદ કરવામાં આવી રહ્યા હતા. પછી હું અમિત ભાઈ પાસેથી ફોર્મ લેવા ગઇ હતી. જ્યારે મેં તેમને આદરપૂર્વક સંબોધ્યા હતા ત્યારે તેમણે હસતાં-હસતાં કહ્યું- ફક્ત અમિત નામથી બોલાવો. આજે અમિત ભાઈ દેશના ગૃહ મંત્રી છે. છતાં પણ જૂના મિત્રો સાથે સંપર્કમાં રહે છે.

'અમિત ભાઈ હજારોની ભીડમાં પણ મિત્રોને ઓળખી લે છે'
અમિત શાહના બાળપણના મિત્ર સુધીર દરજી તેમના શાળાના દિવસો યાદ કરે છે, અને જણાવે છે કે 'અમિતભાઈ અને હું 1968 થી બાલ મંદિર શાળામાં ધોરણ 4 સુધી અને ત્યારબાદ ધો. 5 થી 9 સુધી RBLD મિડલ સ્કૂલમાં સાથે ભણ્યા હતા. આ પછી અમિત શાહ 1979 માં અમદાવાદની સંઘવી સ્કૂલમાં ભણવા ગયા હતા.

અમિતભાઈ બાળપણથી જ શાંત સ્વભાવના હતા. ન તો તેમને કોઈની સાથે વિવાદ થતો હતો અને ન તો તે ક્યારેય કોઈના વિવાદ વચ્ચે આવતા હતા. તેઓ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા. અભ્યાસમાં તેમની રુચિના કારણે હું પણ સારી રીતે અભ્યાસ કરી શકતો હતો. તેઓ તે સમયે મૈત્રીપૂર્ણ હતા અને આજે પણ છે. હજારો લોકોની ભીડમાં પણ તે મને સરળતાથી ઓળખી લે છે. આજે પણ મારા બાળપણના મિત્રની જેવા જ સંબંધ છે.

3. વર્ષો પછી પણ ગૌતમ પોતાના શિક્ષકોને ભૂલ્યા નથી, પુત્રના લગ્નમાં શાળાના તમામ શિક્ષકોને બોલાવ્યા હતા: જગદીશ પાઠક

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના શિક્ષક રહેલા જગદીશ પાઠકે દિવ્ય ભાસ્કર સાથે તેમના શાળાના દિવસો સાથે જોડાયેલી કેટલીક યાદો શેર કરી હતી. જગદીશ પાઠક કહે છે કે 'ગૌતમ પોતાના વિદ્યાર્થી જીવન દરમિયાન ખૂબ પ્રામાણિક હતા. જ્યારે પણ તે પોતાનું હોમવર્ક ન કરી શકતો ત્યારે તે વર્ગમાં ઉભો રહીને તેને જાતે જ સ્વીકાર કરતો હતો. તેનું ફ્રેન્ડ સર્કલ પણ સારું હતું. તે બધા પણ અદાણીની જેમ પૂરી મહેનત સાથે અભ્યાસ કરતા હતા. અદાણી અને તેના મિત્રોએ હંમેશા શાળાની પરંપરાનું પાલન કર્યું અને અન્ય વિદ્યાર્થીઓને પણ શિસ્ત રાખવાના પ્રયાસ કરતાં હતા.

અમને તેમની સફળતા પર ગર્વ છે
જગદીશ પાઠક કહે છે કે 'આજે જ્યારે પણ હું ગૌતમ અદાણીની સિદ્ધિઓ અને સફળતાઓ વિશે સાંભળું છું ત્યારે મને ખૂબ ગર્વની લાગણી થાય છે. ગૌતમભાઈ સીએન હાઈસ્કૂલના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંના એક છે. સીએન સ્કૂલમાં 1972 થી 2004 સુધી અભ્યાસ કરનારા ઘણા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વની ખૂબ ચર્ચા થાય છે. સાથે જ ગૌતમ અદાણી માત્ર એક નામ નથી, પરંતુ તેની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છે.' આજે પહેલી વાર કોઈએ મને તેમના શાળાના દિવસો વિશે પૂછ્યું, તો ઘણી યાદો ફરી તાજી થઈ ગઈ.

જગદીશ પાઠક કહે છે કે 'ટેકનિકલ વિષયોના વિદ્યાર્થીઓને ભાષા શીખવવી એ શિક્ષકની પરીક્ષા હોય છે. જો કે, જ્યારે ગૌતમભાઈ અને તેમના મિત્રોને ભણાવવાનો સમય આવ્યો ત્યારે મારા માટે તે ખૂબ મુશ્કેલ રહ્યું ન હતું, કારણ કે તેઓ ગંભીરતાથી અભ્યાસ કરતાં હતા અને તેના કારણે તે ગુજરાતી ભાષામાં પણ ખૂબ સારા હતા. જ્યારે તેમના પુત્રના લગ્ન થયા ત્યારે તેમણે સીએન સ્કૂલના તમામ શિક્ષકોને આમંત્રણ આપ્યું હતું. તે અમારા માટે સન્માનની વાત હતી. વર્ષો પછી પણ તેઓ તેમના કોઈ શિક્ષકને ભૂલ્યા નથી.'

તમામ સોંપેલ કાર્યો સમયસર પૂર્ણ કરતા હતા
સીએન સ્કૂલમાં ગૌતમ અદાણીને ટેકનિકલ વિષયો ભણાવતા દિલીપસિંહ ઝાલા કહે છે કે 'ગૌતમ અદાણી 8, 9 અને 10 માં ટેકનિકલ વિષયો ભણાવતા હતા. તે વિશિષ્ટતા ધરાવતો વિદ્યાર્થી હતો. તેને જે પણ કામ કહેવામા આવતું હતું તે સમયસર નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરતાં હતા. તે સમયે તે વાતનો અંદાજો પણ ન હતો કે એક દિવસ તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનશે, પરંતુ તેની મહેનત અને સમર્પણ જોઈને એવું લાગતું હતું કે તે પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરશે. તે સ્વભાવે એક સરળ અને લો પ્રોફાઈલ વિદ્યાર્થી હતા. '

પ્રથમ લોકસભા સ્પીકરે પણ સીએન સ્કૂલમાં જ અભ્યાસ કર્યો હતો
અમદાવાદની સીએન સ્કૂલ એ જ છે, જ્યાં માત્ર ગૌતમ અદાણી જ નહીં, પણ ભારતની વિશ્વ વિખ્યાત ફાર્મા કંપની ઝાયડસ કેડિલાના માલિક પંકજ પટેલે પણ અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત વાઘ-બકરી ગ્રુપના પીયૂષ દેસાઈ અને ટોરેન્ટ પાવરના સુધીર મહેતા પણ આ જ શાળાના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે. આનાથી આગળ વધીને ગુજરાતી સાહિત્યકાર જીણાભાઈ દેસાઈ અને લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ માવલંકર જેવી મહાન હસ્તી પણ આ શાળાનો એક ભાગ રહ્યા છે.

4. ધોનીના શોટથી બારીઓ તૂટતી હતી ત્યારે પગારમાંથી દંડ ભરવાની સ્થિતિ આવી પડતી હતી: કેશવ બેનર્જી

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રાંચીની શ્યામલી કોલોની સ્થિત જવાહર વિદ્યા મંદિર (તે સમયે DAV)માંથી શાળાનું શિક્ષણ પૂરું કર્યું હતું. તેમના ક્રિકેટની સફર પણ આ શાળાના મેદાનથી શરૂ થઈ હતી.

આઠ વર્ષના ધોનીની ગોલકીપિંગના ચાહક હતા બેનર્જી સાહેબ
JVM શ્યામલીના સ્પોર્ટ્સ ટીચર કેશવ રંજન બેનર્જી (બેનર્જી સર) એ જણાવ્યું હતું કે 1991 માં જ્યારે તેણે ધોનીને પ્રથમ વખત ફૂટબોલ મેચ રમતા જોયો હતો. ત્યારે 8 વર્ષનો ધોની તે ફૂટબોલમાં ગોલકીપર હતો. ડાઇવ મારીને બોલને પકડવાના ધોનીના અંદાજથી બેનર્જી સર ચાકહ થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે નક્કી કર્યું હતું કે તે તેને સ્કૂલ ક્રિકેટ ટીમના વિકેટકીપર તરીકે તૈયાર કરશે. બે વર્ષ પછી, તેને શાળા ક્રિકેટ ટીમમાં પણ પ્રવેશ મળ્યો હતો. તેણે કહ્યું કે શરૂઆતમાં તે ફૂટબોલની જેમ ક્રિકેટ બોલને પકડતો હતો.

બેનર્જીએ આચાર્યને કહ્યું, હું દંડ આપીશ, શોટ રોકી નહીં શકું
બેનર્જી સર કહે છે કે ધોની શરૂઆતથી જ શક્તિશાળી રહ્યો છે. તે બાળપણથી જ મજબૂત શોટ મારતો હતો. સાંજે પ્રેક્ટિસ દરમિયાન, જ્યારે તેને શાળાના મેદાનમાં બેટિંગ કરવાની તક મળતી હતી ત્યારે તે તેના શોટ સાથે, તે શાળાના ત્રીજા માળેની બારીઓ તોડી નાખતો હતો. જ્યારે ઘણી વખત આવું બન્યું ત્યારે શાળાના આચાર્યએ એક વખત બેનર્જી સરને બોલાવ્યા હતા અને કહ્યું કે જો બાળકો આ પ્રકારે કરતા રહેશે તો તેઓ શાળામાં ક્રિકેટ બંધ કરી દેશે. ત્યારે બેનર્જી સરએ કહ્યું હતું કે સર તેઓ બાળકોને શોટ મારતા રોકી શકતા નથી. પછી તેમની પાસેથી તૂટેલી બારીઓનો દંડ માંગવામાં આવ્યો હતો. તેઓ આ દંડ તેમના પગારમાંથી કાપી લેવા માટે પણ જણાવી દીધું હતું.

ધોનીના કોલ પર બેનર્જીની પત્નીની સારવાર તરત જ શરૂ થઈ ગઈ હતી
સફળતાની ઉંચાઈઓને સ્પર્શ્યા બાદ પણ ધોની બેનર્જી સરનો એટલો જ આદર કરે છે જેટલો તેઓ બાળપણમાં કરતા હતા. બેનર્જી સાહેબે કહ્યું કે તે 2008ની વાત છે. ત્યારે ધોની ભારતીય ક્રિકેટ ટીમનો મોટો સ્ટાર બની ગયો હતો. ઈમરજન્સીમાં તેમની પત્નીને સંધિવાની સારવાર કરાવવાની હતી.. તમામ ઓળખ કામે લગાડી હોવા છતાં, સીએમસી વેલ્લોરમાં તેમની પત્નીની સારવાર શરૂ કરવામાં આવી રહી ન હતી. તેમને 4 મહિના પછી બોલાવવામાં આવી રરહ્યા હતા. પછી છેવટે તેણે ધોનીને ફોન કરીને પોતાની સમસ્યા જણાવી. ધોનીએ તેને ફક્ત કહ્યું કે સર, હું કંઈક કરીને જોવ છું. તેનો ફોન મૂક્યાના 10 મિનિટ પછી તેમને CMC વેલ્લોરથી ફોન આવ્યો અને તેમની પત્નીની સારવાર શરૂ થઈ ગઈ હતી. તે કહે છે કે આજે પણ તે ધોનીના ફાર્મ હાઉસની અંદર કોઈ પણ પ્રતિબંધ વગર જાય છે.

એલેક્સાના મુખ્ય વૈજ્ઞાનિક રોહિત પ્રસાદે પણ જવાહર વિદ્યા મંદિર શાળામાંથી અભ્યાસ કર્યો છે
મેકોન મેનેજમેન્ટ દ્વારા સંચાલિત આ શાળાના ઘણા વિદ્યાર્થીઓ આજે તેમના ક્ષેત્રના શિખર પર છે. એલેક્સાના હેડ સાયન્ટિસ્ટ રોહિત પ્રસાદે, જેમણે મશીન સાથે વાત કરવાનું સપનું પૂરું કર્યું, તેમણે પણ અહીંથી પોતાનો શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

5. અરવિંદ કેજરીવાલ હંમેશા શિક્ષકોના પ્રિય હતા, બહુ ઓછા બોલતા હતા: ડો. ગગન મલ્હોત્રા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વર્ષ 1982માં HAU હિસાર સ્થિત કેમ્પસ સ્કૂલમાંથી 9માં ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. 10 પાસ કર્યા બાદ તેઓ હિસારની ડીએન કોલેજમાં એડમિશન લીધા પછી, તેણે બે વર્ષ સુધી અભ્યાસ કર્યો. કેજરીવાલને ભણાવનારા શિક્ષકોમાંથી કોઈ પણ આ સમયે હિસારમાં રહેતું નથી, પરંતુ તેના શાળાના દિવસોના મિત્ર ગગન, તેમના શિક્ષકો સાથેના સંબંધો યાદ કરે છે.

ડો. ગગન કહે છે કે 'કેજરીવાલ ઓછું બોલતા, પણ તેજસ્વી વિદ્યાર્થી હતા. તે શાળામાં બે નંબરના વિદ્યાર્થી હતા. IAS સુધીર રાજપાલ તે સમયે પ્રથમ હતા. બંને શિક્ષકોના જાણીતા હતા. કેજરીવાલની ખાસિયત એ હતી કે તેઓ ક્યારેય ઢીલી વાત કરતા ન હતા અને તેઓ તે બાબતની તળેટી સુધી જતા હતા. જેથી શાળાના શિક્ષકોના વિશ્વાસપાત્ર હતા.

ડો. ગગન પણ તેમના શાળાના દિવસોમાંથી એક ઘટના શેર કરે છે. શાળાની ફૂટબોલ ટીમની મેચ હતી. અરવિંદ કેજરીવાલ પણ ટીમમાં હતા. જે દિવસે મેચ યોજાઈ તે દિવસે કેજરીવાલને તાવ આવ્યો હતો. તે છતાં તેઓ મેચ રમવા માટે શાળાએ પહોંચ્યા હતા. થોડો સમય રમ્યા બાદ અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ ગઈ અને તેમને આરામ આપવામાં આવ્યો. અમારી ટીમ મેચ જીતી શકી ન હતી, પરંતુ કેજરીવાલે તેમના પ્રયાસોમાં કોઈ કસર છોડી ન હતી.

6. નીરજ સોશિયલ મીડિયા અને મોબાઈલથી દૂર રહેતો હતો, બ્લુપ્રિન્ટ તૈયાર કરીને કામ કરે છે: રવિન્દર ચૌધરી

ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા આ દિવસોમાં ચર્ચામાં છે. તેઓ દેશ-વિદેશમાં સેલિબ્રિટી તરીકે ઉભરી આવ્યા છે. નીરજ હરિયાણાનો છે, પરંતુ તેમણે ચંદીગઢમાં ઘણો સમય પસાર કર્યો છે. વર્ષ 2015-16માં નીરજ ચોપરાએ DAV કોલેજ સેક્ટર-10 માં BA પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો હતો. તેણે અહીં એક વર્ષ અભ્યાસ કર્યો. તે પછી તે સેનામાં જોડાયો હતો. હાલમાં તે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ મોડમાં અભ્યાસ કરે છે.

કોલેજના ડિરેક્ટર રવીન્દર ચૌધરી, જે ડીએવી કોલેજમાં નીરજના શિક્ષક હતા, તેઓ કહે છે કે કોલેજના દિવસોમાં નીરજ હંમેશા ડાઉન ટુ અર્થ રહેતો હતો. તે પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન રાખતો હતો. તેમનું વર્તન પણ અન્ય બાળકોથી અલગ હતું. તે સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રહેતો હતો, મોબાઇલનો પણ ઉપયોગ કરતો ન હતો.

તેઓ કહે છે કે નીરજે જે પણ કરવાનું હોય તે પોતાના મનમાં બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લેતો હતો. તે તેના આયોજન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરતો હતો. તેથી જ ઓલિમ્પિકમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું.

આયુષ્માન ખુરાના સહિત ઘણી હસ્તીઓએ આ શાળામાંથી અભ્યાસ કર્યો છે
રવિન્દર ચૌધરી કહે છે કે ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરા સિવાય પણ આવા ઘણા ખેલાડીઓ હતા જેમણે આ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. ભારતીય હોકી સ્ટાર ગુરજંત સિંહ પણ એક વર્ષ સુધી તેમના વિદ્યાર્થી રહ્યા છે. આ સિવાય હાલમાં પેરા ઓલિમ્પિકમાં હાઈ જમ્પમાં સિલ્વર મેડલ મેળવનાર નિષાદ પણ તેનો વિદ્યાર્થી રહ્યો છે. ફિલ્મ સ્ટાર આયુષ્માન ખુરાના અને ભારતીય ફિલ્મ સંગીતકાર રોચક કોહલી પણ તેમના વિદ્યાર્થીઓ છે.

7. શાળામાં પણ પોતાના મિત્રોને કસરત કરાવતો હતો, હેતુ વિશે સ્પષ્ટ હતો: અક્ષય

સુપર સ્ટાર અભિનેતા અક્ષય કુમારે શાળાનો અભ્યાસ મુંબઈમાં માટુંગામાં ડોન બોસ્કો સ્કૂલમાં કર્યો હતો અને માટુંગાની ખાલસા કોલેજમાંથી 11 અને 12 ધોરણ પૂર્ણ કર્યું. 5 સપ્ટેમ્બર એટલે કે, શિક્ષક દિવસ પર દિવ્ય ભાસ્કરે અક્ષયના શિક્ષક સુધાકર તેલી પાસેથી જાણ્યું કે, તેઓ તેમના જાણીતા વિદ્યાર્થીને કેવી રીતે યાદ કરે છે.

અક્ષયને ધોરણ 12માં હિન્દી ભણાવતા પ્રોફેસર સુધાકર તેલી કહે છે કે 'અક્ષય શાળામાં ખૂબ જ નમ્ર, મૈત્રીપૂર્ણ અને ખુશમિજાજી હતો. તેમનું સાચું નામ રાજીવ ભાટિયા છે, તેથી હું તેને રાજીવ કહીને જ બોલાવતો હતો. રાજીવનો અર્થ 'કમળ' થાય છે, બાદમાં તે એવી રીતે ખીલ્યો કે તે અક્ષય બની ગયો. તે તેના મિત્રોમાં પણ ખૂબ જ લોકપ્રિય હતો. હું ઘણીવાર તેને પોતાના મિત્રોને કસરત શીખવતા જોતો હતો.

સુધાકર સાહેબને યાદ છે કે અક્ષય અને તેનો પરિવાર માતાના ભક્ત હતા અને તેમનું ઘરે માતાનું જાગરણ થતું હતું, જેમાં તેમની શાળાના ઘણા મિત્રોએ હાજરી આપતા હતા.

પ્રોફેસર સુધાકર કહે છે કે 'અક્ષય બાળપણથી જ તેના હેતુ વિશે સ્પષ્ટ હતો. તે ખાવાનો પણ ખૂબ શોખીન હતો. આજે પણ અક્ષયે તેની શાળા સાથેનો સંબંધ તોડ્યો નથી. જ્યારે પણ તેની કોઈ ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે તેઓ કોલેજના આચાર્યને બાળકો માટે પાસ મોકલે છે.

એક શિક્ષક તરીકે, તેના વિદ્યાર્થીની કઈ ફિલ્મો તેને ગમે છે? આ સવાલ પર સુધાકર કહે છે કે તેમને અક્ષયની કોમેડી ફિલ્મો જોવી ગમે છે. તેઓ તેને હાસ્ય કલાકાર તરીકે વધુ સફળ માને છે.

8. સાદગી અંગે આચાર્ય ખુબ જ કડક હતા, આજે પણ અઝીમ ફાઇવ સ્ટાર હોટલોમાં જતા નથી: આદિલ ઈરાની

આદિલ ઈરાની મુંબઈમાં રોકાણકાર છે. તેમણે પ્રારંભિક શિક્ષણ માજાગાંવની સેન્ટ મેરી સ્કૂલમાંથી મેળવ્યું હતું. તેઓ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. એ જ શાળામાંથી વિપ્રોના પૂર્વ ચેરમેન અઝીમ પ્રેમજીએ પણ અભ્યાસ કર્યો છે. પોતાના બાળપણના દિવસોને યાદ કરતા આદિલ કહે છે કે અઝીમ પ્રેમજી આજે જે પણ છે તે શાળાના અભ્યાસને કારણે છે. તેમની સાદગી, મહેનત, શિસ્ત અને ફિટનેશ પાછળ સેન્ટ મેરી સ્કૂલનું મોટું યોગદાન છે. અમે બંને એક જ શાળામાં ભણ્યા, પ્રેમજી અમારા સિનિયર રહ્યા હતા. તેઓ 1961 માં આ શાળામાંથી પાસ થયા હતા. જ્યારે મેં 1969 માં અહીંથી મારો અભ્યાસ પૂર્ણ કર્યો.

આદિલ જણાવે છે કે શાળામાં ભણતી વખતે અમે એકબીજાને મળ્યા નહોતા. લાંબા સમય સુધી, મને ખબર પણ ન હતી કે પ્રેમજીનું શિક્ષણ આ શાળામાંથી થયું છે, પરંતુ જ્યારે દેશ અને વિશ્વમાં વિપ્રોનું નામ મળ્યું, ત્યારે મને ખબર પડી કે અમે બંનેએ અમારી સ્કૂલનું શિક્ષણ એક જ સ્કૂલમાંથી કર્યું છે. એટલે કે, અમને બંનેને ભણાવતા મોટાભાગના શિક્ષકો સામાન્ય હતા. મેં અઝીમ જી વિશે સાંભળ્યું છે કે તે હંમેશા વર્ગમાં શ્રેષ્ઠ પરફોર્મર રહ્યા. દરેક વખતે ઇનામ તેના નામે જ રહેતું હતું.

શાળાના દિવસોને યાદ કરતા આદિલ કહે છે કે ત્યારે અમને શાળામાં સાદગી વિશે શીખવવામાં આવ્યું હતું. અમારા આચાર્ય આ બાબતે કડક રહેતા હતા. આ જ કારણ છે કે પ્રેમજી હજુ પણ સાદગી સાથે જીવન જીવે છે. તેણે પોતાના બાળકોના લગ્ન પણ સાદગી સાથે જ કર્યા હતા. તેઓ ક્યારેય ફાઇવ સ્ટાર હોટલમાં રોકાતા નથી. હંમેશા ભારતીય કારનો જ ઉપયોગ કરે છે.

40 મિનિટની કસરતને કારણે અઝીમ એકદમ ફિટ છે
અઝીમ પ્રેમજીની શાળામાં શારીરિક શિક્ષણ પર પણ ઘણો ભાર આપવામાં આવ્યો હતો. પછી પૂર્વ ઓલિમ્પિયન જલપાડીવાલા શારીરિક શિક્ષણના શિક્ષક હતા. તેઓ એટલા કડક હતા કે દરરોજ મેદાનમાં 40 મિનિટ કસરત કરવતા હતા. આ માટે કોઈ બહાનું પણ ચાલતું નહોતું. આ જ કારણ છે કે 76 વર્ષની ઉંમરે પણ અઝીમ પ્રેમજી સંપૂર્ણપણે ફિટ છે.

એ જ રીતે, ગણિતના શિક્ષક એચ મિરાન્ડા અને જેમ્સ ફર્ન, ભૌતિકશાસ્ત્રના શિક્ષક કેકુ ઈરાની ખૂબ જ સરળ રીતે ભણાવતા હતા. પછી એબિથ રબેલો અંગ્રેજીના શિક્ષક હતા કે અમારી કોપીમાં જો તેમને કોઈ ભૂલ મળી, તો તેઓ તેને યાદ રાખતા હતા. જ્યારે પણ અમે તેમને મળતા ત્યારે તે કહેતા હતા કે તમે તે તારી કોપીમાં તે ફકરાની લાઇનમાં ભૂલ કરી છે. તે સમયે ત્રણ-ત્રણ શિક્ષકો અંગ્રેજી હતા. એટલે કે, અમારી શાળામાં દરેક વિષય માટે એક કરતા વધારે શિક્ષકો હતા. આથી જ અઝીમ પ્રેમજીના જીવનમાં મહેનત, પ્રામાણિકતા અને સમર્પણના પાઠ પ્રતિબિંબિત થાય છે.

9. સોનુ સૂદ હોમવર્ક પૂરું ન કરવા માટે બહાના કાઢતો હતો, ક્યારેય વિચાર્યું ન હતું કે તે અભિનયમાં જશે

ફિલ્મ અભિનેતા સોનુ સૂદનો જન્મ પંજાબના મોગામાં થયો હતો. તેમણે પ્રારંભિક અભ્યાસ મોગાની સેક્રેડ હાર્ટ સ્કૂલમાં કર્યો હતો. આ પછી તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા નાગપુર ગયો. ત્યાં તેમણે યશવંતરાવ ચવ્હાણ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.

અમરજીત કૌર ગિલ, જે સેક્રેડ હાર્ટ સ્કૂલમાં તેમની શિક્ષિકા હતા, તેઓ કહે છે કે સોનુ સૂદનું શાળાનું શિક્ષણ સામાન્ય બાળકો જેવું હતું. પછી અમને ક્યારેય લાગ્યું નહીં કે તે પછીથી અભિનયમાં જશે. તે ઈજનેર બનવા માંગતો હતો.

તેઓ જણાવે છે કે તેના શાળાના દિવસોમાં, સોનુ સૂદના બહાના ખૂબ જ રસપ્રદ હતા. જ્યારે પણ તે હોમવર્ક ન કરતો ત્યારે તે એકથી વધુ બહાના કાઢતો હતો. ક્યારેક તે તેની નોટબુકના પેજ પાણીમાં ભીના કરતો હતો. જ્યારે અમે તેને સજા કરીએ અને તેને અન્ય બાળકોથી અલગ બેસાડ્યો ત્યારે તે ઝડપથી માફી પણ માંગતો હતો. તેને બાકીના બાળકોથી અલગ બેસવું ગમતું ન હતું. અમરજીત તે શાળામાં ઇતિહાસ અને ભૂગોળ ભણાવતા હતા.

સોનુ સૂદની બહેન માલવિકાએ પણ સેક્રેડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે કહે છે કે ભાઈ મારા કરતા ઘણા મોટા છે અને તે તેના પહેલા પણ આ શાળામાંથી પાસ થઈ ગઈ હતી. નર્સરીથી લઈને ધો. 10 સુધી તેણે આ શાળામાંથી અભ્યાસ કર્યો. ત્યારે મોગામાં આ એકમાત્ર શાળા હતી જે અંગ્રેજી માધ્યમમાં હતી. તેમના શાળાના દિવસો દરમિયાન, અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે મોડેલિંગ અથવા અભિનયના ક્ષેત્રમાં જશે.

10. શાહરુખ ખૂબ જ સારા સ્ટોરીટેલર પણ છે, જીવનમાં દરેક વસ્તુને કેવી રીતે સંતુલિત કરવી તે જાણે છે: ફરહત બસીર ખાન

દુનિયાભરના લોકોને પ્રેરણા આપનાર બોલિવૂડના કિંગ ખાનના શિક્ષક કહે છે કે તેમના કોલેજના દિવસોમાં પણ શાહરૂખ ખાન શિક્ષકોના પ્રિય હતા. દિલ્હીના જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી માસ કોમ્યુનિકેશન કરતી વખતે ફરહત બસીર ખાન, જે શાહરૂખના પ્રોફેસર હતા. તેઓ કહે છે કે શાહરુખ દરેક કાર્ય અલગ રીતે કરતો હતો, મેં તેમના જેવો વિદ્યાર્થી પહેલી વખત જોયો હતો. તે ખૂબ જ સારા સ્ટોરીટેલર હતા.

શાહરૂખનો કોઈ પણ વસ્તુ જોવાની જુદી જ નજર હતી, તે વસ્તુઓને ખૂબ જ ઝડપથી સમજી લેતો હતો. જે બાબતોને લોકો અવગણતા હતા, શાહરૂખે પણ તે ખૂબ સુંદર રીતે લોકોની સામે રજૂઆત કરતો હતો.

ઈન્ટરવ્યૂમાં શાહરુખની એક્ટિંગ ક્યારેય ભૂલી શકતો નથી
પ્રોફેસર બશીર કહે છે કે શાહરુખ શરૂઆતથી જ એક્ટિંગમાં નિષ્ણાત હતો, જ્યારે જામિયા માટે ઇન્ટરવ્યૂ આપતી વખતે શાહરૂખને એક એક્ટિંગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે શેક્સપિયરની એક્ટિંગ કરી હતી. જેમાં તેમનો અભિનય એટલો તેજસ્વી હતો કે હું ક્યારેય ભૂલી શકતો નથી. કદાચ તે સમયે મારી સાથે ત્યાં હાજર કોઈ પણ એ અભિનયને ભૂલી ન શકે. શાહરૂખ તે સમયે પણ કોઈ ખુશમિજાજી કલાકારથી ઓછો ન હતો.

પ્રોફેસર બશીર કહે છે કે શાહરુખ જાણતો હતો કે કેવી રીતે પોતાની અંગત જિંદગી, થિયેટર અને કોલેજને આટલી સારી રીતે સંતુલિત કરવી. તે કોલેજનો અભ્યાસ અને થિયેટર પર પણ ખૂબ જ સારી રીતે કરતો હતો.

વ્યસ્ત શેડ્યૂલને કારણે સરળ પ્રોજેક્ટ પસંદ કરવો યોગ્ય ન સમજ્યો
એક પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા પ્રોફેસર બશીર કહે છે કે શાહરૂખ વ્યસ્ત હોવાને કારણે ક્યારેય કોઈ સરળ વસ્તુ પસંદ કરતો ન હતો. કોલેજમાં જ્યારે પ્રોજેક્ટનો વારો આવ્યો ત્યારે મેં સેનામાં કામ કરવાના કારણે તેની પાસે વધારે સમય ન હતો, તેમ છતાં, તેમણે આવા બે વિષયો પર એક પ્રોજેક્ટ બનાવવાનું પસંદ કર્યું જે કરવું ખૂબ જ મુશ્કેલ હતું. તેણે માત્ર તે પ્રોજેક્ટ્સ પસંદ કર્યા નથી, પરંતુ તેણે તેમના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે પણ સારી રીતે કામ કર્યું, જો કે તેમને સબમિટ કરવામાં થોડો વિલંબ થયો હતો, પરંતુ અમે તેમનું સમર્પણ જોઈને તેમને સંપૂર્ણ સમય આપ્યો.

પ્રોફેસર બશીર કહે છે કે હવે તેની વ્યસ્તતાને કારણે શાહરુખ ખાનને મળવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મારા અન્ય વિદ્યાર્થીઓ શાહરુખ સાથે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરતા રહે છે, જેથી મને તેમના વિશે સમાચાર મળતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...