• Gujarati News
  • National
  • Do Not Scratch When Bitten By A Mosquito, It Spreads The Infection, In Some Cases Even Antibiotics Are Ineffective

ભાસ્કર વિશેષ:મચ્છર કરડે ત્યારે ખંજવાળશો નહીં, તેનાથી સંક્રમણ ફેલાય છે, કેટલાક કેસમાં એન્ટિબાયોટિક પણ બેઅસર

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેપ્ટિક એમ્બોલી દુર્લભ બીમારી, અત્યારે ભારતમાં ઓળખ મુશ્કેલ

સેપ્ટિક એમ્બોલી એક દુર્લભ બીમારી છે. હાલમાં બેલ્જિયમમાં એક ટ્રેની પાઈલટને માથા પર મચ્છર કરડ્યા બાદ સંક્રમણથી મોતનો મામલો સામે આવ્યો છે. નવી દિલ્હી સ્થિત એઇમ્સમાં ન્યૂરોલોજી વિભાગના પ્રો. મંજરી ત્રિપાઠી અને નેશનલ વેક્ટર બોર્ન ડિસિસ કન્ટ્રોલ પ્રોગ્રામના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. પી.કે. સેને ભાસ્કરના પવનકુમાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે મચ્છર કરડે તે જગ્યાએ નખથી ક્યારેય વધુ ખંજવાળો નહીં. તેનાથી સંક્મણ ફેલાઇ શકે છે. શરીરમાં એન્ટિ બાયોટિક રેઝિસ્ટેન્સથી પણ હાલત વધુ બગડી શકે છે.

  • સેપ્ટિક એમ્બોલી શું છે?

સેપ્ટિક એમ્બોલી રક્તવાહિનીઓમાં એક પ્રકારનો અવરોધ છે. અનેકવાર આ બ્લડ વેસલ્સથી મગજ સુધી પહોંચી જાય છે અને રક્તપ્રવાહને અવરોધે છે જેને કારણે અચાનક મોત થવાની આશંકા વધી જાય છે.

  • સેપ્ટિક એમ્બોલીને કારણે શું થાય છે?

મૂળ રીતે રક્તમાં સંક્રમણને કારણે જ સેપ્ટિક એમ્બોલી થવાનો ખતરો રહે છે. એવું જાણવા મળ્યું છે કે, લોહીમાં સંક્રમણનું કોઇ એક નહીં પણ અનેક કારણ હોય શકે છે.

  • દર્દીમાં સેપ્ટિક એમ્બોલીનાં લક્ષણો શું હોય છે?

થાક, તાવ, ચક્કર, ગળામાં ખારાશ, સતત ઉધરસ, સોજો, શ્વાસ લેવામાં તકલીફ અને પીઠમાં દુખાવો તેનાં મુખ્ય લક્ષણો છે.

  • કેવા લોકોને સેપ્ટિક એમ્બોલીનો ખતરો રહે છે?

વયોવૃદ્વ લોકો, કૃત્રિમ હૃદય, વાલ્વ અથવા જેને પેસમેકર લગાડવામાં આવ્યું હોય અથવા કેથેટર ફિટ કરાયું હોય. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને પણ તેનો ખતરો વધુ રહે છે.

  • સેપ્ટિક એમ્બોલી અંગે ખબર કેવી રીતે પડે છે?

લોહીમાં સંક્રમણ અને બેક્ટેરિયાની તપાસ કરીને સેપ્ટિક એમ્બોલી વિશે જાણી શકાય છે.

  • તેનો ઉપાય શું છે?

મોટા ભાગે એન્ટિબાયોટિક દવાઓ જ તેનો ઉપાય છે. જોકે કેટલાક દર્દીઓમાં શરીરની બાયોલોજિકલ સ્થિતિ પર પણ એન્ટિબાયોટિકની અસર થશે કે નહીં તે નિર્ભર કરે છે.

અન્ય સમાચારો પણ છે...