દિવાળીએ જાણો કેવી રીતે બને છે સોનપાપડી:ચાસણીને અડધો કલાક ખેંચ્યા પછી બેસન-મેંદો ભેળવવામાં આવે છે, 20 મિનિટ તાર બન્યા સુધી ફરી ખેંચે છે

એક મહિનો પહેલા

દિવાળી પર મીઠાઈનો ઉલ્લેખ ન થાય તેવું બને જ નહીં.. અને તે પણ સોનપાપડીનો. તેને ઈગ્નોર ન કરી શકાય. ઓફિસમાં આપનારી ગિફ્ટમાં હોય કે સંબંધીઓને આપનારી તહેવારની ગિફ્ટ.. મીઠાઈ મોટેભાગે સોનપાપડી જ હોય છે. તેનું કારણ એ છે કે સોનપાપડીનું લાંબા સમય સુધી ફ્રેશ રહેવું. તમે લગ્ન તથા બીજા પ્રસંગોમાં મીઠાઈઓ તો બનતી જોઈ હશે, ઘરે બનાવી ખાધી પણ હશે, પરંતુ બહું ઓછા લોકોને ખ્યાલ હશે કે સોનપાપડી બને કેવી રીતે છે. ચાલો અમે તમને જણાવીએ.....

56 દુકાનો ધરાવનાર મીઠાઈના વેપારી ગોપાલ શર્મા જણાવે છે કે તહેવાર દરમિયાન સૌથી વધુ વેચાતી અને માગમાં રહેલી સોનપાપડી બનાવવા માટે પાણીને પહેલા ગરમ કરવામાં આવે છે અને ખાંડ સાથે ભેળવવામાં આવે છે. તે પછી ઘટ્ટ થાય છે. ચાસણી ઘટ્ટ થાય એટલે તેને મોટા વાસણ પર મૂકવામાં આવે છે. 4 થી વધુ કારીગરો અડધા કલાક સુધી ચારે બાજુથી ચાસણી ખેંચે છે.

ચાસણીને ખેંચ્યા બાદ તેમાં તાર બની જાય છે, ત્યાર બાદ તેને ફરી થાળીમાં નાખીને બેસન અને મેદોં ભેળવવામાં આવે છે. ત્યારબાદ આગલી 20 મિનિટ સુધી ફરી તેને ખેંચવામાં આવે છે. આ મિશ્રણમાં હવે લચ્છા બનવાના શરુ થઈ જાય છે. આ લચ્છાને વાસણ પર 3 ઈંચ સુધી જમાવે છે. હાથથી અડધો કલાક સુધી દબાવે છે જેનાથી સોનપાપડીની ઘણી લેયર બની જાય છે. ત્યાર બાદ કારીગર તેને બરાબર પીસમાં કાપીને પેક કરે છે. મીઠાઈ બજારમાં વેચાવા માટે તૈયાર થઈ જાય છે.

બદામ રોટી પણ વેરાઈટી
આ સ્વિટ્સની દુકાનમાં મળનારી બદામ રોટી પણ સ્પેશિય આઈટમ છે. બદામનો પેસ્ટ તૈયાર કરીને તેને રોટલીની જેમ ગોળ બનાવામાં આવે છે. ત્યાર બાદ તેને તવા પર સેકવામાં આવે છે. આનો ભાવ 1000થી 1500 રુપિયે કિલો હોય છે.

અન્ય સમાચારો પણ છે...