તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યૂઝ એક્સપોઝ:ફટાકડા ફોડવા પર્યાવરણ માટે હિતાવહ, દારૂખાનાની  સ્મેલથી મચ્છરો ભાગે છે? જાણો આ દાવાનું સત્ય

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાઇરલ: સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઇરલ થઈ રહ્યો છે. એમાં દાવો કરવામાં આવ્યો છે કે દિવાળીમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે. વાઇરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દારૂખાનાની સ્મેલથી મચ્છરો અને ઘણા પ્રકારના કીડાનો નાશ થઈ જાય છે. એથી મોટી માત્રામાં ફટાકડા ફોડવા જોઈએ.

દિવાળીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદૂષણ ફેલાવાના મુદ્દે વિવાદ છેડાયો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ દિલ્હી-NCRમાં 9થી 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ દેશનાં જે રાજ્યોમાં એર ક્વોલિટી ખરાબ છે ત્યાં પણ ફટાકડા વેચવામાં આવશે નહીં.

એક મોટું ગ્રુપ માને છે કે લોકોને ફટાકડા સળગાવતાં રોકવાની ખોટી વાત છે. ટ્વિટર પર #हम_तो_पटाखे_फोड़ेंगे ટોપ ટ્રેન્ડ કરે છે. સોશિયલ મીડિયામાં પ્રદૂષણ ફેલાવાની પાછળ ફટાકડા ફોડવાનું કારણ દર્શાવતા તર્કના વિરોધમાં ઘણા મેસેજ વાઇરલ થઈ રહ્યા છે. એવા જ એક મેસેજની ભાસ્કરે પણ તપાસ કરી છે.

અને સત્ય શું છે?

 • ગૂગલ પર અલગ અલગ કિ-વર્ડથી સર્ચ કરતાં આવો કોઈ રિસર્ચ રિપોર્ટ મળ્યો નથી, જેનાથી સ્પષ્ટ થઈ શકે કે દારૂખાનાની સ્મેલથી મચ્છરો અને જીવડાંનો નાશ થાય છે.
 • દારૂખાનાથી મચ્છરોનો નાશ થાય છે એ વાતનું સત્ય જાણવા માટે અમે જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં બાયોટેક્નોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કપિલ દેવનો સંપર્ક કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર કરવામાં આવતા આ મેસેજને ભ્રામક ગણાવ્યો છે.
 • ડૉ. કપિલના જણાવ્યા પ્રમાણે, દારૂખાનાના ધુમાડાથી મચ્છર ભાગે છે એ વાત સાચી છે, પરંતુ એ માણસો માટે પણ વધારે હાનિકારક છે. એ ઉપરાંત અત્યારસુધી દારૂખાનાની સ્મેલથી મચ્છરો અને જીવડાંઓનો નાશ થાય છે એ વાત હજી સુધી કોઈ વૈજ્ઞાનિકે સાબિત નથી કરી.
 • 2018માં યુનિવર્સિટી ઓફ મિનેસોટા અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાઈનાન્સ એન્ડ પોલિસીએ દિલ્હીની ખરાબ હવા પર ફટાકડાની અસર વિશે પણ એક રિસર્ચ કર્યું છે. એ માટે 2013થી 2016 સુધીનો ડેટા લેવામાં આવ્યો છે.
 • આ રિસર્ચ પ્રમાણે, દિલ્હીમાં દર વર્ષે દિવાળીના આગામી દિવસે PM 2.5ની માત્રા 40% સુધી વધે છે. દિવાળીના દિવસે સાંજે 6થી રાતના 11 વાગ્યા સુધીમાં PM2.5માં 100%નો વધારો થાય છે. PM2.5 એટલે કે હવામાં આવેલા નાના-નાના કણ. આ કણ વધતાં જ એર ક્વોલિટી ખરાબ થાય છે.
 • આ બધી વાતોથી સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર જે વાઇરલ થઈ રહ્યું છે કે ફટાકડાથી પર્યાવરણને ફાયદો થાય છે એ વાત ફેક છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો