તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Diwali, Deepawali, Know Real Laxmi, Stunning Facts About Gold, Silver, Rupee And Women Unpaid Work, Gold In Not Costliest Metal

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી પર જાણો લક્ષ્મીનાં અસલી રૂપો:6.8 લાખ કરોડનું કામ મફત કરે છે ગૃહલક્ષ્મી; સોનું નહીં, હવે પેલેડિયમ સૌથી મોંઘી મેટલ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે દિવાળી છે. ઘણા અર્થે ઘણી ખાસ. કોરોના મહામારી દરમિયાન પહેલી દિવાળી. દુનિયા સૌથી સખત લોકડાઉનનો ઝાટકો સહન કર્યા પછીની પહેલી દિવાળી. આનાથી બહાર આવવાના પ્રયાસમાં લાગેલા, કરોડો લોકોની દિવાળી. એવામાં બધાના મનમાં લક્ષ્મીનો આશીર્વાદ લેવાની કામના પ્રબળ છે. તો આવો લક્ષ્મીનાં એવાં ચોંકાવનારાં સ્વરૂપો વિશે જાણીએ, જેમાં તેઓ આપણી સમક્ષ હાજર છે. આ સ્વરૂપ છે- સોનું, ચાંદી રૂપિયો અને ગૃહલક્ષ્મી એટલે કે મહિલાઓ.

ચોંકી ન જશો.. આપણા દેશની મહિલાઓ તેમના ઘરમાં દર વર્ષે લગભગ 6.8 લાખ કરોડ રૂપિયાનું મફતમાં કામ કરે છે. કોરોનાની અસરને બાદ કરીએ તો આ રકમ આપણી 2.94 ટ્રિલિયન ડોલર એટલે કે 218 લાખ કરોડ રૂપિયાની GDPના 3.1% છે. આ રકમ 3.25 કરોડથી વધુ પરિવારોને રોજગાર આપનારી મનરેગાના કુલ બજેટની 11 ગણી છે.

વાત જો સોનાની કરીએ તો હવે એ દુનિયાની મોંઘી ધાતુ નથી રહી. પેલેડિયમે બે વર્ષ પહેલાં સોના પાસેથી આ હક પણ છીનવી લીધો છે. તો આ તરફ રૂપિયો અને ચાંદીનો સંબંધ ઘણો ખાસ છે. સંસ્કૃતમાં રૂપ્યકમ્નો અર્થ જ ચાંદી છે અને એમાંથી જ રૂપિયો શબ્દ બન્યો છે, સાથે જ ફ્રેન્ચ ભાષામાં ધન અને ચાંદી માટે એક જ શબ્દ અર્જેન્ટ ઉપયોગ થાય છે.

મહિલાઓ દરરોજ 312 મિનિટ વેતન વિના કામ કરે છે અને પુરુષ માત્ર 29 મિનિટ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં જાહેર કરાયેલા ઓક્સફેમના રિપોર્ટ પ્રમાણે, મહિલાઓ શહેરમાં દરરોજ 312 મિનિટ વેતન વિના કામ કરે છે, જ્યારે ગામમાં આ આંકડો 291 મિનિટનો છે. બીજી બાજુ શહેરનો પુરુષ વગર વેતનવાળા કામમાં માત્ર 29 મિનિટ ફાળવે છે, જ્યારે ગામમાં આ આંકડો 32 મિનિટનો છે. આખી દુનિયાની વાત કરવામાં આવે તો મહિલાઓ લગભગ 10 ટ્રિલિયન ડોલરનું કામ વેતન વગર કરે છે. આ દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપ્પલના વાર્ષિક ટર્નઓવરનું 43 ગણું થાય છે.

ચાંદીના પણ ભારતમાં સૌથી વધુ ગ્રાહક

  • ભારત ચાંદીનું સૌથી મોટું ગ્રાહક છે. દુનિયાનું એક તૃતીયાંશ ચાંદી ભારતમાં ખરીદવામાં આવે છે.
  • દુનિયાના મોટા ભાગની ચાંદી મેક્સિકો અને પેરુમાં મળે છે.
  • 56% ચાંદીનો ઉપયોગ સોલર પાવર પ્લાન્ટ, કેમિકલ, ફોટોગ્રાફી જેવાં કામોમાં થાય છે.
  • મિસ્ત્રમાં ચાંદી એક વખતે સોના કરતાં પણ મોંઘી હતી.
  • 27 માર્ચ 1980ના રોજ એક જ દિવસે ચાંદીનો ભાવ 50%થી વધુ પડી ગયો હતો, જેને સિલ્વર થર્સડે કહેવાય છે.
  • સિલ્વર આયોડાઈડનો ઉપયોગ કૃત્રિમ વરસાદ કરાવવા માટે થાય છે. એને ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે.
  • ચાંદી 95% પ્રકાશને રિફ્લેક્ટ કરી દે છે, એટલા માટે આટલું ચમકદાર હોય છે.
  • ઘણી ભાષાઓમાં ચાંદી અને ધન માટે એક જ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જેવી રીતે ફ્રેન્ચ ભાષામાં અર્જેન્ટ.
  • કિંગ જેમ્સ બાઈબલમાં ચાંદીનો 320 વખત ઉલ્લેખ છે. માનવામાં આવે છે કે ઇસુને છેતરવા માટે જુડાસને ચાંદીના 30 ટુકડાની લાંચ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો