દિવ્ય ભાસ્કર Poll:મોદી-2.0નું એક વર્ષ: ફેસબૂક પર 67% ટકા લોકોએ સફળ ગણાવ્યું, જ્યારે ટ્વિટર પર 48.9% લોકોને કામગીરી પસંદ ન આવી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોદી સરકાર 2.0 ના એક વર્ષ પૂર્ણ થવા પર દિવ્ય ભાસ્કરે સરકારની અત્યાર સુધીની કામગીરી કેવી રીતે તે મુદ્દે લોકોનો મત જાણવા માટે પોતાના ઓફિસિયલ ફેસબુક અને ટ્વિટર પેજ પર ઓપિનિયન પોલ ચલાવ્યો હતો.  આ પોલમાં ફેસબૂક અને ટ્વિટરના આંકડા એકદમ અલગ આવ્યા છે. ફેસબૂક પર 67% ટકા લોકોને મોદીની કામગીરી પસંદ આવી હતી, જ્યારે ટ્વિટર પર 48.9% લોકોએ મોદીની કામગીરી નિષ્ફળ ગણાવી હતી. 

ફેસબુક પર જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તમારી દ્રષ્ટિએ મોદી સરકારની અત્યાર સુધીની કામગીરી કેવી રહી? ત્યારે 7000 લોકોએ પોતાનો મત રજૂ કર્યો, જેમાંથી 67% એટલે કે 4700 લોકોએ મોદી સરકારની અત્યાર સુધીની કામગીરીને સફળ ગણાવી, જ્યારે બાકીના 33% એટલે કે 2300 લોકોએ નિષ્ફળ ગણાવી.

દિવ્ય ભાસ્કરના ટ્વિટર પેજ પર 1759 લોકોએ આ મુદ્દે પોતાનો મત આપ્યો હતો, અહી ત્રણ વિકલ્પ પૂછવામા આવ્યા હતા જેમાં 860 (48.9%) લોકોએ મોદી સરકારની કામગીરી નિષ્ફળ ગણાવી, જ્યારે 624 (35.5%) લોકોએ સફળ અને બાકીના 274 (15.6%) લોકોએ ઠીક-ઠીક ગણાવી હતી. નીચે આપેલી ફેસબુક અને ટ્વિટર લિન્ક પર જઇને તમે પોતે પણ આ બન્ને પોલના પરિણામો જોઇ શકો છો.

વિગતવાર Facebook Poll જોવા અહીં ક્લિક કરો
વિગતવાર Twitter Poll જોવા અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...