• Gujarati News
  • National
  • Divya Bhaskar Live Updates RSS Threatens To Blow Up 6 Offices Rahul Gandhi Punjab Visit, Sidhu Moose Wala Family

ભાસ્કર LIVE અપડેટ્સ:આતંકવાદી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત 4 રાજ્યમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આતંકવાદી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. તેણે સત્તાવાર રીતે ધમકી આપી છે કે ગુજરાત, UP,બોમ્બે અને દિલ્હીમાં આત્મઘાતી હુમલા કરવા તૈયાર છે. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે હવે જલ્દીથી ભાજપનો અંત થશે. ટીવી ડિબેટ સમયે ભાજપ નેતા નૂપુર શર્માના નિવેદન બાદ અલ કાયદાએ આ ધમકી આપી છે. અલ કાયદાએ આપેલી ધમકીમાં આ ડિબેટનો પણ ઉલ્લેખ કર્યો છે. અલદાયકાએ કહ્યું કે કેટલાક દિવસ અગાઉ હિંદુત્વના પ્રચારકે ટીવી ડિબેટ સમયે ઈસ્લામ ધર્મ અને પયગમ્બર મુહમ્મદનું અપમાન કર્યું હતું. તેમના નિવેદનોથી વિશ્વભરના મુસ્લિમોની ભાવનાને ઠેસ પહોંચી હતી.

જ્ઞાનવાપી પરિસરના સર્વેનો આદેશ આપનાર જજને મારી નાંખવાની ધમકી

વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવીઝન રવિ કુમારને ધમકી મળી છે. તેમણે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે કરાવવા માટે આદેશ આપ્યો હતો. તેમને ઈસ્લામિક આગાઝ મૂવમેન્ટ તરફથી જાનથી મારી નાંખવાની ધમકી આપતો રજિસ્ટર્ડ પત્ર મળ્યો છે. આ સાથે વારાણસી કમિશ્નરેટે કેન્ટ પોલીસ અને ક્રાઈમ બ્રાંચને તપાસ માટે આદેશ આપવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે તમે તો ન્યાયિક કાર્ય કરી રહ્યા છો તમને સંપૂર્ણ સરકારી મશિનરીનું રક્ષણ પ્રાપ્ત છે તો પછી તમારી પત્ની અને માતાને ડર શાનો છે?

જોધપુરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, મોટી સંખ્યામાં પોલીસ તૈનાત, ધારા 144 લાગુ
જોધપુરના સૂરસાગર વિસ્તારમાં મંગળવારે બે જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત છે. ત્રણ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બે યુવકને માર મારવામાં આવ્યા બાદ વિવાદ વધ્યો હતો.

નેહા શર્માને હટાવવામાં આવ્યા

ઉત્તરપ્રદેશ સરકારે મંગળવારે સાંજે 21 IASની બદલી કરી છે. જેમાં 9 જિલ્લાના DM બદલાયા છે. કાનપુરમાં થયેલી હિંસા પછી ત્યાંના DM નેહા શર્માને હટાવી દેવામાં આવ્યા છે.તેમની જગ્યાએ વિશાખ જી. ને કાનપુરના નવા DM બનાવવામાં આવ્યા છે. નેહા શર્માથી પહેલા વિશાખ જી. જ કાનપુરના DM હતા. હાલ તે વિશેષ સચિવ મુખ્યમંત્રીના પદ પર કાર્યરત હતા. આ ઉપરાંત લખનઉના DM અભિષેક પ્રકાશને પણ હટાવવામાં આવ્યા છે.

કાશ્મીરના શોપિયાંમાં સિક્યોરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક આતંકી ઠાર
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેહપોરામાં સિક્યોરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું, ત્યારે સુરક્ષાદળથી ભાગતા આતંકી શોપિયાંના બડીમાર્ગમાં ઘેરાય ગયા હતા. જ્યાં સિક્યોરિટી ફોર્સે એક આતંકીને ઠાર કર્યો છે. અથડામણ હજુ પણ ચાલી રહી છે. એન્કાઉન્ટરવાળી જગ્યાએ મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. જેમાંથી એક AK-47 પણ છે.

માર્યો ગયેલો આતંકી નદીમ અહમદ રાદર ઉર્ફે ડોકટર રાઝા નદીમ છે જે કુલગામનો રહેવાસી છે. તે 27 માર્ચ 2020થી ગુમ હતો. નદીમ શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેક્નોલોજીથી બેચલર ઓફ વેટરનરી સાયન્સ કરી રહ્યો હતો.

માર્યો ગયેલો આતંકી નદીમ અહમદ રાદર ઉર્ફે ડોકટર રાજા નદીમ કુલગામનો રહેવાસી છે.
માર્યો ગયેલો આતંકી નદીમ અહમદ રાદર ઉર્ફે ડોકટર રાજા નદીમ કુલગામનો રહેવાસી છે.

AAP મંત્રી સત્યેન્દ્ર જૈનના ખાસ માણસના ત્યાં પણ EDના દરોડા, 2.82 કરોડ કેશ અને 133 સોનાના બિસ્કિટ મળ્યા

દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના ખાસ માણસના ત્યાં પણ ઈડીએ દરોડા પાડ્યા છે. દરોડામાં 2.82 કરોડની કેશ અને 133 ગોલ્ડ બિસ્કિટ અને સોનાના સિક્કા મળ્યા છે. તેનું વજન 1.80 કિલો છે. ઈડીએ સત્યેન્દ્ર જૈન અને તેમના સહયોગીએ દિલ્ગી ગુરુગ્રામમાં બનેલા 7 ઠેકાણાઓ પણ 6 જૂને દરોડા પાડ્યા હતા. સવારે 7 વાગ્યાથી લઈને મોડી રાત સુધી દરોડાની કાર્યવાહીમાં આ કેશ અને સોનું મળ્યું હતું. ઈડીએ થોડા દિવસ પહેલાં જૈનની ધરપકડ કરી હતી. તે 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં જ રહેશે.

આજના અન્ય ખાસ સમાચાર

લખનઉ-ઉન્નાવ સહિત RSSના 6 કાર્યાલયોને ઉડાવવાની ધમકી

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના છ કાર્યાલયોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. લખનઉ મડિયાવ પોલીસ સ્ટેશનમાં મોડી રાતે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. સુલતાનપુરની એક ડિગ્રી કોલેજના પ્રોફેસરને મોબાઈલ પર મેસેજ મોકલીને લખનઉના અલીગંજ, ઉન્નાવ અને નવાબગંજ સહિત કર્ણાટકમાં પણ 4 જગ્યાઓએ આવેલા RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. આ મેસેજ ત્રણ ભાષાઓમાં છે. સાઈબર ટીમે તપાસ શરૂ કરી દીધી છે. તે ઉપરાંત ATS અને અન્ય ખાનગી એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.

પલામુના સર્કિટ હાઉસમાં રોકાયેલા લાલુ યાદવના રૂમમાં આગ લાગી

ઝારખંડના પલામુમાં રોકાયેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના રૂમમાં સોમવારે આગ લાગી હતી. પલામુના સર્કિટ હાઉસમાં લાલુ યાદવને ફાળવવામાં આવેલા રૂમના પંખામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાની માહિતી મળતા જ ત્યાં હાજર લોકોમાં દોડા-દોડી થઈ ગઈ હતી. ઘટનામાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ એકદમ સુરક્ષીત છે.

બિહારમાં રસ્તાની સાઈડમાં બનેલા ઘરમાં કાર ઘુસતા 3ના મોત, 4 ગંભીર
બિહારમાં પશ્ચિમ ચંપારણ દિલ્લાના બગહામાં મંગળવારે સવારે ફૂલ સ્પીડમાં આવતી કાર એક ઘરમાં ઘૂસી ગઈ હતી. આ એક્સિડન્ટમાં 2 બાળકો અને એક મહિલાનું મોત થયું છે. જયારે 4 બાળકોની હાલત ગંભીર છે. ઘટના ચૌતરવા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

પંજાબમાં પૂર્વ કોંગ્રેસી મંત્રી સાધુ સિંહ ધર્મસોતની ધરપકડ

રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં પૂર્વ કોંગ્રેસી મંત્રી સાધુ સિંહ ધર્મસોતની વિજિલન્સ બ્યૂરોએ ધરપકડ કરી છે. ધર્મસોતની અમલોહથી વહેલી સવારે 3 વાગે ધરપકડ કરવામાં આવી છે. તેમના પર લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધર્મસોત કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી હતા ત્યારે વન-પર્યાવરણ વિભાગના મંત્રી હતા. જોકે જ્યારે કેપ્ટનને હટાવવામાં આવ્યા ત્યારે ધર્મસોતને પણ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની વાળી આપ સરકારમાં તાજેતરમાં જ હેલ્થ મિનિસ્ટર ડૉ. વિજય સિંગલાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દોઢ કલાક સુધી મેટ્રો સેવા પ્રભાવીત થઈ, સ્ટેશન પર યાત્રીઓ પરેશાન થયા

દિલ્હી મેટ્રોની બ્લૂ લાઈનમાં સોમવારે સાંજે 6.30 વાગે ટેક્નોલોજી ખામી આવી હતી. તેના કારણે મેટ્રો સેવા કલાકો સુધી પ્રભાવીત થઈ હતી. મેટ્રો સેવા પ્રભાવીત થવાના કારણે ઘણાં યાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં બ્લૂ લાઈન પર દ્વારકા સેક્ટર-21થી નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી વચ્ચે મેટ્રો ચાલે છે. DMRCએ કહ્યું કે, યમુના બેન્ક અને ઈન્દ્રપ્રસ્થ સ્ટેશન વચ્ચેની ટ્રેન સેવા સોમવાર સાંજે 6.30થી 8 વાગ્યા સુધી પ્રભાવિત રહી હતી. દિલ્હી મેટ્રોની બ્લૂ લાઈનમાં ટેક્નિકલ સ્નેગ પછી ઈન્દ્રપ્રસ્થમાં મેટ્રો ટ્રેનના બદલે ચાલતા જ યમુના બેન્ક મેટ્રો સ્ટેશન તરફ ચાલતા જવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...