તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IAS ટોપર્સની પ્રેમ કહાનીનો અંત:ટીના ડાબી અને અતહર આમિરના છૂટાછેડાને છેવટે કોર્ટની મંજૂરી, વર્ષ 2018માં લગ્ન થયેલા

જયપુરએક મહિનો પહેલા
  • બન્ને IAS અધિકારીના લગ્ન ખૂબ ચર્ચામાં રહેલા, અતહર કાશ્મીરી છે અને ટીનાનો પરિવાર જયપુર વસવાટ કરે છે

વર્ષ 2015માં UPSC ટોપર રહેલી IAS ટીના ડાબી અને તેના IAS પતિ અતહર આમિરના છૂટાછેડાને કોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે. બન્નેએ પરસ્પર સહમતિથી લગભગ 9 મહિના અગાઉ જયપુરની ફેમિલી કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. મંગળવારે કોર્ટે આ અંગે ચૂકાદો આપ્યો હતો. બન્ને કોર્ટમાં હાજર પણ થયા હતા.

માર્ચ, 2018માં બન્નેના લગ્ન થયા હતા. બન્ને IAS અધિકારીના લગ્ન ખૂબ જ ચર્ચામાં હતા. અતહર કાશ્મીરી છે અને ટીનાનો જન્મ મધ્ય પ્રદેશના ભોપાલમાં થયો હતો. જોકે તેનો પરિવાર જયપુર આવી વસવાટ કરે છે.

સેકન્ડ પોઝિશન પર હતો અતહર
ટીના જ્યારે UPSCની ટોપર બની તે વર્ષે અતહર બીજા ક્રમે રહ્યો હતો. ટ્રેનિંગ સમયે મસૂરીમાં ટીના અને અતહર એકબીજાની નજીક આવ્યા હતા અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બન્ને રાજસ્થાન કેડરના અધિકારી છે. અત્યારે ટીના જયપુરમાં ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરીના પદ પર છે. અતહર ડેપ્યુટેશન પર જમ્મુ અને કાશ્મીરમાં ફરજ બજાવે છે.

ટીનાએ અટક બદલી નાંખી હતી
લગ્ન થયાના થોડા સમય બાદ ટીનાએ તેની સરનેમ આગળ ખાન લગાવ્યું હતું. છૂટાછેડા માટે અરજી કરવામાં આવી તેના થોડા સમય અગાઉ તેણે સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોતાના નામ સાથે જોડાયેલા ખાન સરનેમને હટાવી દીધી હતી. ત્યારબાદ અતહરે પણ ટીનાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી હતી.

સોશિયલ મીડિયા પર સંબંધો અંગે જાહેરાત કરેલી
ટીના ડાબીનો પરિવાર જયપુરમાં રહે છે. જોકે તેનો જન્મ ભોપાલમાં થયેલો. કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાંથી ટીના શરૂઆતથી ટોપર રહી છે. જ્યારે ધોરણ-7માં હતી ત્યારે તેનો સમગ્ર પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયેલો. ટીનાના પિતા જયવંત ડાબી અને માતા હિમાની એન્જીનિયર હતા. લગ્ન અગાઉ ટીનાએ સોશિયલ મીડિયા સ્ટેટ્સ અપડેટ કરતાં લખ્યું હતું- ઈન રિલેશનશિપ વિથ આમિર