રાજકીય મોનસૂન:ભાગલા પાડો, રાજ કરો

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોવા નહીં, ભાજપ બિહાર, ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સક્રિય
  • કર્ણાટક : સિદ્ધારમૈયાએ પણ આરોપ મૂક્યો, ભાજપ ધારાસભ્યોને 50-50 કરોડ રૂ.ની ઓફર આપી રહ્યો છે

ભાજપ હવે વિપક્ષમુક્ત પથ પર ચાલી રહ્યો છે. તે આવનારી વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રાજકીય મેદાનમાં જર્જર અને નેસ્તનાબૂદ વિપક્ષ તરીકે રજૂ કરવાની રણનીતિ પર કામ કરી રહ્યો છે. પાર્ટીના ટોચના નેતૃત્વએ રાજ્યોના ઈન્ચાર્જ, મહાસચિવ અને રાજ્ય એકમને અલગ ટીમ બનાવી તેના પર કામ કરવા કહ્યું છે. યોજના પર એ રાજ્યોમાં પણ કામ થઈ રહ્યું છે જ્યાં તાજેતરમાં ચૂંટણી સંપન્ન થઇ છે. ભાજપ માને છે કે કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટશે તો મેસેજ આખા દેશમાં જશે. ગોવા તેનું ઉદાહરણ છે.

40 સભ્યોની વિધાનસભામાં ભાજપ 20 અને કોંગ્રેસના 11 ધારાસભ્યો છે. ભાજપના ગોવા ઈન્ચાર્જ સી.ટી.રવિએ પ્રદેશ કાર્યકારિણીમાં સ્પષ્ટ કહ્યું હતું કે પાર્ટીનું ટોચનું નેતૃત્વ જે દિવસે લીલી ઝંડી આપશે તે દિવસે ભાજપના ધારાસભ્યો વધીને 30 થઈ જશે. એટલે કે 10 કોંગ્રેસી ધારાસભ્યોને તોડવાની દિશામાં ભાજપ હોમવર્ક કરી ચૂક્યો છે. સૂત્રો કહે છે કે સંસદીય બોર્ડની બેઠકમાં નક્કી થયું હતું કે જે રાજ્યોમાં પણ ચૂંટણી છે ત્યાં ચૂંટણી પહેલાં એવો માહોલ બનવો જોઇએ કે જેનાથી વિપક્ષ દૂર-દૂર સુધી મુકાબલામાં દેખાય જ નહીં. પાર્ટીના નેતા ગોવા, બિહાર, ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સક્રિય થઇ ચૂક્યા છે.

ઓપરેશન કમલ પાર્ટ-2 પણ શરૂ થશે, ગુજરાત-હિમાચલમાં કોંગ્રેસના MLA પર નજર

  • આવનારા દિવસોમાં ભાજપ અન્ય રાજ્યોમાં પણ ઓપરેશન કમલ પાર્ટ-2 શરૂ કરશે. ગુજરાત અને હિમાચલમાં પણ કોંગ્રેસને નવેસરથી આંચકો આપવાની તૈયારી છે.
  • ભાજપ માને છે કે કોંગ્રેસમાં જે લોકોને વાસ્તવિક રાજકારણની ચતુરાઇ અને ચપળતા આવડતી હતી તે કિનારે લાગી ગયા છે. એવામાં ભાજપ પાસે સારી તક છે.
  • સોનિયા અને રાહુલ કોર્ટ કેસમાં અટવાયાં છે. તે જ્યાં સુધી દખલ કરે છે ત્યાં સુધી મોડું થઇ ગયું હોય છે.
  • ગોવાનો મામલો ગત મહિનાથી ચાલી રહ્યો છે, પાર્ટી પ્રારંભમાં પગલાં ભરવાની જગ્યાએ છેલ્લે ડેમેજ કન્ટ્રોલ કરે છે.
  • રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ વિપક્ષના ઉમેદવારને વોટ નહીં અપાવી શકે તો ભાજપ આક્રમક રીતે કોંગ્રેસમાં તોડફોડ કરશે.

તમિલનાડુ : પલાનીસામીનો AIADMK પર કબજો, પન્નીરસેલ્વમ ભાજપમાં જોડાઈ શકે
તમિલનાડુના મુખ્ય વિપક્ષી દળ અન્નાદ્રમુકે સોમવારે પૂર્વ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ તથા ટ્રેઝરીના પદેથી બરતરફ કરી દીધા. તેના પછી ઈ.કે.પલાનીસામીને વચગાળાના મહાસચિવ તરીકે ચૂંટાયા. હવે પન્નીરસેલ્વમ ભાજપમાં જોડાઈ શકે છે. શશીકલા જૂથ તૈયાર થશે તો તે તેમની સાથે પણ હાથ મિલાવી શકે છે.

મહારાષ્ટ્ર : ભાજપ-શિંદેને રાહત, સ્પીકરને અયોગ્યતા અંગે નિર્ણય ન કરવા આદેશ
સુપ્રીમકોર્ટે મહારાષ્ટ્રના નવા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ઉદ્ધવના નેતૃત્વવાળી શિવસેના જૂથના MLAને અયોગ્ય ઠેરવવાની માગ કરતી અરજી પર નિર્ણય ન કરવાનો નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ એન.વી.રમનાના વડપણ હેઠળની બેન્ચ સુનાવણી કરી રહી છે. સોમવારે વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે સુનાવણી પૂરી થવા સુધી કોઈને અયોગ્ય ન ઠેરવવામાં આવે.

ભાજપના મહાસચિવ અને ગોવાના ઈન્ચાર્જ સી.ટી.રવિએ સોમવારે દાવો કર્યો કે ગોવા કોંગ્રેસના તમામ 11 ધારાસભ્યો પાર્ટી છોડવા માટે તૈયાર છે. તે ભાજપમાં જોડાઈ જવા માટે પણ રાજી છે. કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષને અરજી આપી ધારાસભ્ય માઈકલ લોબો અને દિગંબર કામતને અયોગ્ય ઠેરવવા માગ કરી હતી. કોંગ્રેસે તેમના પર પાર્ટીમાં ફૂટ પાડવા અને ભાજપ સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ મૂક્યો હતો.

ગોવામાં સંકટ વચ્ચે કર્ણાટકના કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ સોમવારે આરોપ મૂક્યો કે ભાજપ દરેક ધારાસભ્યને 50-50 કરોડ રૂપિયાની લાલચ આપી રહ્યો છે. આવું કરીને તે લોકતંત્ર પર ભરોસો તોડી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય એમ.બી.પાટિલે કહ્યું કે ભાજપ ગોવા જ નહીં દરેક જગ્યાએ ઓપરેશન કમળને અંજામ આપી રહ્યો છે. કર્ણાટકમાં કોઈ ફેરફાર નહીં થાય. તેનાથી વિપરીત ભાજપ તથા જેડી(એસ)ના ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ જશે.

અન્ય સમાચારો પણ છે...