• Gujarati News
  • National
  • Dispute Between Husband And Wife; Tapasvi Baba Said Everything Will Be Resolved, Press Your Hands And Feet In The Room For Three Days, Get Your Clothes Removed On The Fourth Day

તપસ્વી બાબાના પાખંડનો પર્દાફાશ:યુવતીનું પતિ સાથે ઘર્ષણ થતા ઢોંગી બાબા પાસે પહોંચી, બાબાએ 3 દિવસ રૂમમાં હાથ-પગ દબાવ્યા; ચોથા દિવસે ભાંગની ગોળી ખવડાવી દુષ્કર્મ આચર્યું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
તપસ્વી બાબાની ફાઇલ તસવીર - Divya Bhaskar
તપસ્વી બાબાની ફાઇલ તસવીર
  • પીડિતા ભણેલી-ગણેલી ( MSC- IT) હોવા છતાં બાબાના પાંખડનો શિકાર થઇ હતી
  • બાબાએ જ્યારે પીડિતાની પુત્રીને આશ્રમમાં પ્રસાદ લેવા બોલાવી ત્યારે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો

પોતાને ભગવાન જણાવીને દુષ્કર્મ આચરતા ઢોંગીના જામીન રદ્દ કરવામાં આવ્યા છે. તપસ્વી બાબાની ભાંકરોટા પોલીસે 4 મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં ધરપકડ કરી હતી. તપસ્વી બાબા મહિલાઓને આશ્રમમાં બોલાવતો હતો અને એવો દાવો કરતો હતો કે હું જ તમારો ઇશ્વર છું, તમે મારી સેવા કરો. તમારૂ સર્વસ્વ ગુરૂદેવને સમર્પિત કરી દો. ભાસ્કરની ટીમે બાબાના આશ્રમમાં જતી પીડિતા સાથે વાતચીત કરી હતી. નામ અને ઓળખ નહીં પ્રકાશિત કરવાની શરતે પીડિતાએ બાબાના પાખંડનો પર્દાફાશ કર્યો હતો.

પતિ-પત્ની વચ્ચેના ગૃહસ્થ વિવાદને કારણે મહિલાને રાત્રી રોકાણ કરવા કહ્યું
બિંદાયકાની રહેવાસી મહિલાએ જણાવ્યું હતું કે મેં MSC (IT) કર્યું છે, મારો પતિ સાથે વિવાદ થયો હતો. એની એક સખીએ આ બાબાનો આશરો લેવા માટેની સલાહ આપી હતી. આશ્રમમાં ગયા પછી બાબાએ કહ્યું હતું કે બધુ પહેલા જેવુ સામાન્ય થઇ જશે. તે 1 વર્ષથી આશ્રમ જતી હતી અને બધુ સામાન્ય પણ થવા લાગ્યું હતું. મહિલા મુખ્યત્વે દિવસે જ બાબાના આશ્રમમાં જતી હતી. તેવામાં બાબાએ કહ્યું કે રાતે પણ આશ્રમમાં રોકાણ કરીને સેવા કરો તેથી તે પણ રાતે આશ્રમમાં બાબાની સેવા કરવા લાગી હતી. મહિલાના જણાવ્યા પ્રમાણે કેટલીક અન્ય મહિલાઓ રોજ રાતે બાબાના ઉપરના કક્ષમાં જતી હતી.

સેવા કરીશ તો જ પ્રસાદ મળશે
બાબાની સેવિકાએ પીડિતાને કહ્યું હતું કે આજે તારે એમની સેવા કરવા જવાનું છે. તેથી તે પણ બીજી મહિલાઓ સાથે બાબાના કક્ષમાં સેવા કરવા માટે ગઇ હતી. ત્યાં વિવિધ મહિલા બાબાના હાથ-પગ અને માથું દબાવી રહી હતી. આ મહિલાએ પણ બાબાના પગ દબાવ્યા હતા, ત્યારે બાબાએ કહ્યું હતું કે સેવા કરીશ તોજ પ્રસાદ મળશે. આમ સતત 3 દિવસ બાબાએ મહિલા સાથે સેવા કરાવી હતી.

બાબાએ મહિલાને કપડા ઉતારવા માટે કહ્યું
પીડિતાએ જણાવ્યું હતું કે તે જ્યારે ચોથા દિવસે રાતે બાબાની સેવા કરવા માટે કક્ષમાં પહોંચી ત્યારે ત્યાં કોઈ નહોતું. તેમ છતાં તે બાબાના હાથ-પગ દબાવવા લાગી હતી. ત્યારે બાબાએ કહ્યું હતું કે કપડા ઉતારી દે તારા. પીડિતા ચૂપ થઈ ગઇ અને કશુ પણ બોલી નહીં. ત્યારે બાબાએ ફરીથી કહ્યું કે કપડા ઉતારી દે તારા તો પીડિતા ભાગીને નીચે જવા લાગી હતી. બાબાએ કહ્યું કે તુ તો મારી પુત્રી સમાન છે, હું તો તારી પરીક્ષા લઇ રહ્યો હતો. બીજા દિવસે બાબાએ ફરીથી મહિલાને બોલાવીને ભાંગની ગોળી ખવડાવી દીધી. બાબાએ કહ્યું હતું કે ભગવાનનું ધ્યાન ધર અને બધુ સમર્પણ કરી દે. નશાની અવસ્થામાં યુવતીએ બાબાની દરેક વાત માની અને બાબાએ દુષ્કર્મ આચર્યું હતું.

6 મહિના પછી સેવિકાઓએ આશ્રમમાં બોલાવી
6 મહિના સુધી પીડિતાએ બાબાના આશ્રમમાં જવાનું ટાળ્યું હતું. તે સમયે ફરીથી બાબાએ એમની સેવિકાઓને પીડિતાને બોલાવવા માટે ટકોર કરી હતી. પીડિતા બાબા પાસે આવી પણ ખરી અને રાતે બાબાએ ફરીથી એને રૂમમાં બોલાવીને કહ્યું કે બેટા હું જ ભગવાન છું, મને બધુ સમર્પિત કરી દે. આમ કહીને બાબાએ પીડિતાને ફરીથી ભાંગની ગોળીઓ ખવડાવી હતી. ત્યારપછી બાબાએ પીડિતાના ગુપ્તાંગોને સ્પર્શવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ પીડિતા નશામાં હોવાથી એને આ વાતનું ભાન પણ રહ્યું નહતું. બાબાએ ફરીથી પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાની પુત્રીનું અફેર ચાલતું હતું
પીડિતાની પુત્રીનું પણ એક છોકરા સાથે અફેર ચાલતું હતું. જેના કારણે ઘરમાં ઘણા વિવાદો પણ જન્મતા હતા. આ તમામ વિવાદોના નિવારણ માટે બાબાએ પીડિતાની પુત્રીને પણ આશ્રમમાં બોલવાવા માટે સેવિકાઓને ટકોર કરી હતી. પીડિતાનો પતિ માની ગયો હતો, પરંતુ તેણીએ કડક શબ્દોમાં ના પાડી દીધી હતી. આ સમયે પીડિતાએ સમગ્ર ઘટનાક્રમનો ઘટસ્ફોટ કર્યો હતો અને ત્યારપછી તો બીજી ઘણી મહિલાઓ પણ દુષ્કર્મની ફરિયાદ લઇને સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...