TRSના ધારાસભ્યે સરકારી અઘિકારીનો કોલર પકડ્યો:સ્કૂલના પ્રોગ્રામમાં મોડા બોલાવવાથી નારાજ હતા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યના પહોંચતાં પહેલાં જ જિલ્લા પરિષદ અધ્યક્ષે ઉદઘાટન કરી નાખ્યું હતું

તેલંગાના રાષ્ટ્ર સમિતિ (TRS)ના ધારાસભ્ય કૃષ્ણમોહન રેડ્ડીએ મંગળવારે એક સરકારી અઘિકારીનો કોલર પકડીને ગાળાગાળી કરી. તેમને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

ઘટના જોગુલમ્બા ગડવાલ જિલ્લાની છે. ધારાસભ્ય એટલા માટે નારાજ થઇ ગયા કે તેમને એક પ્રોગ્રામમાં મોડેથી બોલાવવામાં આવ્યા. હકીકતમાં ગડવાલમાં એક સ્કૂલનું ઉદઘાટન હતું, પરંતુ તેમના પહોંચતાં પહેલાં જ જિલ્લા પરિષદ અધ્યક્ષે ઉદઘાટન કરી નાખ્યું હતું.

શું આખો મામલો?
ગડવાલમાં સ્કૂલનું ઉદઘાટન કરવા માટે જિલ્લા પરિષદ અધ્યક્ષ સરિતાથી ધારાસભ્ય નારાજગી જાહેર કરી રહ્યા હતા. ત્યારે પાછળથી સરકારી ગુરુકુલ સ્કૂલના સ્થાનિક કો-ઓર્ડિનેટરે કેટલીક ટિપ્પણી કરી. આ વાત પર ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા અને તેમનો કોલર પકડીને તેમને ધક્કો માર્યો.

TRSના ધારાસભ્ય કૃષ્ણમોહન રેડ્ડીએ રોષે ભરાતા સરકારી અઘિકારીનો કોલર પકડી લીધો હતો.
TRSના ધારાસભ્ય કૃષ્ણમોહન રેડ્ડીએ રોષે ભરાતા સરકારી અઘિકારીનો કોલર પકડી લીધો હતો.
લોકોએ રોષે ભરાયેલા નેતાજીને શાંત કર્યા હતા.
લોકોએ રોષે ભરાયેલા નેતાજીને શાંત કર્યા હતા.
ધારાસભ્ય એટલા માટે નારાજ થઇ ગયા કે તેમને એક પ્રોગ્રામમાં મોડેથી બોલાવવામાં આવ્યા હતા.
ધારાસભ્ય એટલા માટે નારાજ થઇ ગયા કે તેમને એક પ્રોગ્રામમાં મોડેથી બોલાવવામાં આવ્યા હતા.

BJPએ ધારાસભ્ય પાસે માફી માંગવાની કરી માંગ
રોષે ભરાયેલા ધારાસભ્યને ત્યાં હાજર લોકોએ શાંત કરાવ્યા. મામલામાં SP રંજન રતન કુમારે કહ્યું કે અમને હજી સુધી કોઇ ફરિયાદ મળી નથી. જો કોઇ ફરિયાદ મળશે ત્યારે અમે કાર્યવાહી કરીશું. વીડિયો વાઇરલ થયા પછી ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યને માફી માંગવા કહ્યું છે.

દેશની આ મોટી ખબર પણ વાંચો...
મેઘાલયમાં પોલીસ ફાયરિંગ, 6 લોકોનાં મોતઃ VIDEO વાઇરલ થયા બાદ હિંસા ભડકી

અસમ-મેઘાલય સીમા પર મંગળવારે સવારે પોલીસ ફાયરિંગમાં 6 લોકોનાં મોત થયાં છે. મરનારામાં અસમનો એક ફોરેસ્ટ ગાર્ડ પણ છે. જણાવવામાં આવ્યું છે કે સીમાથી લાગેલા જંગલમાં કેટલાક લોકો ટ્રકથી દાણચોરી કરી લાકડાં લઇ જતા હતા. અસમ પોલીસ અને ફોરેસ્ટ વિભાગે તેમને ફશ્ચિમ જયંતિકા હિલ્સના મુકરોહમાં રોક્યા તો ફાયરિંગ શરૂ થઇ ગયું.

અન્ય સમાચારો પણ છે...