તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમ્મુ-કાશ્મીર:આગામી મહિનામાં સલાહકાર સમિતિ બનાવવાની ચર્ચા, તેના ચીફ તરીકે પૂર્વ PDP મંત્રી અલ્તાફ બુખારીનું નામ આગળ

શ્રીનગરએક વર્ષ પહેલા
અલ્તાફે હાલમાં જ 'અપની પાર્ટી'નામથી રાજકીય પાર્ટી લોન્ચ કરી છેબુખારી બે મહિનાથી દિલ્હીમાં, શ્રીનગર
  • અમિત શાહને પણ મળ્યા; સોમવારે ઉમર અબ્દુલા પણ દિલ્હી પહોંચ્યા-સૂત્ર
  • કેન્દ્રની કોશિશ જમ્મુ-કાશ્મીરમાં ધીમી પડેલી રાજકીય ગતિવિધિઓને તેજ કરવાનું અને વિશ્વનીયતા સ્થાપિત કરવાની-સૂત્ર

જમ્મુ-કાશ્મીરમાં આગામી મહિને એક સલાહકાર સમિતિની રચના કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ચર્ચા મુજબ, રાજ્યપાલ જીસી મુર્મુની આ સલાહકાર સમિતિમાં સભ્યો એ રાજકીય લોકો હશે, જેઓએ પહેલા ચૂંટણી જીતી છે.આ સમિતિની ભૂમિકા પ્રશાસન અને વ્યવસ્થાને સંભાળવાની રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ પીડીપી મંત્રી અલ્તાફ બુખારીની નવી રાજકીય પાર્ટીથી સમિતિના સભ્યોની ચૂંટણી કરાશે. અલ્તાફે હાલમાં જ 'અપની પાર્ટી'નામથી રાજકીય પાર્ટી લોન્ચ કરી છે.

સમિતિની રચના માટે બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે- સૂત્ર
જમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019થી અનુચ્છેદ 370 હટાવ્યા પછી નવી દિલ્હી ઉપર રાજ્યમાં રાજકીય ગતિવિધીઓ કરવાનો આરોપ લાગી રહ્યો છે. કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના રાજનેતાઓની અટકાયત અને એકતરફી નિર્ણયોને લઈને પણ વિપક્ષના નિશાન ઉપર  છે. એવામાં આ સમિતિની રચના દ્વારા એ સંદેશ આપવાની કાશિશ છે કે રાજ્યનું સાશન એવા લોકો સંભાળે છે જેઓને પહેલી ચૂટણીમાં લોકોએ ચૂટ્યા છે. આ સમિતિ વિશ્વસનીયતા પાછી લાવવા અને રાજકીય ગતિવિધિઓને તેજ કરવાનું કામ કરશે. સૂત્રો મુજબ સમિતિની રચના માટે વાતચીત સતત ચાલું છે, પરંતુ આ સમિતિને બનવામાં બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.
અલ્તાફ બુખારીની ભૂમિકા અંગે સવાલ
જાણવા મળ્યું છે કે લોકડાઉન લાગુ કરાયા પછી એટલે કે લગભગ બે મહિનાથી અલ્તાફ બુખારી દિલ્હીમાં છે. વિશ્વનિય સૂત્રોના જણાવ્યા મુજબ બુખારી ઘણીવાર અમિત શાહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરની રાજનિતિ અને પોતાની પાર્ટીના રોલ અને વર્તમાન સ્થિતિને લઈને ચર્ચા થઈ.

પરંતુ આ બધાની વચ્ચે વિશ્લેષકોની જેના ઉપર નજરે છે તે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અચાનક સોમવારે શ્રીનગરથી દિલ્હી પહોંચ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે કેન્દ્ર બુખારી અને અન્ય રાજનેતાઓને પોતાની તરફ કરવાની કોશિશ કરી રહ્યું છે. કારણ કે ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તીને ભવિષ્યમાં કોઈ રાજકીય સમજૂતી કરતા અટકાવી શકાય.

વિશ્લેષકોનું માનવું છે કે અલ્તાફ બુખારી અને તેમના સાથીઓ માટે વિશ્વસનીયતા સ્થાપિત કરવાની સૌથી મોટો પડકાર હશે.  અનુચ્છેદ 370 હટ્યા પછી બુખારીની પાર્ટીના લોન્ચિંગને ઘણા લોકોએ નવી દિલ્હી માટે વરદાન સમાન માની છે.પરંતુ આ પાર્ટીના સભ્યો સલાહકાર સમિતિમાં પોતાના રોલને સ્વીકાર કરશે તો તેના ઉપર બીજેપીનો થપ્પો લાગી જશે.

અન્ય સમાચારો પણ છે...