તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Dinesh Trivedi Says Best Leadership At The Center, Atmosphere Of Violence And Corruption In Bengal

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રિવેદીના ભાજપમાં જવાના સ્પષ્ટ સંકેત:દિનેશ ત્રિવેદીએ કહ્યું- કેન્દ્રમાં હાલ સૌથી સારી લીડરશિપ, બંગાળમાં હિંસા અને ભ્રષ્ટાચારનું વાતાવરણ

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળમાં સરકાર ચલાવી રહેલા TMCને ઝાટકો આપ્યાંને એક દિવસ બાદ દિનેશ ત્રિવેદીએ ભાજપમાં જવાના સ્પષ્ટ સંકેત આપ્યાં છે. શુક્રવારે રાજ્યસભના સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ દિનેશ ત્રિવેદીએ શનિવારે કહ્યું કે, "હું ભાજપમાં અને તેના સીનિયર લીડર્સનો ઘણો જ આભારી છું. મને મીડિયાથી ખ્યાલ આવ્યો છે કે ભાજપે મને પાર્ટી જોઈન કરવાની ઓફર દિધી છે. આ પ્રિવિલેજ છે. હાલના સમયમાં કેન્દ્રમાં સૌથી સારી લીડરશિપ છે. સમગ્ર દુનિયાએ તે વાતનો સ્વીકાર કરી રહી છે."

'આપણે જે દૌર તરફ વધી રહ્યાં છીએ, તે ભારતનો સમય કહેવાશે'
ત્રિવેદીએ કહ્યું કે દુનિયા હવે ભારતને ઓળખી રહી છે, હું ઘણાં લાંબા સમયથી આ વાત જણાવું છું. લોકો ભારત તરફ મીટ માંડી રહ્યાં અને તેઓને આપણી પાસે કેટલીક આશાઓ છે. દેશ હકિકતમાં વિકાસના માર્ગે છે. આપણે જે સમય તરફ આગળ વધી રહ્યાં છીએ તે ભારતનો સમય કહેવાશે. ઘણી બધી નવી વસ્તુઓ થઈ રહી છે, તે પછી ભલેને ડિજિટલ ઈન્ડિયા હોય કે પછી ઈનોવેશન. આ વાત દેશ માટે ઘણો જ ઉત્સાહવાળો સમય છે. જ્યારે લોકો રોકાણની વાત કરે છે ત્યારે પણ તેઓ ભારતને જ પ્રાથમિકતા આપે છે.

'મગજમાં પ્રોસેસ ચાલી રહી હતી, તેથી જ રાજીનામું આપવાનો નિર્ણય લીધો'
ત્રિવેદીને જ્યારે રાજ્યસભામાંથી રાજીનામું આપવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે જ્યારે વરસાદ પડે છે અને વીજળી ચમકે છે તો તે અચાનક નથી થતું. એક પ્રોસેસ થાય છે. અચાનક કંઈ પણ નથી થયું. કંઈ પણ એકાએક બને તે પહેલાં એક ડેવલપમેન્ટ થાય છે. શુક્રવારે સવારે મેં તેવું વિચાર્યું ન હતું કે બપોર પછી હું સાંસદ પદ છોડી દઈશ, પરંતુ મગજમાં એક પ્રોસેસ ચાલી રહી હતી.

ત્રિવેદીએ આ પ્રોસેસ અંગે જણાવ્યું કે તેમના મગજમાં શું ચાલી રહ્યું હતું. તેઓએ જણાવ્યું, 'બંગાળમાં વધુ પ્રમાણમાં હિંસા અને ભ્રષ્ટાચાર છે. હું બંગાળથી TMCનો સાંસદ છું. ત્યાં TMCનું શાસન છે, પરંતુ જો હું કંઈ જ ન કરી શકું તો મને અહીં (રાજ્યસભા)માં કેમ બેસવું જોઈએ? આ વિચાર આવતાં જ મને થયું કે અહીં બેસવાનું કોઈ જ કારણ નથી. કાં તો હું વસ્તુઓને યોગ્ય કરું છું કે તેનો પ્રયાસ કરું છું. મેં પૂરો પ્રયાસ કર્યો, પરંતુ સફળ ન થયો.'

'મેં નડ્ડાજીની કાર પર થયેલા હુમલાની નિંદા કરી તો TMCએ વિરોધ કર્યો'
બંગાળમાં હિંસાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા ત્રિવેદીએ કહ્યું કે જ્યારે નડ્ડાજીની કાર પર હુમલો થયો તો મેં નિંદા કરી હતી, ત્યારે TMCએ મારો વિરોધ કર્યો. જ્યારે હું ભ્રષ્ટાચાર વિરૂદ્ધ બોલ્યો તો પાર્ટીએ મારી નિંદા કરી. મને લાગે છે કે લોકો હિંસા અને ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે. હિંસા અને ભ્રષ્ટાચાર વચ્ચે વિકાસ ન થઈ શકે.

મમતા બેનર્જી પર કટાક્ષ- ડરના વાતાવરણમાં માથું ઊંચુ ન રહી શકે
ત્રિવેદીએ કહ્યું કે જો વાતાવરણ સારું નહીં હોય તો ઈનોવેશન નહીં થાય, સફળતા નહીં મળે. બંગાળના લોકોની સ્થિતિની વાત કરતા ત્રિવેદીએ કહ્યું કે હાલ મગજમાં એક ડર છે અને માથું ગંદા નાળામાં છે. મમતા બેનર્જીએ સમજવું જોઈએ કે દરેક લોકોનું માથું ઊંચુ રહેવું જોઈએ. જો હિંસાનું વાતાવરણ હશે તો ડર રહેશે. ડર હશે તો તમારું માથું ઊંચુ નહીં રહી શકે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો