તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Dinesh Trivedi Resign Update | Mamta Banerjee TMC Rajya Sabha MP Dinesh Trivedi Resigning During Discussion In Parliament

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TMC સાંસદનું રાજ્યસભામાંથી રાજીનામું:તૃણમૂલ કોંગ્રેસે દિનેશ ત્રિવેદીને વિશ્વાસઘાતી ગણાવ્યા; હવે ગુજરાતમાંથી રાજ્યસભામાં જઈ શકે કચ્છીમાડુ દિનેશ ત્રિવેદી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહમાં કહ્યું- અફસોસ છે કે બંગાળમાં હિંસા અટકાવવામાં નિષ્ફળ રહ્યો

પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકારની મુશ્કેલીનો કોઈ અંત નથી. પક્ષના વરિષ્ઠ નેતા દિનેશ ત્રિવેદીએ શુક્રવારે રાજ્યસભામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. પક્ષે તેમના આ નિર્ણયને ઉપકારનો બદલો અપકાર સમાન ગણાવ્યો છે. તો બીજી બાજુ ભાજપે કહ્યું છે કે તેમનું પક્ષમાં સ્વાગત છે.

ભાજપમાં જોડાય તેવી શક્યતા
ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પૈકી એક બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ છોડી ચૂકેલા બંગાળના દિગ્ગજ નેતા ભાજપના ઉમેદવાર હોઇ શકે. ગુજરાતમાં પહેલી માર્ચે બે બેઠકો માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે, તેવા સંજોગોમાં પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ તૃણમૂલ કોંગ્રેસ છોડ્યું છે અને હવે તે ભાજપમાં જોડાઇ શકે છે. તેઓ મૂળે ગુજરાતી હોવાથી તેમને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે, તેવી ગુજરાતના રાજકીય વર્તુળોમાંથી ચર્ચા ચાલી રહી છે.

ભાજપ 16મીએ નામ જાહેર કરશે
આ ચર્ચા મુજબ ત્રિવેદી ગુજરાતમાંથી રાજ્યસભાના મેમ્બર તરીકે ચૂંટાઇ આવે તે પછી તેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સ્થાન પાક્કું છે. ત્રિવેદીને ફરી એકવાર રેલવે મંત્રી બનાવાઇ શકે છે તેવું પણ આ ચર્ચાઓમાં સંભળાય છે. ભાજપ સોળમી તારીખ સુધીમાં પોતાના બન્ને ઉમેદવારના નામ ફાઇનલ કરી દેશે અને સત્તરમીએ આ નામ જાહેર થઇ શકે છે. અઢાર ફેબ્રુઆરી રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાનો અંતિમ દિવસ છે અને તે જ દિવસે બન્ને ઉમેદવારો ફોર્મ ભરશે.

ભાષણમાં સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપ્યું
ત્રિવેદીએ ગૃહમાં પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે તેઓ રાજીનામું આપી રહ્યા છે. તેમના રાજ્ય બંગાળમાં હિંસા થઈ રહી છે અને તેઓ કશું બોલી શકતા નથી. આથી ગૂંગળામણ અનુભવે છે. મારો અંતરઆત્મા કહે છે કે જો તમે કશું કરી શકતા ન હોય તો રાજીનામું આપી દો અને હું તે જ કરી રહ્યો છું. હું રાજ્યના લોકો વચ્ચે કામ કરતો રહીશ. ત્રિવેદીએ સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપી કહ્યું કે મારો અંતરઆત્મા કહે છે- ઊઠો, જાગો અને ત્યાં સુધી ચાલતા રહો જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય.

​​​​​​​ટીએમસીના નાયબ નેતા સુખેન્દુ શેખર રોયે કહ્યું કે આટલા વર્ષ સુધી કશું કહ્યું નહીં પણ વિધાનસભા ચૂંટણી પહેલા ફરિયાદ કરવા લાગ્યા. તેમનો અસલી રંગ સામે આવી ગયો છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું ત્રિવેદી નહીં જે લોકો પ્રમાણિકતાથી કામ કરવા માંગે છે તે કોઈ ટીએમસીમાં રહેવા માંગતું નથી. જો તેઓ ભાજપમાં આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે.

દિનેશનો દબદબોઃ ભાજપનો ભગવો ધારણ કરે એવી શક્યતા
દિનેશ ત્રિવેદી ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડી શકે છે. તેઓ TMCમાંથી રાજીનામું આપી ચૂક્યા છે, પણ હાલ તેમના તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. અટકળો પ્રમાણે 14 તારીખે ત્રિવેદી ભાજપમાં જોડાઈ શકે છે. કોલકાતામાં મોદીની હાજરીમાં ભાજપમાં જોડાય એવી પણ શક્યતાઓ છે. ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોની ચૂંટણી યોજાવાની છે. 1લી માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણી છે. આ બંને બેઠક અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધનથી ખાલી પડી છે. રાજ્યસભા સાંસદ પછી દિનેશ ત્રિવેદીને મંત્રી બનાવવાની શક્યતાઓ છે. તેમને રેલવે કે નાણાં મંત્રાલય સોંપાય એવી પણ સંભાવનાઓ છે.

સૌથી સર્વોપરિ દેશ હોય છે
ત્રિવેદીએ શરૂઆતમાં કહ્યું હતું કે દરેક મનુષ્યના જીવનમાં એક સમય આવે છે, જ્યારે તેને અંતરાત્માનો અવાજ સંભળાય છે. મારા જીવનમાં પણ આવો સમય આવ્યો છે. હું અહીં બેસીને વિચારી રહ્યો હતો કે આપણે રાજકારણમાં કેમ આવીએ છીએ. દેશ માટે આવીએ છીએ. સૌથી સર્વોપરિ દેશ હોય છે. બે દિવસ પહેલાં વડાપ્રધાન અને ગુલામ નબી આઝાદ પણ દેશ માટે પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા હતા. એક સત્તા પક્ષ અને એક વિપક્ષ હતો. જ્યારે રેલવેમંત્રી હતો, એ દિવસે પણ મારા જીવનમાં આવો સમય આવ્યો હતો. જ્યારે નિર્ણય કરવો પડ્યો હતો કે દેશ મોટો છે, પક્ષ મોટો છે કે પછી તમે પોતે મોટા છો.

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશે કોરોના વિરુ્દ્ધ જંગ લડ્યા
દિનેશ ત્રિવેદીએ કહ્યું હતું કે આજે પણ જ્યારે જોઈએ છીએ કે દેશની શું પરિસ્થિતિ છે. આખી દુનિયા ભારત તરફ જુએ છે. કોવિડ-19 દરમિયાન પણ દુનિયા જોઈ રહી હતી કે કેવી રીતે ભારત આગળ વધે છે. ઘણી સારી રીતે આપણે સૌએ મળીને આ લડાઈ લડી. 130 કરોડ લોકોએ મળીને કોવિડ-19 વિરુદ્ધ લડાઈ લડી, પણ નેતૃત્વ વડાપ્રધાનનું હતું.

મારા પ્રાંતમાં હિંસા થઈ રહી છે, મારો શ્વાસ રૂંધાય છે
તેમણે કહ્યું હતું કે જે રીતે મારા પ્રાંતમાં હિંસા થઈ રહી છે; મને અહીં બેઠાં બેઠાં ખરાબ લાગી રહ્યું છે. આપણે એ પ્રાંતમાંથી આવીએ છીએ, જ્યાંથી રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ આવે છે. આપણે સૌ જન્મભૂમિ માટે જ છીએ. એટલા માટે મારાથી આ જોઈ શકાતું નથી. હું એક પાર્ટીમાં છું અને એના અમુક નિયમો છે, પણ મારો હવે દમ ઘૂંટાઈ રહ્યો છે કે હું કંઈ નથી કરી શકતો. તો આ તરફ બંગાળમાં અત્યાચાર વધી રહ્યો છે. મારા આત્માનો અવાજ એવું કહી રહ્યો છે કે અહીં બેઠાં બેઠાં ચૂપચાપ રહો અને કંઈ ન કરી શકો તો અહીંથી રાજીનામું આપી દો. હું બંગાળ માટે આગળ કામ કરતો રહીશ.

TMC સાંસદે કહ્યું, તૃણમૂલનો અર્થ ગ્રાસરૂટ
તેમના સાંસદ દિનેશ ત્રિવેદીના રાજીનામા અંગે TMCના સાંસદ સુખેન્દુ એસ. રોયનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે તૃણમૂલનો અર્થ ગ્રાસરૂટ છે. ત્રિવેદીના રાજીનામાથી એક તક મળી છે કે આપણે આપણા ગ્રાસરૂટ લેવલના કોઈ કાર્યકર્તાને રાજ્યસભામાં મોકલી શકીએ છીએ.

અત્યારસુધી 11 TMC ધારાસભ્યોએ ભાજપનો હાથ પકડ્યો
બંગાળમાં છેલ્લા બે મહિનાની અંદર 11 TMC નેતાએ ભાજપનો હાથ પકડ્યો છે. TMCને છોડીને ભાજપ જોઈન કરવાનો સિલસિલો 19 ડિસેમ્બરથી વધી ગયો છે. જ્યારે શુભેન્દુની સાથે સાથે સાંસદ સુનીલ મંડલ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા.

કોણ છે દિનેશ ત્રિવેદી?
ત્રિવેદીનો જન્મ ગુજરાતના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે હિમાચલપ્રદેશની એક બોર્ડિંગ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ત્યાર પછી કોલેજના અભ્યાસ માટે કોલકાતા ગયા, જ્યાં તેમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્રિવેદી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પણ ગયા, તેમણે ટેક્સાસ વિશ્વવિદ્યાલયથી MBA કર્યું છે. તેમની પાસે કોમર્શિયલ પાઇલટનું લાઈસન્સ પણ છે.

ત્રિવેદીએ રાજકીય સફરની શરૂઆત 1980ના સમયમાં કોંગ્રેસથી કરી હતી, પણ 1998માં જ્યારે મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી તો તેઓ પણ TMCમાં જોડાઈ ગયા.
ત્રિવેદીએ રાજકીય સફરની શરૂઆત 1980ના સમયમાં કોંગ્રેસથી કરી હતી, પણ 1998માં જ્યારે મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી તો તેઓ પણ TMCમાં જોડાઈ ગયા.

દિનેશ ત્રિવેદીની રાજકીય સફર
ત્રિવેદીની રાજકીય સફરની શરૂઆત 1980ના સમયમાં કોંગ્રેસથી થઈ હતી, પણ 1998માં જ્યારે મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી તો તેઓ પણ TMCમાં જોડાઈ ગયા અને તેમને પાર્ટીના પહેલા મહાસચિવ બનાવાયા હતા. TMCમાં આવતાં પહેલાં તેઓ 1990થી 96 સુધી ગુજરાતથી રાજ્યસભા સભ્ય હતા. ત્યાર પછી TMCએ પશ્વિમ બંગાળથી તેમને રાજ્યસભામાં મોકલ્યા અને તેઓ 2002થી 2008 સુધી સાંસદ તરીકે રહ્યા.

વર્ષ 2006 દરમિયાન જ્યારે મમતા બેનર્જીનો રાજકીય ગ્રાફ નીચે ગગડ્યો ત્યારે ત્રિવેદી જ તેમની સાથે ઊભા રહ્યા હતા.
વર્ષ 2006 દરમિયાન જ્યારે મમતા બેનર્જીનો રાજકીય ગ્રાફ નીચે ગગડ્યો ત્યારે ત્રિવેદી જ તેમની સાથે ઊભા રહ્યા હતા.

2009ની લોકસભા ચૂંટણીમાં દિનેશ ત્રિવેદી બેરકપુર બેઠક પરથી લડ્યા અને જીત્યા હતા. 2009માં તેમને કેન્દ્રમાં રાજ્યમંત્રી બનાવાયા હતા. મમતા બેનર્જીના સીએમ બન્યા પછી દિનેશ ત્રિવેદીને 13 જુલાઈ 2011ના રોજ દેશના રેલવેમંત્રી બનાવાયા હતા. જોકે એક વર્ષ પછી મમતા બેનર્જીએ રેલવે બજેટમાં યાત્રી ભાડું વધારવાના દિનેશ ત્રિવેદીના નિર્ણયના વિરોધમાં તેમને રેલવેમંત્રીપદ પરથી હટાવી દીધા હતા. તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ ત્રિવેદી 2011થી 2012 સુધી કેન્દ્ર સરકારમાં રેલવેમંત્રી રહ્યા. વર્ષ 2009માં પહેલી વખત બૈરકપુરથી TMCના લોકસભા સાંસદ બન્યા. વર્ષ 2006 દરમિયાન જ્યારે મમતા બેનર્જીનો રાજકીય ગ્રાફ નીચે ગગડ્યો ત્યારે ત્રિવેદી જ તેમની સાથે ઊભા રહ્યા હતા.

મમતા બેનર્જીના સીએમ બન્યા પછી દિનેશ ત્રિવેદીને 13 જુલાઈ 2011ના રોજ દેશના રેલવેમંત્રી બનાવાયા હતા.
મમતા બેનર્જીના સીએમ બન્યા પછી દિનેશ ત્રિવેદીને 13 જુલાઈ 2011ના રોજ દેશના રેલવેમંત્રી બનાવાયા હતા.
મમતા બેનર્જીએ હાર્દિક પટેલ માટે દિનેશ ત્રિવેદી સાથે રાખડી મોકલાવી હતી.
મમતા બેનર્જીએ હાર્દિક પટેલ માટે દિનેશ ત્રિવેદી સાથે રાખડી મોકલાવી હતી.

એક દિવસ પહેલાં જ બંગાળયાત્રા પર ગયા હતા અમિત શાહ
ગુરુવારે જ ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે ઠાકુરનગરમાં રેલીને સંબોધિત કરતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કર્યા હતા. તેમણે નાગરિકતા સંશોધન કાયદા લાવવાની વાત પણ કહી હતી. શાહે કહ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં હિંસાનો સમય અટકાવીને વિકાસનો નવો સમય શરૂ કરવા જઈ રહી છે. હું બીજી વખત ઠાકુરનગરની પવિત્ર ધરતી પર આવ્યો છું. અમુક પરિસ્થિતિઓને કારણે મારી ગત વખતની મુલાકાત રદ થઈ હતી. તો મમતા દીદી ખુશ થઈ ગયાં. દીદી હજી ઘણો સમય છે એપ્રિલ સુધી, હું ઘણી વખત આવીશ. જ્યાં સુધી તમે ચૂંટણી હારી નહીં જાઓ ત્યાં સુધી આવીશ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો