• Gujarati News
  • National
  • Dinesh Arora, Who Is Close To Him In The Liquor Scam, Will Be A Government Witness, Accused Of Violating Policy Rules.

મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી:દારૂ કૌભાંડમાં તેમના ખાસ દિનેશ અરોરા જ સરકારી સાક્ષી બનશે, તેમના પર નીતિના નિયમો તોડવાનો આરોપ

એક મહિનો પહેલા

દિલ્હી દારૂ કૌભાંડમાં ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. CBIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે સિસોદિયાના એક સહયોગી અને બિઝનેસમેન દિનેશ અરોરા સરકારી સાક્ષી બની શકે છે. ગત અઠવાડિયે જ અરોરાને દિલ્હીના એક કોર્ટે બેઇલ આપી છે, જેનો CBIએ પણ વિરોધ કર્યો નથી.

દિનેશ અરોરાએ સોમવારે કોર્ટને કહ્યું કે તે પોતાની ઇચ્છાથી સરકારી સાક્ષી બની રહ્યો છે. તે આ કેસ સાથે જોડાયેલી માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરશે. અગાઉ સીબીઆઈએ અરોરાને સાક્ષી બનાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે અરોરાએ અમને કેસ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી છે. તે અમને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.

કોણ છે દિનેશ અરોરા?
CBIએ 17 ઑગસ્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં FIR નોંધી હતી. FIR મુજબ, બડ્ડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ ગુરુગ્રામના ડાયરેક્ટર અમિત અરોરા, દિનેશ અરોરા અને અર્જુન પાંડે સિસોદિયાના નજીકના હતા. આ લોકો દારૂના લાયસન્સધારકો પાસેથી પૈસા લેવા અને આરોપીઓ પછી પોલીસ અધિકારીઓને બીજી વાતોમાં સામેલ કરી લેતા હતા. સીબીઆઈએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાધા ઈન્ડસ્ટ્રીઝના દિનેશ અરોરાએ ઇન્ડોસ્પિરિટ્સના સમીર મહેન્દ્રુ પાસેથી એક કરોડ રૂપિયા લીધા હતા.

CBI તપાસ શરૂ થયા પછી નવી નીતિ લાગુ કરવામાં આવી નથી
મનીષ સિસોદિયાએ 1 ઓગસ્ટ, 2022 ના રોજ જાહેરાત કરી હતી કે જૂની દારૂની નીતિ લાગુ થશે, પરંતુ આ કેસમાં CBIએ તપાસ શરૂ કર્યા પછી, તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું હતું કે 'કેન્દ્ર સરકારે આ પોલિસીમાં CBIની એન્ટ્રી કરાવી છે, તેથી કોઈપણ કોન્ટ્રાક્ટ લઈ ના શકે. આથી હાલ અમે આ નીતિને લાગુ નથી કરી રહ્યા.'

ડેપ્યુટી સીએમએ કહ્યું હતું કે 'નવી એક્સાઇઝ પોલિસીથી ભાજપનો ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો હોત અને એક વર્ષમાં 9,500 કરોડની આવક થઈ હોત. હાલમાં દિલ્હીમાં 468 દારૂની દુકાનો ચાલી રહી છે. ભાજપનો હેતુ એ છે કે દિલ્હીમાં ગેરકાયદેસર દારૂ વેચાય છે.

આ નવી દારૂ નીતિની નીચે દિલ્હી સરકારે આ પાંચ નિર્ણય લીધા છે...

  • સમગ્ર દિલ્હીને 32 ઝોનમાં વિભાજીત કરીને દરેક ઝોનમાં 27 દારૂના વેંડર હોવાનું કહ્યું હતું.
  • જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દિલ્હી સરકાર હવે દારૂ વેચવાનું કામ નહીં કરે.
  • હવે દિલ્હીમાં દારૂ વેચવા માટે માત્ર ખાનગી દુકાનો હશે.
  • દરેક વોર્ડમાં 2 થી 3 વિક્રેતાઓને દારૂ વેચવાની છૂટ આપવામાં આવશે.
  • દારૂની દુકાનો માટે લાયસન્સ આપવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.

નવી દારૂની નીતિમાં આ 4 નિયનોને તોડવાનો આરોપ લાગ્યો છે...

  • 1991 GNCTD અધિનિયમ
  • 1993 વ્યાપાર નિયમોના લેનદેન (TOBR)
  • 2009 દિલ્હી ઉત્પાદ ફીસ અધિનિયમ
  • 2010 દિલ્હી ઉત્પાદ ફીસ નિયમ