તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dilip Saheb Did Not Forget Peshawar Till The End, After Hearing The News Of His Demise People Started Coming To See His Mansion

પાકમાં દિલીપ કુમારના ગામથી રિપોર્ટ:દિલીપ સાહેબ છેક સુધી પેશાવરને ભુલ્યાં ન હતા, તેમના નિધનના સામાચાર સાંભળ્યા પછી લોકો તેમની હવેલી જોવા આવવા લાગ્યા

ઈસ્લામાબાદએક મહિનો પહેલાલેખક: હફીઝ ચાચડ
  • પાકિસ્તાન સરકારે તેમને 1997માં નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડથી સન્માનિત કર્યા હતા
  • 2017માં તેમના ઘરને મ્યુઝિયમ બનાવવાની પણ જાહેરાત કરાઈ

પાકિસ્તાનમાં પેશાવરના દરેક ઘરમાં શોક છે. તેમના માનીતા દિલીપ સાહેબ આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. અહીં લોકો કામકાજ છોડીને ટીવી પર તમામ દ્રશ્યો જોઈ રહ્યાં છે. ભારત અને પાકિસ્તાન બંને દેશ અલગ થઈ ગયા પરંતુ પેશાવર દિલીપ સહેબને નથી ભુલ્યું અને દિલીપ સાહેબ પોતાની જન્મભૂમિ પેશાવરને.

દિલીપ સાહેબ ચાલ્યા ગયા પરંતુ છેલ્લા શ્વાસ સુધી તેમનું વતન પેશાવર તેમના દિલમાંથી ન નીકળી શક્યું. તેઓ અલગ-અલગ માધ્યમથી શહેરના લોકો સાથે સતત સંપર્કમાં રહ્યાં. આ જ કારણે તેમના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેમના પ્રશંસક સોશિયલ મીડિયા પર વિવિધ રીતે તેમના પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરી રહ્યાં છે. તેમની ગલીઓ-મોહલ્લા અને પેશાવર શહેર પોતાની રીતે તેમને યાદ કરી રહ્યાં છે.

હિન્દુસ્તાનના જાણીતા એક્ટર દિલીપ કુમારના નિધનથી હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં તેમના ફેનમાં શોક છે. ત્યારે તેમના વતન પેશાવરના લોકો પણ ગમમાં છે.

દિલીપ કુમારનો જન્મ પેશાવરના જુના મોહલ્લા ખિસા ખ્વાની બજારમાં 11 ડિસેમ્બર 1922ના રોજ થયો હતો અને પછી થોડા વર્ષો બાદ તેમનો પરિવાર અહીંથી મુંબઈ શિફ્ટ થઈ ગયો હતો. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા પરંતુ તેઓ પોતાના શહેર પેશાવરને યાદ કરતા રહ્યાં. જ્યારે પણ તેઓ સોશિયલ મીડિયા પર પેશાવર અંગે સમાચાર જોતા હતા ત્યારે તેઓ તેનો ઉલ્લેખ જરૂર કરતા હતા.

પાકિસ્તાનના પેશાવરમાં દિલીપ કુમારની હવેલી.
પાકિસ્તાનના પેશાવરમાં દિલીપ કુમારની હવેલી.

પેશાવરવાસીઓને યાદ છે કે તેમણે એક વખત ટ્વિટર એકાઉન્ટ પર પેશાવરવાસીઓને કહ્યું હતું કે તેઓ તેમના ઘરની તસ્વીર તેમની સાથે શેર કરે. તેમણે આ વાત કહ્યાં પછી લાખો લોકોએ તેમના ઘરની તસ્વીર શેર કરી હતી. પેશાવરના કેટલાક પત્રકારો પણ તેમના સતત સંપર્કમાં રહેતા હતા અને તેમને તાજા માહિતી આપતા રહેતા હતા.

પાકિસ્તાન સરકારે બોલિવૂડમાં તેમના કામની પ્રશંસા કરતા 1997માં તેમને નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને 1998માં જ્યારે તેઓ એવોર્ડ લેવા પાકિસ્તાન આવ્યા હતા ત્યારે તેમણે પોતાના પેશાવર ખાતેના જુના ઘરની મુલાકાત કરી હતી. સરકારે 2017માં તેમના ઘરને મ્યુઝિયમ બનાવવાની પણ જાહેરાત કરી છે. આ એક હવેલી છે.

ઘરના માલિકે દિલીપ કુમારના ઘરને ધરાશયી કરીને પ્લાઝા બનાવવાની કોશિશ કરી પરંતુ સરકારે તેમને આમ કરવાથી અટકાવ્યા અને ઘરને પોતાના કબ્જામાં લઈ લીધું.

દિલીપ કુમાર 1998માં જ્યારે એવોર્ડ લેવા પાકિસ્તાન ગયા હતા ત્યારે તેમણે પોતાના જુના ઘરની મુલાકાત કરી હતી.
દિલીપ કુમાર 1998માં જ્યારે એવોર્ડ લેવા પાકિસ્તાન ગયા હતા ત્યારે તેમણે પોતાના જુના ઘરની મુલાકાત કરી હતી.
દિલીપ કુમારની હવેલીને 2014માં પાકિસ્તાન સરકારે હેરિટેજ જાહેર કરી હતી.
દિલીપ કુમારની હવેલીને 2014માં પાકિસ્તાન સરકારે હેરિટેજ જાહેર કરી હતી.

દિલીપ સાહેબ તો પાકિસ્તાનની છોકરીઓની જીંદગી બગાડીને આવ્યા છે...
લાહોરમાં પાકિસ્તાનની ફિલ્મ એક્ટ્રેસ આસમા અબ્બાસે જ્યારે તેમની 90 વર્ષની બેડ રિડન અમ્મી મહૂમદા અહમદ બાશીરને જણાવ્યું કે દિલીપ સાહેબ ન રહ્યાં, તો તેઓ રડવા લાગ્યા. કહ્યું- તે પણ ચાલ્યા ગયા, હું જ લેટ થઈ ગઈ છું, હવે મારો વારો.

આસમા અબ્બસ જણાવે છે કે દિલીપ સાહેબ અમારા દિલમાં વસેલા હતા.
આસમા અબ્બસ જણાવે છે કે દિલીપ સાહેબ અમારા દિલમાં વસેલા હતા.

મહમૂદા 50 વર્ષની ઉંમરમાં મોટી બહેનની સાથે જ્યારે હિન્દુસ્તાન આવી તો દિલીપ સાહેબને મળી હતી. બંને બહેનોએ દિલીપ સાહેબને કહ્યું હતું કે પાકિસ્તાનમાં તો તે છોકરીઓની જીંદગી બગાડીને આવ્યા છે. કારણ કે છોકરીઓ તેમના નામે ઝેર ખાવા તૈયાર હતી. આ બાબત પર દિલીપ સાહેબ શરમાઈ ગયા હતા. પછીથી તેમણે કહ્યું હતું હું માફી ઈચ્છું છું જો મારા કારણે પાકિસ્તાનમાં આવ્યું થયું હોય તો.

પાકિસ્તાનમાં પણ રાષ્ટ્રપતિથી લઈને ક્રિકેટર સુધીના લોકોએ શોક વ્યક્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...