તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Digvijay's Younger Brother Laxman's Wife Said Everyone Knows What Happened To Kashmiri Pandits; Does Congress Say It Plans To Bring 370 Back?

દિગ્વિજયના નિવેદન મુદ્દે પીડા:દિગ્વિજયના નાના ભાઈ લક્ષ્મણના પત્નીએ કહ્યું- સૌ જાણે છે કે કાશ્મીરી પંડિતો સાથે શું થયું; કોંગ્રેસ જણાવે કે શું 370 ફરીથી લાવવાનો વિચાર છે?

ગુના3 મહિનો પહેલાલેખક: આશિષ રઘુવંશી
  • રૂબીના સિંહે કહ્યું, કોઈએ પણ કાશ્મીરી પંડિતોને મદદ કરી નહીં

કાશ્મીરમાં આર્ટીકલ 370 પર ફરીથી વિચાર કરવા બાબતે મધ્યપ્રદેશના મુર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના નિવેદન પર તેમના નાના ભાઈ લક્ષ્મણ સિંહના પત્ની રૂબીના સિંહનું દર્દ છલકાયું છે. રૂબીનાનું કહેવું છે કે આર્ટીકલ 370નું દર્દ મેં સહન કર્યું છે. જો દિલ્હીમાં ઘર ન હોત તો ક્યાં જાત, જેમનું ઘર ન હતું, તેમનું શું થયું હશે? કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ કે છું ખરેખર 370 મુદ્દે તેમનો ફરીથી વિચાર કરવાની યોજના છે જે રીતે નિવેદન આપવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કરના સંવાદદાતાએ આ મુદ્દે રૂબીના સિંહ સાથે ચર્ચા કરી, જાણો શું કહ્યું તેમણે...

આ સમગ્ર મુદ્દા પર આપનું શું કહેવું છે?
જવાબ-
મારે જે કહેવાનું હતું. તે મેં ટ્વીટ દ્વારા કહી ચૂકી છું. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કાશ્મીરી પંડિતો બાબતે આ પ્રકારની બિનજરૂરી વાત કહેવામા આવી રહી છે. તે ખૂબ જ દુખદાયક છે. હું તેને મુદ્દો બનવા માંગતી નથી. કોંગ્રેસે વિચારવાનું છે કે આ શું થઈ રહ્યું છે.

કાશ્મીરી પંડિતો અને તેમના અનામત બાબતે આપનો અભિપ્રાય શું છે?
જવાબ-
કાશ્મીરી પંડિતોના અનામત બાબતે જે વાત કરવામાં આવી રહી છે, તે એકદમ ખોટું છે. તેમણે માટે કોઈ અનામત ક્યારેય હતું જ નહીં. મને તે સમજાઇ રહ્યું નથી કે આ વિષયને કેમ લાવવામાં આવી રહ્યો છે.

પતિ લક્ષ્મણ સિંહની સાથે રૂબીના સિંહ.
પતિ લક્ષ્મણ સિંહની સાથે રૂબીના સિંહ.

આર્ટીકલ-370 બાબતે તમારો શું વિચાર છે?
જવાબ-
હું તે કહી શકું છે કે મોટાભાગના કાશ્મીરી આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયથી ખુશ છે. તે લાગુ રહેવા દરમિયાન કાશ્મીરી પંડિતો સાથે કેવું વર્તન કરવામાં આવતું હતું, તે કોઈનાથી છુપું નથી. તેઓ તે સમયે ખુશ ન હતા. સરકારોએ પણ તેમના માટે કોઈ ખાસ પ્રયત્નો કર્યા ન હતા. ન તો કોંગ્રેસ અને ન તો ભાજપે કંઇ કર્યું. જેવુ તેમના (દિગ્વિજય સિંહ) મુદ્દામાં આવ્યું છે કે કોંગ્રેસ સત્તામાં આવવા પર 370 પર ફરીથી વિચાર કરશે તો કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ કે શું ખરેખર આ બાબતે તેમની કોઈ યોજના છે.

દિગ્વિજય સિંહના આ મુદ્દાને કઈ રીતે જુઓ છો?
જવાબ-
તેઓ માર જેઠ છે. અમે તેને પરિવારિક મુદ્દો બનાવવા માંગતા નથી. પરંતુ તે સમજાતું નથી કે તેઓ આ મુદ્દાને કેમ ઉઠાવી રહ્યા છે. તે પણ પાકિસ્તાની પત્રકાર સામે...જે ક્યારેક યોગ્ય નથી. કાશ્મીર મુદ્દે આવું નિવેદન જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. હું તેમની સાથે આ મુદ્દે ઝઘડો કરી રહી નથી. માત્ર જણાવવા માંગુ છું કે આ ખોટું છે. આ જે થયું છે, તે મોટાભાગના કાશ્મીરી પંડિતોને ઠેસ પહોંચાડી રહ્યું છે. લોકશાહીમાં તેમને પોતાની વાત રજૂ કરવાની આઝાદી છે, પણ અમને ખૂબ જ દુખ થયું છે.

તમે કાશ્મીર સાથે સંબંધ રાખો છો?
જવાબ-
હું મૂળ રૂપે કાશ્મીરી છું. મારા માતા કાશ્મીરી છે. અમારા ત્યાં બે ઘર હતા. એક શ્રીનગરમાં અને એક ગુલમર્ગમાં. જ્યારે આ મુશ્કેલીઓ (કાશ્મીરી પંડિતો વાળી) શરૂ થઈ, તે દરમિયાન અમે અમારા બંને ઘર ગુમાવી બેઠા. અમારે ઘર છોડીને દિલ્હી આવવું પડ્યું હતું. કોઈપણ સરકારે અમારી ચિંતા કરી નહીં કે કોઈ મદદ પણ કરી નહીં. ત્યાં સુધી કે કોઈ સરકારે આ નુકશાનીની ભરપાઈ પણ કરી નહીં.

ભાજપે પણ કોઈ મદદ કરી નહીં. તે વાત એકદમ સ્પષ્ટ છે કે કાશ્મીરી પંડિતોને કોઈએ પણ મદદ કરી નહીં. તે ખુબ દુખદાયક છે. જ્યારે અમે તે ભયાનક સમય બાદ જીવન ફરીથી શરૂ કરવા માંગ્યું, ત્યારે પણ ક્યાંયથી કોઈ મદદ મળી નહીં. જો અમારી પાસે દિલ્હીમાં ઘર ન હોત તો અમારું શું થયું હોત. અમારી પાસે તો વ્યવસ્થા હતી તો અમે દિલ્હી આવી ગયા, પણ તેમનું શું થયું હશે, જેમની પાસે કંઇ હતુ જ નહીં.

ફરીથી આ મુદ્દો સામે આવ્યો છે, તેને કઈ રીતે જોવો જોઈએ?
જવાબ-
મેં તે ટ્વીટ ગુસ્સામાં કર્યું નથી, તે મારી પીડા છે. જે દેશ સામે આપણે લડી રહ્યા છીએ, તે જ દેશના પત્રકાર સામે અમારું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ ખોટું છે. કોંગ્રેસનાં ઘણા નેતાઓ પણ આર્ટીકલ 370 મુદ્દે આ પ્રકારની વાતો કરતાં આવ્યા છે.

મુશ્કેલીઓ તે છે કે મોટાભાગના ભારતીયોએ કાશ્મીરીઓને ભારતીય માન્યા ન નથી. સરકારે કાશ્મીરને જરૂરી મુદ્દો બનાવવો જોઈએ, કારણ કે અત્યારે કાશ્મીરની વાત છે. જો કાશ્મીરના લોકો તે બાજુ ચાલ્યા ગયા તો પછી તેઓ પંજાબ માટે આવશે. એટલા માટે તે ખૂબ જ જરૂરી છે કે આપણે આપણી જમીન પરની પકડ બનાવી રાખીએ. તે આપણી જમીન છે.

સરકારોનું શું વલણ રહ્યું છે?
જવાબ-
મોટાભાગની સરકારોએ ત્યાની જનતા સાથે કપટ કર્યું છે. અબ્દુલ્લા પરિવારે પણ કાશ્મીર માટે કંઇ ન કર્યું. તેઓએ તો ભારતીય અધિકૃત કાશ્મીરમાં પણ સરહદ પારથી લોકોને સ્થાયી કર્યા જેથી તેમને ચૂંટણીમાં ફાયદો મળી શકે છે. આને કારણે, હિન્દુઓને ત્યાં ખરાબ રીતે ત્રાસ આપવામાં આવતો હતો. તે પછી તમામ સરકારોએ પોતાને ચૂંટણીમાં લાભ માટે કાશ્મીરીઓને પણ ઉપયોગમાં લીધા છે. અનામત અંગે કહેવામાં આવી રહ્યું છે, તે ખોટું છે. અમને કંઈપણ આપવામાં આવ્યું ન હતું. અમે અમારી લડાઈ જાતે જ લડી છે.