• Gujarati News
  • National
  • Digvijay Said Mohan Bhagwat's Statement Means That His And Owaisi's DNA Are Also One

RSS પ્રમુખ પર કટાક્ષ:દિગ્વિજયે કહ્યું- મોહન ભાગવતના નિવેદનનો અર્થ એવો થાય છે કે તેમનું અને ઓવૈસીનું DNA પણ એક

સિહોર3 મહિનો પહેલા
  • હિન્દુઓ અને મુસલમાનોનું DNA એક જ છે, તો ધર્મપરિવર્તનની વિરુદ્ધ કાયદો બનાવવાનો શું ફાયદો છે?: દિગ્વિજય સિંહ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના તમામ ભારતીયના એકસરખા DNAવાળા નિવેદન પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે જો હિન્દુઓ અને મુસલમાનોનાં DNA એક જ છે, તો ધર્મપરિવર્તનની વિરુદ્ધ કાયદો બનાવવાનો શું ફાયદો છે? લવ-જેહાદની વિરુદ્ધ કાયદો બનાવવાની શી જરૂરિયાત હતી? એનો અર્થ એ છે કે મોહન ભાગવત અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું DNA પણ એક જ છે. દિગ્વિજય સિંહે આ નિવેદન મધ્યપ્રદેશના સિહોરમાં મોડી રાતે એક શ્રદ્ધાંજલિ સભા પછી પત્રકારોના સવાલ પર આપ્યું છે.

નરોત્તમ મિશ્રાએ કહ્યું- દિગ્વિજયના વિચાર અલગતાવાદી
દિગ્વિજય સિંહના નિવેદન પર મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે સર સંઘચાલક મોહન ભાગવતના વિચાર રાષ્ટ્રની એકતા અને અખંડતાના છે, જ્યારે દિગ્વિજયના વિચાર અલગતાવાદી છે. જ્યારે દિગ્વિજયના નિવેદનમાં માત્ર અને માત્ર સમાજના વિભાજનની વાત અને સાંપ્રદાયિકતા જ જોવા મળે છે.

બંને એક સિક્કાની બે બાજુ
એક દિવસ પહેલાં દિગ્વિજય સિંહે એક ન્યૂઝના કટિંગને ટ્વીટ કરીને મોહન ભાગવત અને AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને એક-બીજાના મદદગાર ગણાવ્યા હતા. આ પહેલાં પણ 5 જુલાઈએ દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે મોહન ભાગવતજી આ વિચાર શું તમે પોતાના શિષ્યો, પ્રચારકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળના કાર્યકર્તાઓને પણ આપશો? શું તમે આ શિક્ષા મોદી-શાહ અને ભાજપના મુખ્યમંત્રીને પણ આપશો?

જગદગુરુ રામભદ્રાચાર્યએ RSS ચીફના DNAવાળા નિવેદનને ખોટું ગણાવ્યું
બીજી તરફ, પદ્મ વિભૂષણ જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે RSS પ્રમુખ મોહન ભાગવતના DNAવાળા નિવેદનને ખોટું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે RSS પ્રમુખ મોહન ભાગવતનું DNAવાળું નિવેદન યોગ્ય નથી. RSS ચીફ મોહન ભાગવત બે દિવસથી ચિત્રકૂટમાં છે. બુધવારે તેઓ પદ્મ વિભૂષણ જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજને શિષ્ટાચાર ભેટ કરવા માટે તુલસી પીઠ આશ્રમ ગયા હતા. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠક પછી રામભદ્રાચાર્યે ભાગવતના નિવેદનને ખોટું ગણાવ્યું હતું.

આ કહ્યું હતું ભાગવતે
મોહન ભાગવતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી થયેલા કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક વાત છે, કારણ કે તે અલગ-અલગ નહિ ,પરંતુ એક જ છે. પૂજા કરવાની રીતના આધારે લોકોમાં ભેદ ન કરી શકાય. મોહન ભાગવતે કહ્યું હતું કે તમામ ભારતીયોનું DNA એક જ છે, ભલે પછી તે કોઈ પણ ધર્મના હોય. મોહન ભાગવતે કહ્યું હતું કે ભીડ દ્વારા લિન્ચિંગમાં સામેલ થનારા લોકો હિન્દુત્વની વિરુદ્ધ છે. ગાય પવિત્ર પ્રાણી છે, જોકે તેમ છતાં કોઈને પણ લિન્ચિંગ કરીને મારી નાખવા તેઓ હિન્દુત્વની વિરુદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...