• Gujarati News
  • National
  • Digvijay Left For Delhi Leaving The Bharat Jodo Yatra In Between, Gehlot Will Also Meet Sonia

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો કાલે છેલ્લો દિવસ:ભારત જોડો યાત્રાને વચ્ચે છોડી દિગ્વિજય દિલ્હી રવાના, ગેહલોત પણ સોનિયા સાથે કરશે મુલાકાત

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા નિકાળી રહેલી કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીનું કોકડું હજુ ગૂંચવાયેલું છે. રાજસ્થાનના ઘટનાક્રમ બાદ દિગ્વિજયસિંહ બુધવારે ભારત જોડો યાત્રાને વચ્ચે છોડીને કેરળના મલપ્પુરમથી દિલ્હી રવાના થયા હતા. માનવામાં આવે છે કે શુક્રવારે અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે

AICCના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ કાલે
કોંગ્રેસે શશિ થરૂર, કાર્તિ ચિદંબરમ, મનીષ તિવારી સમેત 5 સાંસદોની ટ્રાન્સપરેંસીની માંગને માનતા અધ્યક્ષની ચૂંટણીના નિયમોમાં ફેરફાર કર્યા છે. તેના માટે નોમિનેશન ભરવાવાળાએ 9 હજાર ડેલિગેટ્સનું લિસ્ટ મળશે. જે પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીની પાસે 20 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે થનારી છે. 30 સપ્ટેમ્બર નામાંકન દાખલ કરવાની આખરી તારીખ છે.

એન્ટની સોનિયાને મળ્યા, આજે ગેહલોત કરશે મુલાકાત
વરિષ્ઠ કોંગ્રેસ નેતા એકે એન્ટનીએ બુધવારે દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ મોડી રાત્રે દિલ્હી પહોંચી ગયા છે. તેમની સોનિયા સાથે ગુરુવારે મુલાકાત થનારી છે. દિલ્હી એરપોર્ટ પર ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં ચાલી રહેલી ઊભલ-પાથલ ઘરનો મામલો છે, ઇન્ટર્નલ પોલિટિક્સમાં આવું બધું ચાલતું રહે છે.

વાત જો શશિ થરૂરની કરીએ તો તેઓ છેલ્લા દિવસે એટલે કે 30 સપ્ટેબરે નામાંકન ભરવાની ઘોષણા કરી ચૂક્યા છે. જોકે થરૂરે કમલનાથને કહ્યું છે કે તેઓ એટલા માટે ફોર્મ ભરશે, કારણ કે ચૂંટણી થાય. એવું ન લાગે કે ચૂંટણી નથી થતી.

ગેહલોતને લઇને અલગ-અલગ પ્રકારનો મત
ગેહલોતને લઇને પાર્ટીમાં બે પ્રકારનો મત છે. CWCના કેટલાક સભ્યો ઇચ્છે છે કે ગેહલોતની રેસથી અલગ રહે. નામાંકનમાં બે દિવસ બચ્યા છે, એટલે સંભવિત ઉમેદવારોથી ફોર્મ ભરાવવામાં આવે અને ત્યાર બાદ વિચાર-મંથન દરમિયાન જે નામ પર સંમતિ બને, તેમનું નામ છોડીને બાકી નામ 8 ઓક્ટોબર સુધી પરત લેવામાં આવે. બીજી બાજુ કેટલાક વરિષ્ઠ સદસ્યો ગેહલોતની ભૂલને માફ કરી તેમના દ્વારા ફોર્મ ભરાવવાની વાત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...