તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Digitized 335 Religious Texts In 2 Years, Read Online And Listen To Pronunciation, 3.5 Lakh Users

અનોખી પહેલ:2 વર્ષમાં 335 ધાર્મિક ગ્રંથ ડિજિટલ કર્યા, ઓનલાઇન વાંચવા સાથે ઉચ્ચારણ પણ સાંભળી શકો છો, 3.5 લાખ યુઝર

નવી દિલ્હી8 મહિનો પહેલાલેખક: પ્રમોદ કુમાર
  • કૉપી લિંક
મેઘ સિંહની તસવીર - Divya Bhaskar
મેઘ સિંહની તસવીર
  • ગીતા પ્રેસની નોકરી છોડી, લાખોની ઓફર ઠુકરાવી, લોકોને સારું વાચન આપવાનો સંકલ્પ

ધાર્મિક પુસ્તકો માટે દુનિયાભરમાં મશહૂર ગીતા પ્રેસમાં કામ કરી ચૂકેલા મેઘ સિંહ ચૌહાણ છેલ્લા 2 વર્ષમાં 335 ધાર્મિક ગ્રંથ અને પુસ્તકો ડિજિટલ કરી ચૂક્યા છે. મૂળ જોધપુરના રહેવાસી મેઘ સિંહ ગીતા પ્રેસ ગોરખપુરમાં 25 વર્ષ સુધી આસિસ્ટન્ટ મેનેજર રહ્યા. થોડાં વર્ષો અગાઉ તેમણે ગીતા પ્રેસના પુસ્તકોને ઇ-બુકમાં ફેરવવાનો નિર્ધાર કર્યો. સંસ્થામાં નોકરી કરતા હતા ત્યારે તે શક્ય ન બની શક્યું તો વર્ષ 2017માં તેમણે ગીતા પ્રેસની નોકરી છોડી દીધી. નોકરી છોડ્યા પછી પણ તેમને ઘણી જગ્યાએથી લાખો રૂપિયાના મન્થલી પેકેજની ઓફર મળી પણ તેમણે ઠુકરાવી દીધી. ઉદ્દેશ એક જ હતો કે યુવાનોના હાથમાં મોબાઇલ હોય તો તેમાં યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન કરે તેવું સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવું જોઇએ.

2 વર્ષમાં 335 ધર્મગ્રંથો ઇ-બુકમાં મૂક્યાં
જોધપુર પાછા ફરીને તેમણે 2018થી ગીતા પ્રેસના પુસ્તકો ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનું શરૂ કર્યું. તે માટે ગીતા સેવા ટ્રસ્ટ ઍપ બનાવવા ઉપરાંત વેબસાઇટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વૉટ્સઍપ પર લાવવા માટે કામ શરૂ કરાયું. તે માટે લોકોની મદદથી ગીતા સેવા ટ્રસ્ટ બનાવ્યું અને માત્ર 2 વર્ષમાં 335 ધર્મગ્રંથોને હિન્દી-અંગ્રેજીની ઇ-બુકમાં ફેરવ્યા. આજે સાડા ત્રણ લાખ લોકો ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. હવે કન્નડ, તમિલ, બાંગ્લા સહિતની પ્રાદેશિક ભાષાઓમાં ધાર્મિક પુસ્તકો ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવા કામ થઇ રહ્યું છે. 2021 સુધીમાં મોટા ભાગની પ્રાદેશિક ભાષાઓમાં ગીતા પ્રેસના પુસ્તકો નિ:શુલ્ક ઉપલબ્ધ હશે.

એપ પર પુસ્તક સાંભળી પણ શકાશે
સૌથી મોટી ખાસિયત એ હશે કે દરેક પુસ્તક વાંચવાની સાથે સાથે દરેક શબ્દનો શુદ્ધ ઉચ્ચાર પણ સાંભળવા મળે છે. દા.ત. તમે રામાયણ વાંચી રહ્યા હો તો ઍપ પર સાથે સાથે ઓડિયોમાં ઉચ્ચારણ પણ ચાલતું રહેશે. ગીતા ટ્રસ્ટ, ગોરખપુરના ટ્રસ્ટી ઇશ્વર પ્રસાદ પટવારી કહે છે કે ગીતા પ્રેસ અને ગીતા સેવા ટ્રસ્ટ બંને અલગ એકમ છે પણ બંને વચ્ચે કોઇ વાદ-વિવાદ નથી.

સ્કેન કરવાના બદલે દરેક શબ્દ ફરી ટાઇપ કરાયો
મેઘ સિંહ કહે છે કે પુસ્તકો વાંચવા માટે તેમની સંભાળ પણ રાખવી પડે છે. હજારો પેજના પુસ્તકો સરળતાથી વાંચી શકાય તે માટે તેમને સ્કેન કરવાના બદલે દરેક શબ્દ ટાઇપ કરાયો. 50 લોકોની ટીમે દિવસ-રાત કામ કર્યું. લોકોની મદદથી ગીતા સેવા ટ્રસ્ટ બનાવ્યું અને ગીતા પ્રેસના મોટા ભાગના પુસ્તકો આજે એક ઍપ પર ઓનલાઇન ફ્રી ઉપલબ્ધ છે. અન્ય ભાષાઓ માટે લોકો હજુ પણ ઘરેથી કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...