• Gujarati News
  • National
  • Different Claims On Social Media Regarding Gyanvapi Issue; The Court Ordered Security

શિવલિંગ કે ફુવારો, વાઇરલ થયો વીડિયો:જ્ઞાનવાપી મસ્જિદમાં મંદિર વિશે સોશિયલ મીડિયામાં જુદા-જુદા તર્ક-વિતર્ક; કોર્ટે સુરક્ષાના આદેશ આપ્યા

એક મહિનો પહેલા

જ્ઞાનવાપી પરિસરના સરવે બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયો જ્ઞાનવાપી પરિસરના વજુખાનાનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં વજુખાનાની વચ્ચે સ્થિત એક સંરચનાને હિન્દુ પક્ષ શિવલિંગ બતાવી રહ્યો છે. તો મુસ્લિમ પક્ષનું કહેવું છે કે એ શિવલિંગ નહીં, ફુવારો છે.

જણાવી દઈએ કે હિન્દુ પક્ષના દાવાના આધારે જ વારાણસી સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટે એ સ્થાનને સીલ કરવાનો આદેશ આપ્યો છે, સાથે જ એની સુરક્ષાનો આદેશ પોલીસ કમિશનર, ડીએમ અને CRPFના કમાન્ડટને આપવામાં આવ્યો છે. જોકે દિવ્ય ભાસ્કર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ સંરચનાને એક પક્ષ શિવલિંગ અને બીજો ફુવારો બતાવી રહ્યો છે.
આ સંરચનાને એક પક્ષ શિવલિંગ અને બીજો ફુવારો બતાવી રહ્યો છે.

બંને પક્ષના પોતપોતાના દાવા
એડવોકેટ હરિશંકર જૈને જણાવ્યું કે વજુખાનામાં માત્ર શિવલિંગ જ મળ્યું છે, આથી અમારા વતી કોર્ટમાં એના રક્ષણની માગણી કરવામાં આવી હતી. કોર્ટે પણ અમારી વિનંતી સ્વીકારી હતી. એ જ સમયે અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટીના એડવોકેટ મોહમ્મદ તૌહીદ ખાનના જણાવ્યા અનુસાર, વઝુખાનામાં જે શિવલિંગ કહેવામાં આવી રહ્યું છે એ વાસ્તવમાં એક ફુવારો છે. ટ્રાયલ કોર્ટે અમને સુનાવણીની તક આપ્યા વિના એકપક્ષીય ઓર્ડર પસાર કર્યો છે. અમે આ આદેશથી બિલકુલ સંતુષ્ટ નથી.

સોશિયલ મીડિયામાં વીડિયો મુદ્દે ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે

આ વીડિયોની પુષ્ટિ દિવ્ય ભાસ્કર નથી કરતું.

અન્ય સમાચારો પણ છે...