નેશનલ ચેમ્પિયન પાડાની 'લક્ઝરી લાઇફ':'રાકા' દરરોજ 5 લિટર દૂધ અને ડ્રાયફ્રૂટ્સ સહિત 9 કિલો ફીડનો આહાર; 1300 કિલો વજન

7 દિવસ પહેલા

રોહતકમાં યોજાયેલી પશુધન સ્પર્ધામાં હરિયાણાનો મુર્રાહ જાતિનો પાડો(રાકા) રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યો હતો. રાકા પહેલાં તેના દાદા ઓલટાઇમ વિજેતા અને પિતા 7 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે.

રાકાનું જીવન લક્ઝરી છે. રોજ સવારે 4 કિલોમીટર ચાલે છે. ત્યાર પછી 5 લિટર દૂધ પીવે છે, જેમાં સોયાબીન, ચણા અને કપાસિયાની સાથે ડ્રાયફ્રૂટ્સનો પણ સમાવેશ થાય છે. રાકાની ઊંચાઈ 5.6 ફૂટ અને વજન 1300 કિલો છે.

હરિયાણાના કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી જેપી દલાલ રાકા વિશે માહિતી લે છે.
હરિયાણાના કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી જેપી દલાલ રાકા વિશે માહિતી લે છે.

નેશનલ ચેમ્પિયન છે રાકા
ડોભ ગામના રહેવાસી રવીન્દ્ર કુમારે જણાવ્યું હતું કે તેણે મુર્રાહ જાતિનો કટરા પાળી રાખ્યો છે, જેનું નામ રાકા છે. એ 19 ડિસેમ્બરે ચાર વર્ષનો થશે. રાકાનો જન્મ ઘરે થયો હતો અને તેણે રાષ્ટ્રીય ચેમ્પિયન બનવા માટે ઘણી સ્પર્ધાઓ જીતી છે, જેની માતા રામો 24 લિટર દૂધ આપતી હતી. તેના પિતા અર્જુન પણ ઓલ ઈન્ડિયા ચેમ્પિયન રહી ચૂક્યો છે.

અર્જુનના પિતા ખલી અને દાદા શેરા પણ ચેમ્પિયન રહી ચૂક્યા છે. રવીન્દ્રએ જણાવ્યું હતું કે તેમને પશુપાલનનો શોખ છે. તેમને રાકા પ્રત્યે ઘણો પ્રેમ છે, આથી તેઓ આને વેચવા નથી માગતા. રાકા માત્ર પ્રતિયોગિતામાં ભાગ લે છે.

રાકાના માલિક રવીન્દ્ર ડોભ એની સંભાળ લેતા.
રાકાના માલિક રવીન્દ્ર ડોભ એની સંભાળ લેતા.

સરતાજ 7 વખત અને સૂર્યા 3 વખત ઈન્ડિયા ચેમ્પિયન
ભિવાનીના તાલુ ગામના રહેવાસી સુમેશ કુમારે જણાવ્યું કે તે સ્પર્ધામાં ભાગ લેવા માટે બે મુર્રાહ જાતિના પાડા લાવ્યા છે, જેમનાં નામ સૂર્યા અને સરતાજ છે. સરતાજ 7 વખત ઈન્ડિયા ચેમ્પિયન અને સૂર્યા 3 વખત ઈન્ડિયા ચેમ્પિયન રહી ચૂક્યો છે. એની ઉંમર લગભગ 6 વર્ષની છે. બંનેનાં જન્મ ઘરે જ થયાં છે.

પશુપાલક સોમેશ કુમાર, સૂર્ય પાડા સાથે, તાલુ ગામના રહેવાસી.
પશુપાલક સોમેશ કુમાર, સૂર્ય પાડા સાથે, તાલુ ગામના રહેવાસી.

10-15 લિટર દૂધ પીવે છે
સુમેશ કુમાર તાલુએ કહ્યું, તેઓ પોતાના પાડાને 10-15 લિટર દૂધ રોજ પીવડાવે છે, સાથે મિક્સ ફીડ પણ નાખે છે, જેમાં ગોળ અને તેલ વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી સરતાજના પિતા સમ્રાટ તાલુ 28 વખત ઈન્ડિયા ચેમ્પિયન રહી ચૂક્યો છે, જેને 31 લાખમાં વેચવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, સૂર્યાની માતા 26 લિટર દૂધ આપતી હતી, જ્યારે સરતાજની માતા 27.80 લિટર દૂધ આપતી હતી.

પશુપાલન એક શોખ છે
સુમેશ તાલુએ જણાવ્યું હતું કે પહેલાં તેના પિતા પશુપાલન કરતા હતા. તેઓ પશુપાલનના શોખીન છે. હવે તેઓ છેલ્લાં 15 વર્ષથી પશુપાલન કરે છે. હાલમાં તેમની પાસે 15 પ્રાણી છે, જેમાંથી 3 પાડા છે. તેમણે માત્ર વીર્ય વેચવા માટે પાડાને રાખ્યા છે. બચ્ચાને ઉછેરતાં પહેલાં એ ધ્યાનમાં રાખવામાં આવે છે કે તેની માતાના દૂધનો રેકોર્ડ શું છે.

અન્ય સમાચારો પણ છે...