તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 4 Patients Die In Kovid Hospital Fire In Nagpur, Maharashtra, 27 Patients Shifted To Other Hospitals

હોસ્પિટલમાં આગની વધુ એક ઘટના:મહારાષ્ટ્રના નાગપુરમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગી, 4 દર્દીનાં મોત, 27 દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા

નાગપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાગપુરની કોવિડ હોસ્પિટલમાં આ� - Divya Bhaskar
નાગપુરની કોવિડ હોસ્પિટલમાં આ�

મહારાષ્ટ્રમાં નાગપુર જિલ્લાના વાડી વિસ્તારની વેલટ્રીટ કોવિડ હોસ્પિટલમાં આશરે 8 વાગે આગ લાગી હતી, આ ઘટનામાં ચાર દર્દીનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં 1 મહિલાનો પણ સમાવેશ થાય છે. ફાયરબ્રિગેડની ટીમના જણાવ્યા પ્રમાણે અનેક લોગો દાઝી ગયા છે.આગની આ ઘટના હોસ્પિટલના ઉપરના માળે સર્જાઈ હતી અને તે ICU સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ દર્દીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. નાગપુર GMCના મેડિકલના વડા ડો.અવિનાશે જણાવ્યું કે ત્રણ મૃતદેહ સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
આગ લાગવાની ઘટનાના સમાચાર મળ્યા બાદ ફાયરબ્રિગેડની છ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને લીધે હોસ્પિટલમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. નાગપુર પોલીસના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં આશરે 27 દર્દી હતા. જેમને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ કેવી રીતે તે અંગે માહિતી મળી શકી નથી.

ICUના AC યુનિટથી આગ ફેલાઈ
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે રાત્રે લગભગ 8 વાગે આ ઘટના સર્જાઈ હતી. આ એક ખાનગી હોસ્પિટલ છે. અને શહેરના વાડા વિસ્તારમાં આવેલી છે. આગની શરૂઆત બીજા માળે બનેલા ICUના AC યુનિટમાં થઈ હતી.

હોસ્પિટલની ફાયર સેફ્ટી સિસ્ટમ સામેે પ્રશ્નાર્થ
આશરે ત્રણ મહિના અગાઉ મહારાષ્ટ્રના ભંડારામાં જિલ્લા હોસ્પિટલમાં આગ લાગી હતી ત્યારે 10 જેટલા નવજાતના મોત નિપજ્યા હતા. આ ઘટના પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર હતું. મૃતકોમાં એક દિવસથી લઈ 3 મહિનાના બાળકો સમાવેશ થતો હતો. તપાસમાં માલુમ પડ્યું હતું કે હોસ્પિટલમાં આગ ઓલવવાની કોઈ જ વ્યવસ્થા ન હતી. કોઈ ઈમર્જન્સી એક્ટિટ ન હતો. બે વર્ષ અગાઉ એક RTIમાં આ વાતનો ખુલાસો થયો હતો. તેમ થતા વ્યવસ્થામાં કોઈ જ સુધારો થયો ન હતો.

છેલ્લા 24 કલાકમાં 6,489 કેસ આવ્યા
નાગપુરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,489 કેસ સામે આવ્યા છે. જ્યારે 64 લોકોએ જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 49,347 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃતકનો આંક 5,641 થયો છે.