તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Didn't Even Look Back To UP After The Defeat In Amethi, Went To UP Only Once In Two Years; Understand In 5 Points How BJP Will Campaign Against Rahul

UPથી કેમ દૂર છે રાહુલ ગાંધી:અમેઠીમાં હાર મળ્યા બાદ યુપી તરફ પાછું વળીને પણ નથી જોયું, બે વર્ષમાં એક જ વાર યુપી ગયા; 5 પોઇન્ટમાં સમજો રાહુલ સામે કેવી રીતે પ્રચાર કરશે BJP

લખનઉ15 દિવસ પહેલાલેખક: આદિત્ય તિવારી
  • અમેઠીથી લોકસભાની ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધી માત્ર એક જ વખત ઉત્તરપ્રદેશ ગયા છે

આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ બાબતે હવે દરેક રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. જો કે, આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશથી દૂર થતાં નજરે પડી રહ્યા છે. અમેઠીથી લોકસભાની ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધી માત્ર એક જ વખત ઉત્તરપ્રદેશ ગયા છે. તેમની યુપીની છેલ્લી મુલાકાત 3 ઓકટોબર 2020માં થઈ હતી. ત્યારે તેઓ પોતાની બહેન પ્રિયંકા ગાંધી સ્તહે હાથરસ ગેંગરેપ કાંડમાં પીડિતાના પરિવારને મળવા માટે ગયા હતા. હવે આ જ મુદ્દાઓને BJP રાહુલ સામે ચૂંટણી મુદ્દા બનાવશે. BJPના સૂત્રોનું માનીએ તો 5 મુદ્દામાં રાહુલ અને કોંગ્રેસને ચૂંટણી પહેલા જ ઘેરવાની તૈયારી છે.

3 પોઇન્ટ જેને રાહુલની સામે BJP હથિયાર બનાવશે

1. અમેઠીમાં હાર્યા બાદ પરત આવ્યા નહીં

2019 લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી છેલ્લી વખત અમેઠી ગયા હતા.
2019 લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી છેલ્લી વખત અમેઠી ગયા હતા.

2019ની લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીના હાથે અમેઠીથી હાર મળ્યા બાદ રાહુલ ગાંધી યુપીથી દૂર થઈ ગયા છે. કેરળના વાયનાડથી તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા અને ત્યાં જ તેમને પડાવ નાંખી દીધો. છેલ્લા 3 વર્ષમાં રાહુલ ગાંધી વાયનાડની મુલાકાત લેતા રહ્યા, પરંતુ અમેઠી તરફ ક્યારેય પાછું વાળીને પણ જોયું નથી. હવે BJP તેને રાહુલ ગાંધી અને કોંગ્રેસની સામે ચૂંટણી મુદ્દો બનાવવાની તૈયારીમાં છે. BJP નેતાઓનું કહેવું છે કે જે વ્યક્તિ ચૂંટણી હાર્યા બાદ પોતાના લોકોને ભૂલી શકે છે, તે યુપીના વિકાસની વાત કયા મોંઢેથી કરશે?

2. ઉત્તર ભારતીયો પર કરેલી કમેન્ટ મુદ્દો બનશે

ચેન્નઈમાં રાહુલ ગાંધીએ ઉત્તર ભારતીયો પર કમેંન્ટ કરી હતી. આ મુદ્દે ઘણો વિવાદ થયો હતો.
ચેન્નઈમાં રાહુલ ગાંધીએ ઉત્તર ભારતીયો પર કમેંન્ટ કરી હતી. આ મુદ્દે ઘણો વિવાદ થયો હતો.

માર્ચ 2019માં ચેન્નાઈના સ્ટેલા મેરિસ કોલેજ ફોર વુમેનના સંવાદ કાર્યક્ર્મમાં રાહુલ ગાંધીએ ઉત્તર ભારતીયો પર કમેન્ટ કરી હતી. એક સવાલના જવાબમાં કહ્યું હતું કે 'જો તમે બિહાટ કે ઉત્તરપ્રદેશ જશો તો ત્યાની મહિલાઓની સાથે જે પ્રકારનું વર્તન થાય છે, તેને જોશો તો તમે હેરાન થઈ જશો. તેના ઘણા સાંસ્ક્રુતિક કારણો પણ છે. તામિલનાડુ તે રાજ્યોમાં સામેલ છે જ્યાં મહિલાઓની સાથે સારું વર્તન કરવામાં આવે છે.' રાહુલે કહ્યું હતું કે ભારતની તુલનમાં દક્ષિણ ભારતીય મહિલાઓની સ્થિતિ ઘણી સારી છે. BJP આ નિવેદનને ફરીથી ચૂંટણી મુદ્દો બનાવવાની તૈયારીમાં છે.

3. બંગાળમાં 44થી સીધા જ શૂન્ય પર પહોંચ્યું કોંગ્રેસ, અન્ય રાજ્યોમાં પણ હાર

તામિલનાડુને બાદ કરતાં બાકીના બધા રાજ્યોમાં કોંગ્રેસે ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.
તામિલનાડુને બાદ કરતાં બાકીના બધા રાજ્યોમાં કોંગ્રેસે ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં ચૂંટણી લડી. તેમાં તામિલનાડુને બાદ કરતાં બાકીના બધા રાજ્યોમાં કોંગ્રેસે ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. બંગાળમાં તો કોંગ્રેસ 44થી સીધા જ શૂન્ય પર પહોંચી ગઈ છે. આસામ, કેરળમાં પણ કંઇ ખાસ કરી શકી નથી. પુડુચેરીમાંથી પણ કોંગ્રેસ સત્તાથી બહાર થઈ ગઈ છે. આ પહેલા બિહાર ચૂંટણીમા પણ કોંગ્રેસને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. BJP હવે રાહુલ ગાંધીને નિષ્ફળ ગણાવીને ચૂંટણી મુદ્દો બનાવવાના પ્રયાસમાં છે.

4. 2017માં સપા-કોંગ્રેસના ગઠબંધનને મળી હાર

2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ ગઠબંધન કર્યું હતું.
2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ ગઠબંધન કર્યું હતું.

સમાજવાદી પાર્ટીની સરકાર રહેવા દરમિયાન 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે સાથે મળીને BJP સામે ચૂંટણી લડી હતી. પરંતુ, ખૂબ જ ખરાબ રીતે હાર મળી હતી. BJP ફરીથી બંને વચ્ચેના ગઠબંધનને યાદ કરાવીને ચૂંટણીમા લોકોની વચ્ચે જવાની તૈયારી કરી રહ્યું છે.

5. સંગઠન નબળું થવું, રાહુલના બદલે પ્રિયંકા બની લોકોની પસંદ

રાહુલ ગાંધીના બદલે યુપીની કમાન હવે પ્રિયંકા ગાંધીએ સંભાળી લીધી છે.
રાહુલ ગાંધીના બદલે યુપીની કમાન હવે પ્રિયંકા ગાંધીએ સંભાળી લીધી છે.

રાહુલનું યુપીથી દૂર થવાનું એક કારણ એ પણ છે કે અહીં કોંગ્રેસ ખૂબ જ નબળી પડી ગઈ છે. એક સમયે યુપીના રાજકારણની સૌથી મજબૂત કડી બની રહેતું હતું, પરંતુ છેલ્લા 30 વર્ષોથી સૌથી બનળી કડી બની ગઈ છે. બ્લોકથી લઈને જિલ્લા સ્તર સુધુની ટીમમાં ગણ્યા-ગાંઠયા લોકો જ સામેલ છે. હવે રાહુલ ગાંધીની છબી યુપીમાં ખરાબ છે. તેના બદલે હવે લોકો પ્રિયંકા ગાંધીને વધુ પસંદ કરે છે.

ભાજપનો કટાક્ષ- મોઢું બતાવવાને પણ લાયક નથી રાહુલ
યુપીથી રાહુલ ગાંધીનું દૂર થવા બાબતે ભાજપે કટાક્ષ કર્યો છે. પ્રદેશ ભાજપના પ્રવકતા રાકેશ ત્રિપાઠી કહ્યું- 'રાહુલ ગાંધી જે રીતે હાર્યા છે, માટેવ્તેઓ પોતાને યુપીને મોઢું બતાવવા માટે પણ લાયક પણ સમજી રહ્યા નથી. સતત મળી રહેલી હારના કારણે તેઓ નિરાશામાં છે. એટલા માટે તેમને પોતાની બહેન પ્રિયંકા વાડ્રાને આગળ કરી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાને અહીંથી ઉત્તર પ્રદેશના સખત પડકારનો સામનો કરવો પડે છે કારણ કે તે પોતે ઉત્તરપ્રદેશના સખત પડકારનો સામનો કરવામાં નિષ્ફળ ગયા છે, તેથી તેમણે પોતાની બહેનને આગળ કરી છે.

યુપી કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું- રાહુલ લોકોના દિલમાં વસેલા છે
યુપીના કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ ભાજપના નેતાઓ પર પલતવાર કર્યો હતો. તેમને કહ્યું- રાહુલ ગાંધી બધાના દિલમાં વસે છે. આજે દેશમાં મુદ્દાઓને માત્ર રાહુલ ગાંધી જ ઉઠાવી રહ્યા છે. ભાજપના નેતાઓ રાહુલ ગાંધીના સવાલોના જવાબ આપવામાં પણ ગભરાઈ રહ્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે બધા સતત યુપીમાં એક્ટિવ છીએ.

અન્ય સમાચારો પણ છે...