રાષ્ટ્રપતિની ચૂંટણીનાં મતદાનમાં તિરાડ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીથી પરેશાન વિપક્ષ ફરી એકવાર એક થવા માટેના પ્રયાસ કરી રહ્યું છે. તેની શરૂઆત પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસીના વડા મમતા બેનર્જી કરશે. તેઓ 5 દિવસની દિલ્હીમી મુલાકાતે જઈ રહ્યા છે. તેમની પહેલ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપીના વડા શરદ પવાર, તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કે.સી.આર., SP નેતા અખિલેશ યાદવ, AAP નેતા અરવિંદ કેજરીવાલ અને DMK નેતા MK સ્ટાલિન એક મંચ પર આવી શકે છે. આ પક્ષોના લોકસભામાં લગભગ 125 સાંસદો છે.
મમતા બુધવારે દિલ્હીમાં ટીએમસીના સાંસદો સાથે મુલાકાત કરશે. બીજા દિવસે તેઓ અન્ય પક્ષના નેતાઓને પણ મળશે. તેમની મુલાકાત સોનિયાની સાથે પણ થઈ શકે છે. શનિવારે મમતા તેલંગાણા,તમિલનાડુ, દિલ્હી, પંજાબનાં મખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરશે.
તે જ દિવસે યાદી પણ જાહેર કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે આ યાદી તે નેતાઓની હશે જેઓ ભાજપમાં સામેલ થયા અથવા પરોક્ષ મદદ માટે સંમત થયા પછી, તેમની સામે તપાસ એજન્સીઓની કાર્યવાહી બંધ થઈ ગઈ. જ્યારે, TMC સૂત્રોના જણાવ્યા અનુસાર, શિક્ષક કૌભાંડમાં મંત્રી અને ટીએમસીના સંસ્થાપક સભ્ય પાર્થ ચેટર્જીના નજીકનાને ત્યાં EDના દરોડા બાબતે મમતા આક્રોશમાં છે.
મમતા સરકાર પર આક્રમક બની
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી એકતામાં તિરાડ પડી હતી, જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે મમતા વિપક્ષી એકતાનું નેતૃત્વ કરવાથી પોતાને દૂર રાખવાનું શરૂ કર્યું અને મોદી સરકાર પર તેમનું વલણ નરમ પડવા જઈ રહ્યું છે, પરંતુ તેના બદલે ઉલટું થયું. EDની કાર્યવાહી બાદ મમતાએ પાર્થને મંત્રી પદ પરથી હટાવી દીધા અને આક્રમક રહેવાનો નિર્ણય કર્યો. બીજી તરફ, નીતિ આયોગની રવિવારે મિટિંગ છે. મમતા પહેલીવાર આમાં સામેલ થશે.
સરકાર મોંઘવારી અંગે ચર્ચા કરવા સંમત છે
સંસદના ચાલુ ચોમાસું સત્રના પ્રથમ બે અઠવાડિયા હોબાળામાં પસાર થયા છે. ભાસ્કરને મળેલી માહિતી મુજબ મડાગાંઠ તોડવા માટે સરકાર મોંઘવારી અને જીએસટીના મુદ્દે ચર્ચા કરવા સંમત થઈ છે. આ સર્વસંમતિ સુધી પહોંચવા માટે દિવસભર બેઠકો થઈ. સત્તાધારી એનડીએ વતી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોષીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
મલ્લિકાર્જુન ખડગે અને જયરામ રમેશ કોંગ્રેસ તરફથી સક્રિય રહ્યા. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખુડગે તેમની ચેમ્બરમાં વિરોધ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ પછી શાસક પક્ષ અને વિપક્ષે સ્ટેન્ડ નરમ કરવાના સંકેત આપ્યા હતા.એવું માનવામાં આવે છે કે સોમવારે લોકસભામાં મોંઘવારી પર ચર્ચા થશે. ત્યારબાદ મંગળવારે રાજ્યસભામાં ચર્ચા થશે. કોઈપણ રીતે, સંસદનું કામકાજ સારી રીતે ચલાવવા બાબતના સંજોગો પણ ઉભા થયા છે. આ સપ્તાહના પ્રથમ 3 દિવસમાં રાજ્યસભામાંથી 27 સભ્યોની સસ્પેન્શનમી મુદત પૂર્ણ થઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.