તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Did The Modi Government Ban All Government Jobs? Rumors Spread By Misinterpreting The Finance Ministry's Memorandum

ફેક ન્યૂઝ એક્સપોઝ:શું મોદીસરકાર હવે કોઈને સરકારી નોકરી નહીં આપે? નાણામંત્રાલયના એક લેટરથી સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમાયું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શું વાઇરલ થઈ રહ્યું છે... સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે તમામ સરકારી ભરતીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે કોઈપણ સરકારી વિભાગ અથવા મંત્રાલયમાં કર્મચારીઓની નિમણૂક કરવામાં નહીં આવે. આવા ઘણા મેસેજ ફેક ન્યૂઝ એક્સપોઝ ટીમને વોટ્સએપ અને ઇ-મેલ પર મળ્યા છે.

મેસેજ સાથે બે પાનાંના લેટરની કોપી પણ વાઇરલ થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, લેટર જેવો આ મેમોરેન્ડમ નાણામંત્રાલયના વ્યય વિભાગે 4 સપ્ટેમ્બરે જાહેર કર્યો છે.

અને સાચું શું છે?
ગત દિવસોમાં મેમોરેન્ડમ સાથે જોડાયેલા તમામ સમાચારોની તપાસ કર્યા પછી એવો કોઈ આદેશ મળ્યો નથી જેનાથી પુષ્ટિ થાય છે કે નાણામંત્રાલયે તમામ સરકારી નિમણૂક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

અમે વ્યય વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ચેક કરી. વેબસાઈટ પર 4 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલું એ જ મેમોરેન્ડમ અમને મળ્યું, જે વાઇરલ થઈ રહ્યું છે. આનાથી એ સ્પષ્ટ થયું , મેમોરેન્ડમ ફેક નથી.

પરંતુ આ મેમોરેન્ડમમાં એવું ક્યાંય નથી લખેલું કે હવે સરકારી કર્મચારીની નિમણૂક નહીં કરવામાં આવે. હા, બીજા પાના પર એ જરૂર લખેલું છે કે વ્યય વિભાગની મંજૂરી વગર કોઈ પણ સરકારી મંત્રાલય/વિભાગમાં હવે નવાં પદોમાં ભરતી બહાર પાડી શકાશે નહીં.

નાણામંત્રાલયે 5 સપ્ટેમ્બરે ટ્વીટ કરીને મેમોરેન્ડમ અંગે ફેલાવાઈ રહેલા ગૂંચવાડા અંગે સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. ટ્વીટનું હિન્દી અનુવાદ છેઃ ભારત સરકારમાં ભરતી કરવાની કોઈ મનાઈ કે પ્રતિબંધ નથી. SSC,UPSC, RRB જેવી સરકારી એજન્સીઓ દ્વારા ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે.

આનાથી બધું સ્પષ્ટ છે કે સરકારી કર્મચારીઓની નિમણૂક પર પ્રતિબંધ લાગવાવાળો દાવો ખોટો છે. વ્યય વિભાગે સરકારી વિભાગોમાં નવાં પદ બહાર પાડવા માટે રોક લગાવી છે. આ અંગે જાહેર કરવામાં આવેલા મેમોરેન્ડમનો ખોટો અર્થ કાઢીને અફલા ફેલાવાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો