જયપુરના રાજવી પરિવારે તાજમહેલ પર કર્યો દાવો:રાજવી પરિવારની દિયા કુમારીએ કહ્યું- ત્યાં અમારો મહેલ હતો, અમારી પાસે દસ્તાવેજ છે

જયપુર9 દિવસ પહેલા
  • શાહજહાંએ જયપુરના પરિવારનો એ મહેલ અને જમીન લઈ લીધી હતી, ત્યારે પરિવાર એનો વિરોધ કરી શક્યો નહોતો

વિશ્વની સાત અજાયબીઓમાંના એક તાજમહેલ પરના તમામ દાવાઓ વચ્ચે જયપુરનાં રાજવી પરિવારે દાવો કર્યો છે કે તાજમહેલ તેમની સંપત્તિ છે. રાજવી પરિવારના સભ્ય અને ભાજપનાં સાંસદ દિયા કુમારીએ કહ્યું કે તે જગ્યાએ અમારો મહેલ હતો. કોઈએ તાજમહેલના દરવાજા ખોલવાની અપીલ કરી છે તે સારી વાત છે. જેથી સત્ય સામે આવશે. અમે પણ હવે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ.

દિયા કુમારીએ દાવો કર્યો છે કે તેમની પાસે એવા દસ્તાવેજો છે, જે દર્શાવે છે કે પહેલા તાજમહેલ જયપુરના જૂના રાજવી પરિવારનો મહેલ હતો, જેના પર શાહજહાંએ કબજો કર્યો હતો. જ્યારે શાહજહાંએ જયપુરનાં પરિવારનો તે મહેલ અને જમીન લઈ લીધી હતી, ત્યારે પરિવાર તેનો વિરોધ કરી શક્યો નહીં, કારણ કે તે સમયે તેનું શાસન હતું.

એ સમયે અપીલ કરી શક્યા નહોતા
દિયા કુમારીએ કહ્યું- 'આજે પણ જો સરકાર કોઈ જમીન અધિગ્રહણ કરે છે તો તેના બદલામાં વળતર આપે છે. મેં સાંભળ્યું છે કે તેના બદલામાં થોડું વળતર આપવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે એવો કોઈ કાયદો નહોતો કે વ્યક્તિ તેની વિરુદ્ધ અપીલ કરી શકે અથવા તેની વિરુદ્ધ કંઈ કરી શકે. હવે કોઈએ અવાજ ઉઠાવ્યો તે સારું થયું અને કોર્ટમાં આ અંગે પિટિશન દાખલ કરી છે.

નોંધનીય છે કે જ્યારે અયોધ્યા મંદિર દરમિયાન રામના વંશજોને લઈને મુદ્દો ઉભો થયો હતો ત્યારે પણ જયપુર રાજવી પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ રામના વંશજ છે. આ માટે તેઓ કોર્ટમાં પણ જુબાની આપવા તૈયાર છે.

બંધ ઓરડાઓ ખોલવા જોઈએ
સાંસદ દિયા કુમારીએ કહ્યું- હું એમ નહીં કહું કે તાજમહેલ તોડી નાખવો જોઈએ, પરંતુ તેના ઓરડાઓ ખોલવા જોઈએ. તાજમહેલના કેટલાક રૂમ બંધ છે. કેટલાક ભાગોને ત્યાં લાંબા સમયથી સીલ કરવામાં આવ્યા છે. તેની તપાસ કરવી જોઈએ અને તેને ખોલવા જોઈએ, જેથી તે જાણી શકાય કે ત્યાં શું હતું અને શું નથી.

શું જયપુરના પૂર્વ શાહી પરિવાર વતી કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન પર તેમણે કહ્યું કે અમે હવે તેની તપાસ કરી રહ્યા છીએ. અમે તપાસ કરીશું કે કયા પગલાં લેવા જોઈએ.

ટ્રસ્ટના પોથી-ખાનામાં દસ્તાવેજો હાજર છે, અમે આપવા તૈયાર છીએ
સાંસદ દિયા કુમારીએ કહ્યું- 'જો દસ્તાવેજોની જરૂર હોય તો જયપુરના પૂર્વ શાહી પરિવારના અમારા ટ્રસ્ટનાં પોથી-ખાનામાં પણ છે. કોર્ટ આદેશ આપશે તો અમે દસ્તાવેજો આપીશું. અમારી પાસેના દસ્તાવેજોમાં સ્પષ્ટ છે કે શાહજહાંને તે સમયે આ મહેલ ગમ્યો હતો અને તેણે તેને કબજે કર્યો હતો. શું ત્યાં મંદિર હતું? આ સવાલ પર દિયા કુમારીએ કહ્યું કે મેં હજુ સુધી તમામ દસ્તાવેજો જોયા નથી, પરંતુ તે સંપત્તિ અમારા પરિવારની હતી.

શું છે તાજમહેલ વિવાદ
અયોધ્યાના બીજેપી નેતા ડૉ.રજનીશ સિંહે તાજમહેલને લઈને યુપીમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં અરજી દાખલ કરી છે. ડૉ સિંહે પોતાની અરજીમાં લાંબા સમયથી બંધ રહેલા તાજમહેલના 22 ઓરડાઓ ખોલીને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) પાસે સર્વેની માંગ કરી છે. અરજદાર જણાવે છે કે તાજમહેલમાં હિંદુ દેવી-દેવતાઓના શિલ્પો અને શિલાલેખો હોઈ શકે છે. જો સર્વે કરવામાં આવશે તો ખબર પડશે કે તાજમહેલમાં હિન્દુ મૂર્તિઓ અને શિલાલેખો છે કે નહીં?

શાહજહાંએ જયપુરના મહારાજાને બળજબરીથી જમીન વેચવા કહ્યું હતું
બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ 2017માં આવું જ નિવેદન આપ્યું હતું. સ્વામીએ કહ્યું હતુ- 'અમે તાજમહેલના દસ્તાવેજો સુધી પહોંચી ગયા છીએ. તેનો પુરાવો શાહજહાંએ જયપુરના રાજા-મહારાજાઓને બળજબરીથી તે જમીન વેચવા કહ્યું જ્યાં તાજમહેલ બાંધવામાં આવ્યો હતો. શાહજહાંએ તે લોકોને વળતર તરીકે 40 ગામો આપ્યા હતા. જે તાજમહેલની જમીનની કિંમતની સરખામણીમાં કંઈ ન હતું.

આ પહેલાં તાજમહેલ મામલે શું થયું?

  • 1965માં ઈતિહાસકાર પીએન ઓકેએ પાતોના પુસ્તકમાં દાવો કર્યો છે કે તાજમહેલ એક શિવ મંદિર છે.
  • 2015માં આગ્રા સિવિલ કોર્ટમાં તાજમહેલને તેજો-મહાલય મંદિર જાહેર કરવાની અરજી કરવામાં આવી હતી.
  • 2017માં ભાજપનાં સાંસદ વિનય કટિયારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સમક્ષ તાજમહેલને તેજો-મહેલ જાહેર કરવાની માગ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...