• Gujarati News
  • National
  • Dharti Devar, Daughter Of CR Patil, Won The District Panchayat Election In Maharashtra; BJP's Nagpur Stronghold Demolished

ચૂંટણી પરિણામ:સી.આર.પાટીલનાં પુત્રી ધરતી દેવરે મહારાષ્ટ્રમાં જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યાં; ભાજપનો નાગપુર ગઢ ધ્વસ્ત

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધરતી દેવર- ફાઈલ ફોટો - Divya Bhaskar
ધરતી દેવર- ફાઈલ ફોટો
  • સૌથી વધુ 4296 મતોની સરસારઈથી જીત મેળવી

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલનાં પુત્રી ધરતી દેવરે મહારાષ્ટ્રમાં ધૂળે જિલ્લાની લમકાની બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યાં હતાં. જેમાં ધરતી દેવરેને 8690 મત મળ્યા હતા. જ્યારે શિવસેનાના મીનાબાઈ દેવરેને 4394 મત મળતાં ધરતી દેવરેએ 4296 મતથી જીત મેળવી છે જે સમગ્ર જિલ્લા પંચાયતમાં સૌથી મોટી જીત છે. તેમના ચૂંટણી પ્રચાર માટે સી.આર. પાટીલ પ્રચારના એક દિવસ પહેલાં સભા કરી ચૂક્યા છે.

બીજી બાજૂ ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રના 6 જિલ્લાની 85 જિલ્લા પંચાયતની સીટોની પેટા-ચૂંટણીમાં 22 સીટો પર જીત હાંસલ કરી છે. કોંગ્રેસને 144 પંચાયત સમિતિ સીટોમાંથી 35 સીટો પર જીત હાંસલ કરી છે. રાજ્ય ચૂંટણી પંચે મોડી રાત્રે જાહેર કરેલા પરિણામોમાં આ માહિતી આપવામાં આવી હતી. તે મુજબ જિલ્લા પરિષદમાં ભાજપ અને પંચાયત સમિતિમાં કોંગ્રેસમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

જોકે, ભાજપને પોતાના જ ગઢ એટલે કે નાગપુરમાં હારનો સામનો કરવો પડ્યો છે. અહીં કોંગ્રેસને સૌથી વધુ 9 સીટો મળી છે. ત્યાંજ મહાવિકાસ અધાડીનો કુલ આંકડો 46ને પાર પહોંચી ગયો છે.

મહાવિકાસ અધાડીને કુલ 46 સીટો મળી

પાર્ટીસીટો
ભાજપ22
કોંગ્રેસ19
NCP15
શિવસેના12
અન્ય17
કુલ સીટો85

પોતાના ગઢ નાગપુરમાં ભાજપ હાર્યું
નાગપુર જિલ્લા પરિષદની 16 બેઠકો પર પેટાચૂંટણીમાં ભાજપ હારી ગયું છે. વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સૂંપડા સાફ કરીને કોંગ્રેસે અહીં 9 બેઠકો જીતી છે. ભાજપને તેમના ખાતામાં 3 અને NCPના ખાતામાં 2 બેઠકો મળી છે. 2 બેઠકો પર અન્ય લોકોએ કબજો કર્યો છે.

પંચાયત સમિતિઓની ચૂંટણી પરિણામ

પાર્ટીસીટો
ભાજપ33
શિવસેના22
NCP16
કોંગ્રેસ35
અન્ય38
કુલ144
અન્ય સમાચારો પણ છે...