મંગળવારે બપોરે લગભગ 1.30 વાગ્યે પુષ્કર હોળીના તહેવારમાં RTDCના ચેરમેન ધર્મેન્દ્ર રાઠોડ સાથે દુર્ઘટના ઘટી હતી. તેઓ લોકો વચ્ચે હોળી રમવા આવ્યા હતા. આ દરમિયાન પુષ્કરના વરાહ ઘાટ ચોક ખાતે હોળીના તહેવારમાં સ્ટેજ તૂટી પડ્યું હતું. અકસ્માત દરમિયાન રાઠોડ કેટલાક નેતાઓ સાથે સ્ટેજ પર હાજર હતા. ડ્રમર્સ અચાનક સ્ટેજ પર ચઢી ગયા. વધુ ભારને કારણે સ્ટેજ તૂટી ગયું હતું.
એસપી ચુનારામ જાટ અને સ્ટેશન ઈન્ચાર્જ ડૉ. રવીશ કુમાર સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને જવાનોએ ઘટનાસ્થળે તરત જ પરિસ્થિતિને સંભાળી હતી. કોઈને ઈજા થઈ નથી.
પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી
પુષ્કર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ડૉ.રવીશ કુમાર સનમારિયાએ જણાવ્યું- ભીડ ધર્મેન્દ્ર રાઠોડ સાથે સ્ટેજ જેવા લોખંડના ટેબલ પર ચઢી ગઈ હતી, આથી અસંતુલિત થતાં ચેરમેન સહિતના લોકો નીચે પડી ગયા હતા. અકસ્માત દરમિયાન જ સ્થળ પર તહેનાત પોલીસકર્મીઓએ ચાર્જ સંભાળી લીધો હતો. ભીડમાં અરાજકતા પર કાબૂ મેળવ્યો.
છેલ્લાં 40 વર્ષથી કાર્યક્રમો કરી રહ્યા છીએ
આંતરરાષ્ટ્રીય પુષ્કર હોળી ઉત્સવમાં આ વખતે નગરના વરાહ ઘાટ ચોક ખાતે યોજાનારી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું નહોતું. એને કારણે યુવાનોએ પોતપોતાના સ્તરે ઢોલ વગાડી હોળીની ઉજવણી કરી હતી. બીજી તરફ મેળાના મેદાન પાસે ધોર ખાતે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.