તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Dharmapal Of MDH Increased Trade Through Advertisements And Was Also An Expert In Packaging

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદોમાં મહાશય ધર્મપાલ ગુલાટી:MDHના ધર્મપાલે જાહેરાતો થકી વેપાર વધાર્યો, પેકેજિંગના પણ મહારથી હતા

નવી દિલ્હી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
મહાશય ધર્મપાલ ગુલાટી પત્ની લીલાવતી સાથે. લીલાવતીનું 1992માં નિધન થયું હતું. - Divya Bhaskar
મહાશય ધર્મપાલ ગુલાટી પત્ની લીલાવતી સાથે. લીલાવતીનું 1992માં નિધન થયું હતું.
 • કાર્ડિયાક અરેસ્ટથી તેમનું 97 વર્ષની જૈફ વયે નિધન થયું

જન્મ- 27 માર્ચ, 1923
(સિયાલકોટ, પાકિસ્તાન)
મૃત્યુ-3 ડિસેમ્બર, 2020 (દિલ્હી)

સન્માન- પદ્મ ભૂષણએમડીએચ (મહાશિયાં દી હટ્ટી) મસાલા ગ્રૂપના સંસ્થાપક-માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 3 ડિસેમ્બરે નિધન થયું. પાકિસ્તાનમાં જન્મેલા ધર્મપાલ ભાગલા પછી 1947ની 7 સપ્ટેમ્બરે અમૃતસર પહોંચ્યા, પછી ત્યાંથી દિલ્હી અને દિલ્હીથી લોકોના દિલો સુધીની તેમની સફર રોમાંચથી ભરપૂર રહી. એમડીએચની જાહેરાતોથી ધર્મપાલનો ચહેરો દેશનાં ઘર-ઘર સુધી પહોંચ્યો. 1,500 રૂ.થી શરૂ થયેલી તેમની સફર આજે બે હજાર કરોડ રૂ.ની કંપની એમડીએચના રૂપમાં છે. જિંદાદિલ માણસ ધર્મપાલ ગુલાટી જાહેર કાર્યક્રમોમાં મન મૂકીને નાચતા હતા. તાજેતરમાં તેમણે કોરોનાને માત આપી હતી.

વ્યક્તિત્વ : આર્યસમાજનું સાહિત્ય વહેંચતા હતા, નિયમિત કસરત પર ધ્યાન આપતા
ધર્મપાલે પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ સિયાલકોટની આર્યસમાજ સ્કૂલમાં જ કર્યો. તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના પરમભક્ત હતા અને દયાનંદ સરસ્વતી તથા આર્યસમાજ સંબંધી સાહિત્ય વહેંચતા, દિલ્હીમાં આર્યસમાજના કાર્યક્રમોમાં સક્રિય રીતે ભાગ લેતા. તેઓ વેદોના પણ જાણકાર હતા. સવારે 5 વાગ્યાથી દિવસની શરૂઆત કરતા ધર્મપાલ નિયમિતપણે કસરત કરતા. તેઓ તેમના પિતા ચુન્નીલાલના નામથી બનાવેલા ટ્રસ્ટના બેનર તળે સામાજિક કાર્યો કરતા હતા, જેમાં હોસ્પિટલ અને સ્કૂલ પણ સામેલ છે.

દૂરદર્શી : પેકિંગ અને જાહેરાતોનું મહત્ત્વ 70 વર્ષ અગાઉ સમજી ચૂક્યા હતા
ધર્મપાલે 1949માં મસાલાનો વેપાર શરૂ કર્યો ત્યારે તેમની પાસે કંઇ જ નહોતું. વળી, દિલ્હી જેવા નવા અને અજાણ્યા શહેરમાં પોતાની ઓળખ પણ નહોતી. તેમણે રેફ્યૂજી લોકોમાં જાણીતા અખબાર ‘પ્રતાપ’માં જાહેરાત આપી- ‘મહાશિયાં દી હટ્ટી આૅફ સિયાલકોટ દેગી મિર્ચ વાલે’. ત્યાર બાદ પહેલો ઓર્ડર ઓડિશાથી મળ્યો. 1949માં ધર્મપાલને મસાલાનું પેકિંગ કરવાનો આઇડિયા આવ્યો. તેમણે હાર્ડબોર્ડના નાના ડબામાં મસાલા ભરીને વેચવાનું શરૂ કર્યું. બાદમાં ડબા પર પોતાની તસવીર પણ લગાવી. એમડીએચ મસાલાના અમુક ડબાનું પેકિંગ તો આજે પણ તેવું જ છે. 1984માં પહેલી ટીવી એડ. આપી, જેમાં તેમની સાથે શફી ઇનામદાર અને નીના ગુપ્તા હતાં. ત્યાર પછી એમડીએચની જાહેરાતોમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાયમ ધર્મપાલનો ચહેરો જ જોવા મળ્યો.

નેતૃત્ત્વકર્તા : 15 કલાક કામ કર્યું, હોમ ડિલિવરી જેવો નવો ટ્રેન્ડ શરૂ કરવામાં આગળ રહ્યા
1952માં ધર્મપાલને મહિનાઓ સુધી સાઇટિકાનો દુખાવો રહ્યો. તે દરમિયાન પણ તેમણે 12થી 15 કલાક કામ કરવાનું ચાલુ રાખ્યું. શરૂમાં તેઓ મસાલા આઉટસોર્સ કરતા હતા તેમણે જોયું કે એક સપ્લાયર નફાખોરી માટે મસાલામાં ચણાની દાળની ભેળસેળ કરતો હતો. તે દિવસથી જ તેમણે તેની સાથે સંબંધો તોડીને આઉટસોર્સિંગ જ બંધ કરવાનું નક્કી કર્યું. 1960માં દિલ્હીના કીર્તિનગરમાં પોતાની ફેક્ટરી શરૂ કરી. તેઓ બિઝનેસના પાઠ ભણવા ઘણીવાર મુંબઇ ગયા અને દિલ્હીમાં તેનો ઉપયોગ કર્યો. તેમણે મસાલાની હોમ ડિલિવરીનો ટ્રેન્ડ શરૂ કર્યું. તે જમાનામાં તેઓ આવું કરતા ગણ્યાગાંઠ્યા લોકો પૈકી એક હતા. 2017માં તેઓ એફએમસીજી સેક્ટરમાં સૌથી વધુ સેલરી (21 કરોડ રૂ.) લેતા સીઇઓ બની ગયા હતા. કરોલબાગમાં તેમણે રૂપક સ્ટોર નામથી ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલ્યો હતો.

ઝનૂની : માલ વેચતા આવડતું હતું, પાક.માં તો રોજનો 800 રૂ.નો વેપાર કરતા
ધર્મપાલે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે તેમણે અભ્યાસ છોડ્યા બાદ તેમના પિતા કેવી રીતે તેમને બિઝનેસમાં લાવ્યા? કામની શરૂઆત મિસ્ત્રીકામથી થઇ. પછી સાબુ બનાવ્યા, કાચની ફેક્ટરીમાં કામ કર્યું, કપડાંનો વેપાર કર્યો, સોનીને ત્યાં પણ કામ કર્યું પરંતુ ક્યાંય મન ન લાગ્યું. છેવટે પિતાએ મસાલાના વેપારમાં બેસાડી દીધા. શરૂમાં ધર્મપાલ મેંદી વેચતા હતા. પછી પિતાએ ઘેર-ઘેર ફરીને મસાલા વેચવાનું કામ સોંપી દીધું. તેઓ નાના પાઉચમાં મસાલા ભરતા અને સિયાલકોટથી વજીરાબાદ, મજીઠા અને લાહોર સુધી મસાલા વેચવા જતા. તે દિવસોમાં તેઓ રોજનો 500થી 800 રૂ.નો માલ વેચતા હતા. દિલ્હીમાં સવારે ચાલવા નીકળતા ત્યારે પણ મસાલા ભરેલો થેલો લઇ જતા. કરોલબાગથી બુદ્ધ પાર્કના વૉક દરમિયાન ઘણા નવા ગ્રાહક મેળવ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો