તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • DGCA Says Hand Over Non masked Passengers To Police, Passengers Who Do Not Follow Flight Rules May Be Banned

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એર ટ્રાવેલ માટે માસ્ક જરૂરી:DGCAએ કહ્યું- માસ્ક ન પહેરનાર યાત્રિકોને પોલીસને સોંપી દો, ફ્લાઈટમાં નિયમોનું પાલન ન કરનારા પેસેન્જર્સ પર પ્રતિબંધ લાગી શકે છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DGCAના તાજા નિર્દેશ 30 માર્ચનાં રોજ આવ્યા હતા. જેમાં એરપોર્ટ પરિસરથી લઈને ફ્લાઈટમાં ચડવા સુધી યોગ્ય રીતે માસ્ક લગાવવાનું સુનિશ્ચિત કરવામાં આવે તેમ કહેવાયું છે
  • DGCAના નિર્દેશ ન માનનારા પેસેન્જર્સને નિયમાનુસાર સજા અપાવવાની પણ તૈયારીઓ છે

દેશમાં વધતા કોરોના સંક્રમણને લઈને હવે હવાઈ સફર માટે પણ નિયમ કડક બનાવી દેવામાં આવ્યા છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તમામ એરપોર્ટ ઓથોરિટીઝને ચિઠ્ઠી લખીને કોઈ પણ યાત્રીને માસ્ક વગર ટર્મિનલમાં એન્ટ્રી ન આપવાનું કહ્યું છે. નવી ગાઇડલાઈનમાં એરપોર્ટની અંદર માસ્ક ન પહેરનારને સમજાવટ અને દંડ બંનેની જોગવાઈ છે. તો ફ્લાઈટની અંદર માસ્ક ન પહેરવા પર યાત્રીને વિમાનમાંથી ઉતારવા અને તેનું નામ નો-ફ્લાઈ લિસ્ટમાં પણ નાખવાનું કહેવામાં આવ્યું છે.

DGCAની ગાઇડલાઈન મુજબ યાત્રિકોને એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશથી લઈને હવાઈ સફર ખતમ ન કરે ત્યાં સુધી માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યું છે. જે માટે અનેક જગ્યાએ ચેક પોઈન્ટ મુકવાની ભલામણ કરાઈ છે. એટલે કે પેસેન્જર્સને માસ્ક માટે ગમે ત્યાં અને ગમે ત્યારે ટોકવામાં આવી શકે છે. સલાહ ન માનનારા વિરૂદ્ધ કડક કાર્યવાહીના નિયમ બનાવવામાં આવ્યા છે.

  • એરપોર્ટ ટર્મિનલમાં માસ્ક વગર એન્ટ્રી નહીં: નવી ગાઇડલાઈન મુજબ, એરપોર્ટ ટર્મિનલમાં માસ્ક વગર એન્ટ્રી નહીં મળે. યાત્રિકોને માસ્ક લગાવવું જરૂરી. એરપોર્ટની અંદર માસ્ક ન પહેરવા પર કે યોગ્ય રીતે ન પહેરવા પર યાત્રીને ટોકવામાં આવી શકે છે. તો સ્ટાફની વાત ન માનવા પર યાત્રીને ફ્લાઈટમાં સવાર થવાથી પણ રોકવામાં આવી શકે છે.
  • ફ્લાઈટની અંદર પણ માસ્ક પહેરવું જરૂરી: ફ્લાઈટની અંદર માસ્ક ન પહેરવા પર ક્રૂ મેમ્બર્સ માસ્ક લગાવવા માટે કહી શકે છે. ટોકવામાં આવ્યા બાદ પણ જો માસ્ક ન પહેરે તો યાત્રિકને વિમાનમાંથી ઉતારવામાં આવી શકે છે. ક્રૂની વાત ન માનવા પર કે વિવાદ કરવાને લઈને યાત્રીનું નામ નો-ફ્લાઈ લિસ્ટમાં નાખવામાં આવી શકે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ એવા યાત્રિકોને નો-ફ્લાઈ લિસ્ટમાં નાખવાની વાત કરી ચુક્યા છે.

DGCAએ કોઈ પણ કાળે મોઢું-નાક ઢાંકવાનું કહ્યું
DGCAના તાજા નિર્દેશ 30 માર્ચનાં રોજ આવ્યા હતા. જેમાં એરપોર્ટ પરિસરથી લઈને ફ્લાઈટમાં ચડવા સુધી યોગ્ય રીતે માસ્ક લગાવવાનું સુનિશ્ચિત કરવામાં આવે તેમ કહેવાયું છે. તે માટે એરપોર્ટ પ્રશાસને સ્થાનિક પોલીસની મદદ લેવાનું પણ કહેવામાં આવ્યું છે. એરપોર્ટ પરિસરમાં યાત્રિકોને માસ્ક તે રીતે લગાવવાનું છે કે (વિશેષ પરિસ્થિતિઓને છોડીને) નાક અને મોઢું કોઈ પણ કાળે ઢંકાયેલું રહે.

હવાઈ યાત્રાને લઈને DGCAએ 30 માર્ચે સર્ક્યુલર જાહેર કર્યું હતું
હવાઈ યાત્રાને લઈને DGCAએ 30 માર્ચે સર્ક્યુલર જાહેર કર્યું હતું

યાત્રિકોની બેદરકારી બની કડક વલણનું કારણ
DGCAએ આ પહેલાં 13 માર્ચે પણ નિર્દેશ જાહેર કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે એવું જોવા મળ્યું છે કે એરપોર્ટ પરિસરમાં અનેક યાત્રી માસ્ક વગર પરતા જોવા મળે છે. જો માસ્ક લગાવે છે તો પણ તે ગળા સુધી લટકેલું રહે છે. અનેક યાત્રી ફ્લાઈટ દરમિયાન પણ યોગ્ય રીતે માસ્ક નથી લગાવી રહ્યાં. એવું ન કરવા પર પહેલાં સમજાવવાનું કહેવામાં આવ્યું છે. જો યાત્રી છતાં પણ વાત ન માને તો તેને ઉપદ્રવી કરાર કરીને તેનું નામ નો-ફ્લાઈ લિસ્ટમાં નાખવામાં આવે.

DGCAએ 13 માર્ચે જાહેર કરેલી નોટિસમાં યાત્રિકોના વર્તનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
DGCAએ 13 માર્ચે જાહેર કરેલી નોટિસમાં યાત્રિકોના વર્તનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

નવા નિર્દેશો પછી ઈન્દોરમાં કડક વલણ
ઈન્દોરના એરપોર્ટ ડાયરેક્ટર આર્યમા સાન્યાલે જણાવ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ નો-ફ્લાઈ અંગે નિર્દેશ જાહેર કર્યા છે. દિલ્હી DGCAને પણ કડક વલણના નિર્દેશ આપ્યા છે. કોવિડ નિયમોને ન માનનારોને નો-ફ્લાઈ લિસ્ટમાં પણ નાખવામાં આવશે.

ઈન્દોર એરપોર્ટ પર આવનારા યાત્રિકોને માસ્ક પહેરવા પર જ ટર્મિનલ બિલ્ડિંગની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ઈન્દોર એરપોર્ટ પર આવનારા યાત્રિકોને માસ્ક પહેરવા પર જ ટર્મિનલ બિલ્ડિંગની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

પટના એરપોર્ટ પણ જોવા મળી રહ્યું છે સખ્તાઈ
DGCAના આ નિર્દેશો પર પટના એરપોર્ટમાં પણ સખ્તાઈ જોવા મળી રહી છે. જો કે હજુ સુધી કોઈ યાત્રી વિરૂદ્ધ કાર્યવાહી થઈ નથી, પરંતુ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. માસ્ક વગર યાત્રિકોને એરપોર્ટની અંદર નથી આવવા દેવામાં આવતા. સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને પણ કડક વલણ અખ્ત્યાર કરવામાં આવ્યું છે. DGCAના નિર્દેશ ન માનનારા પેસેન્જર્સને નિયમાનુસાર સજા અપાવવાની પણ તૈયારીઓ છે.

પટના એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા ઉપાયોના અમલ લઈને કડક વલણ અપનાવાયું છે.
પટના એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા ઉપાયોના અમલ લઈને કડક વલણ અપનાવાયું છે.

આ હોય છે નો-ફ્લાઈ લિસ્ટ
વિમાનમાં સફર કરનારા યાત્રિકો માટે પણ એક ગાઇડલાઈન હોય છે. વિમાનમાં ખરાબ વ્યવહાર કરવા, મારપીટ કરવા, નશો કરવા કે બીજા યાત્રિકો કે ક્રૂ મેમ્બરને પરેશાનીમાં નાખવામાં આવતા યાત્રિકોને નો-ફ્લાઈ લિસ્ટમાં નાખવામાં આવી શકે છે. નો-ફ્લાઈ લિસ્ટમાં નામ આવવા પર પેસેન્જર્સને 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી હવાઈ સફર નહીં કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો