• Gujarati News
  • National
  • Devotees From 32 Countries Including Russia Ukraine Arrived In Vrindavan; Danced On The DJ, Said It Was Fun Playing Holi

વિદેશી ભક્તોએ રમી ફૂલોની હોળી, VIDEO:રશિયા-યુક્રેન સહિત 32 દેશોમાંથી શ્રદ્ધાળુઓ વૃંદાવન પહોંચ્યા; ડીજે પર કર્યો ડાન્સ, કહ્યું- હોળી રમીને મજા પડી

મથુરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મથુરાના વૃંદાવનના કીકી નગલામાં શનિવારે વિદેશી કૃષ્ણભક્તોએ ફૂલોની હોળી રમી હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડ, રશિયા, યુક્રેન સહિત દુનિયાભરના 32 દેશોમાંથી આવેલા ભક્તોએ ડીજેના તાલ સાથે ડાન્સ કર્યો હતો. પછી એકબીજા પર ફૂલો ફેંકીને ઉત્સાહ સાથે હોળી રમી હતી. ભક્તોએ એક-બીજા પર એટલાં ફૂલો ફેંક્યાં કે ત્યાં ફૂલોની ચાદર પથરાઈ ગઈ હતી.

આ ફોટો યુક્રેનની શંકર દાસીનો છે. તેમણે કહ્યું કે ગુરુજીની સાથે હોળી રમીને સારું લાગ્યું.
આ ફોટો યુક્રેનની શંકર દાસીનો છે. તેમણે કહ્યું કે ગુરુજીની સાથે હોળી રમીને સારું લાગ્યું.

યુક્રેનથી આવેલી શંકર દાસીએ કહ્યું- ખૂબ જ સરસ સેલિબ્રેશન થયું
યુક્રેનથી આવેલ શંકર દાસીએ કહ્યું હતું કે અહીં ગુરુજીની સાથે હોળી રમી અને ભક્તોની સાથે ભજન ગાયા. ખૂબ જ સુંદર હોળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું. જ્યારે, આ તરફ જર્મનીથી આવેલી વિશ્વ મોહિનીએ જણાવ્યું હતું કે મેં પ્રથમ વખત 2014માં વૃંદાવનમાં હોળી રમી હતી. ત્યારબાદ હવે અહીં આવી છું. ખૂબ જ સારું લાગી રહ્યું છે.

આ ફોટો જર્મનીની વિશ્વ મોહિનીનો છે. પહેલી વખત 2014માં તે વૃંદાવનમાં હોળી રમવા આવી હતી.
આ ફોટો જર્મનીની વિશ્વ મોહિનીનો છે. પહેલી વખત 2014માં તે વૃંદાવનમાં હોળી રમવા આવી હતી.

ગિરખાડી દાસીએ કહ્યું- મારું હૈયું આજે આનંદથી ઉભરાઈ ગયું
જર્મનીની રહેવાસી ગિરખાડી દાસીએ જણાવ્યું હતું કે હું વિશ્વાનંદ મહારાજની શિષ્યા છું. વૃંદાવન ખૂબ જ સુંદર શહેર છે. હું ખૂબ જ ખુશ છું કે મારું હૈયું આજે આનંદથી ઉભરાઈ ગયું છે. જ્યારે અમેરિકામાં રહેતા દેવ નારાયણ દાસે કહ્યું કે હું પ્રથમ વખત ભારત આવ્યો છું. ફૂલોની હોળી અદ્ભુત છે. હું અહીં આવીને પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું.

આ ફોટો અમેરિકાના દેવ નારાયણદાસનો છે.
આ ફોટો અમેરિકાના દેવ નારાયણદાસનો છે.

તસવીરોમાં જુઓ વિદેશના કૃષ્ણભક્તોમાં હોળીનો ઉત્સાહ...

કાર્યક્રમમાં વિદેશી ભક્તોની મંડળીએ હોળીના ભજન ગાયાં હતાં. જેને સાંભળીનો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
કાર્યક્રમમાં વિદેશી ભક્તોની મંડળીએ હોળીના ભજન ગાયાં હતાં. જેને સાંભળીનો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
ફૂલોની હોળી રમવા દરમિયાન ભક્તો ભજન પર ઝૂમતા નજરે પડ્યા. પ્રવાસીઓએ તેના વીડિયોને પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.
ફૂલોની હોળી રમવા દરમિયાન ભક્તો ભજન પર ઝૂમતા નજરે પડ્યા. પ્રવાસીઓએ તેના વીડિયોને પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.
આ દરમિયાન વિદેશી પર્યટકોએ ફુલોની એટલી હોળી રમી કે સ્થળ પર ફૂલોની ચાદર પથરાઈ ગઈ હતી.
આ દરમિયાન વિદેશી પર્યટકોએ ફુલોની એટલી હોળી રમી કે સ્થળ પર ફૂલોની ચાદર પથરાઈ ગઈ હતી.
શ્રીધામ વૃંદાવનમાં વિદેશી કૃષ્ણભક્તોએ ફૂલોની હોળી રમી હતી.
શ્રીધામ વૃંદાવનમાં વિદેશી કૃષ્ણભક્તોએ ફૂલોની હોળી રમી હતી.
સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિદેશી પ્રવાસીઓએ કહ્યું કે ભારત આવીને ખૂબ જ સારું લાગ્યું.
સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિદેશી પ્રવાસીઓએ કહ્યું કે ભારત આવીને ખૂબ જ સારું લાગ્યું.
પ્રવાસીઓએ એકબીજા પર ફૂલો ફેંકીને હોળી રમી હતી.
પ્રવાસીઓએ એકબીજા પર ફૂલો ફેંકીને હોળી રમી હતી.
ભક્તો ફૂલોની ગાંસડીમાંથી ફુલો લઈને એકબીજા પર ફૂલો ફેંકતા જોવા મળ્યા હતા.
ભક્તો ફૂલોની ગાંસડીમાંથી ફુલો લઈને એકબીજા પર ફૂલો ફેંકતા જોવા મળ્યા હતા.
જર્મનીની રહેવાસી સ્વામી વિશ્વાનંદ મહારાજે પોતાના હજારો વિદેશી કૃષ્ણભક્તોની સાથે ફૂલોની હોળી રમી હતી.
જર્મનીની રહેવાસી સ્વામી વિશ્વાનંદ મહારાજે પોતાના હજારો વિદેશી કૃષ્ણભક્તોની સાથે ફૂલોની હોળી રમી હતી.
સ્વામી વિશ્વાનંદ મહારાજના વિવિધ દેશોમાં હજારો અનુયાયી છે. સ્વામી વિશ્વાનંદ મહારાજને મોરેશિયસમાં હિન્દુ ગુરુના નામથી ઓળખાય છે. તેઓ ભક્તિમાર્ગના સંસ્થાપક કહેવાય છે.
સ્વામી વિશ્વાનંદ મહારાજના વિવિધ દેશોમાં હજારો અનુયાયી છે. સ્વામી વિશ્વાનંદ મહારાજને મોરેશિયસમાં હિન્દુ ગુરુના નામથી ઓળખાય છે. તેઓ ભક્તિમાર્ગના સંસ્થાપક કહેવાય છે.
અન્ય સમાચારો પણ છે...