તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Despite The Strictness Of The Corona Protocol, The Enthusiasm For The Chardham Yatra Reached Its Peak At Rs. 3 Crore Booking

આસ્થાનો બૂસ્ટર ડૉઝ:કોરોના પ્રોટોકોલની કડકાઈ છતાં ચારધામ યાત્રાનો ઉત્સાહ ચરમસીમાએ, ગેસ્ટહાઉસોમાં જ રૂ. 3 કરોડનું બુકિંગ

દેહરાદૂન5 મહિનો પહેલાલેખક: મનમીત
  • કૉપી લિંક
કેદારનાથ - ફાઇલ તસવીર - Divya Bhaskar
કેદારનાથ - ફાઇલ તસવીર
  • કેદારનાથ હેલિકોપ્ટર સેવાના 5 દિવસમાં 8762 ટિકિટ વેચાઈ

ઉત્તરાખંડમાં આવતા મહિનાથી શરૂ થતી ચારધામ યાત્રાને લઈને ઉત્સાહ દેખાવા માંડ્યો છે. ગયા વર્ષે કોરોના સંકટને કારણે આ યાત્રા રદ કરાઈ હતી. આ વખતે કોરોના પ્રોટોકોલ કડક છે. આમ છતાં એડવાન્સ બુકિંગમાં જોરદાર ઉછાળો નોંધાઈ રહ્યો છે. ચારધામોના કપાટ 17 મેના રોજ ખૂલવાનાં શરૂ થશે અને ગઢવાલ મંડલ વિકાસ નિગમ હાલ રૂ. ત્રણ કરોડનું એડવાન્સ બુકિંગ કરી ચૂક્યું છે. બીજી તરફ પાંચ દિવસમાં કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8762 ટિકિટ વેચાઈ ચૂકી છે. પ્રવાસન વિભાગના ડિરેક્ટર જનરલ મેનેજર જિતેન્દ્ર કુમારે કહ્યું હતું કે 2019માં ધાર્મિક યાત્રિકોના બુકિંગમાં ગઢવાલ મંડલ વિકાસ નિગમને રૂ. 10 કરોડથી વધુની આવક થઈ હતી. જોકે પછીના વર્ષે આ આવક શૂન્ય થઈ ગઈ. હવે એડવાન્સ બુકિંગને જોતાં આશા છે કે આ વર્ષ પ્રવાસન માટે સારું રહેશે. દર વર્ષે ઉત્તરાખંડમાં આશરે 4 કરોડ પ્રવાસી આવે છે, જેમાં 60 લાખ શ્રદ્ધાળુઓ હોય છે.

શ્રદ્ધાળુઓના ટેસ્ટ કર્યા પછી જ રાજ્યમાં પ્રવેશ મળશે
ચારધામ યાત્રામાં બહારનાં રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓને કોવિડ નેગેટિવ તપાસ રિપોર્ટ કે વેક્સિનેશન પ્રમાણપત્ર સાથે રાખવું પડશે. ગયા વર્ષે પણ સીમિત સંખ્યા અને કોવિડ નેગેવિટ રિપોર્ટના આધારે જ ચારધામ યાત્રામાં આવવાની મંજૂરી હતી.

ક્યારે ખૂલશે ચારધામનાં કપાટ?

  • ગંગોત્રી 14 મે
  • યમુનોત્રી 14 મે
  • કેદારનાથ 17 મે
  • બદ્રીનાથ 18 મે