તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Despite The Decline In The Number Of Devotees At The Tirupati Temple, The Hundi Collection Increased By 200% To Rs 4.14 Lakh. 36 Crore

ભાસ્કર ઓરિજિનલ:તિરુપતિ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટવા છતાં હૂંડી કલેક્શન 200% વધ્યું, 4.14 લાખે રૂ. 36 કરોડ ચઢાવ્યા

વિજયવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિરુપતિમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધારવા પર વિચાર

એમ.એસ. શંકર | કોરોનાની બીજી લહેરમાં આંશિક લૉકડાઉન દરમિયાન પણ તિરુપતિમાં ભગવાન શ્રીનિવાસનના દર્શન ચાલુ હતા. આ દરમિયાન અહીં રોજ સરેરાશ 15થી 18 હજાર લોકોએ દર્શન કર્યા અને જૂનમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમાં હુંડી કલેક્શન પણ મેની તુલનામાં 200% વધ્યું. જૂનમાં 4.14 લાખ શ્રદ્ધાળુઓએ આશરે રૂ. 36 કરોડ ચઢાવ્યા. સામાન્ય દિવસોમાં અહીં રોજ રૂ. 2-3 કરોડનો ચઢાવો આવે છે. જાહેર રજા કે બ્રહ્મોત્સવ જેવા પ્રસંગે આ આંકડો રૂ. 5-7 કરોડ થાય છે. મંદિરના સંરક્ષક તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)નું કહેવું છે કે, શ્રદ્ધાળુઓની સંખ્યા 5000 સુધી સીમિત કરવા છતાં ચઢાવામાં મોટું અંતર નથી દેખાતું. ટીટીડી કાર્યકારી સમિતિએ હાલમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધારવાના ઈરાદે બેઠક કરી હતી. જોકે, ટ્રસ્ટે હાલ શ્રદ્ધાળુઓની સંખ્યા વધારવાનો ઈનકાર કરી દીધો છે. ટીટીડીના અધ્યક્ષ એસ. વી. સુબ્બા રેડ્ડી કહે છે કે, શ્રદ્ધાળુઓની સંખ્યા વધારવાનો નિર્ણય લઈશું, પરંતુ તેનો ચોક્કસ સમય ના કહી શકાય.હાલ તિરુપતિમાં 20 કિ.મી. પહેલા અલીપીરી ટોલગેટથી શ્રદ્ધાળુ આવી રહ્યા છે. ત્યાં તેમની તપાસ પણ કરાઈ રહી છે. સીધી આવતી ભીડને પાછી મોકલાઈ રહી છે. કન્ટેઈન્મેન્ટ ઝોનથી આવતા શ્રદ્ધાળુઓને પણ પાછા મોકલાય છે. ભલે તેમણે ઓનલાઈન ટિકિટ લીધી હોય. સંસ્થાની વેબસાઈટ પ્રમાણે, અહીં રોજ 15 હજાર લોકો દર્શનાર્થે આવે છે. આ મુદ્દે બોર્ડનું કહેવું છે કે, જે લોકોએ 31 ડિસેમ્બર પહેલા ટિકિટ લીધી હતી, તેમને પણ મંજૂરી આપી રહ્યા છીએ. એટલે કુલ સંખ્યા વધુ દેખાઈ રહી છે.

ઓરડા ઓડ-ઈવન ધોરણે, દર બે કલાકે સેનિટાઈઝ
તીર્થયાત્રીઓને તિરુમાલા અને તિરુપતિમાં તમામ ઓરડા ઓડ-ઈવન આધારે ફક્ત 24 કલાક માટે અપાઈ રહ્યા છે. ફક્ત બે લોકોને જ 24 કલાકની મંજૂરી હશે. આ ઉપરાંત દર બે કલાકે ઓરડા સેનિટાઈઝ કરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...