તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Despite The Ban On Fireworks, It Is Difficult To See The Dense Fog In Delhi NCR, 10 Meters Away

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી પર દિલ્હીની હવા જોખમી:ફટાકડા પર પ્રતિબંધ છતાં દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ, 10 મીટર દૂર જોવું પણ મુશ્કેલ

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિલ્હી અને એનસીઆરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ સ્થિતિમાં પહોંચી ગયો છે. દિલ્હીના અનેક વિસ્તારમાં ધૂમ્મસની ચાદર જોવા મળી રહી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ પીએમ 2.5નું લેવલ 402 છે જે અત્યંત ગંભીર કેટેગરીમાં આવે છે. અન્ય વિસ્તારમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં પણ પીએમ 2.5નું લેવલ 372ની આસપાસ છે. ગાઝિયાબાદમાં પ્રદૂષણની સ્થિતિ વધુ બગડી છે.

દિલ્હીમાં શનિવારે એક ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 339 નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં તેમાં 100થી વધુ PM 2.5નો વધારો નોંધાયો છે. આ પહેલાં શુક્રવારે 339 અને ગુરૂવારે 314 AQI નોંધાયો હતો. દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ઘણાં ફટાકડા ફોડવામાં આવ્યા. હરિયાણા, પંજાબ અને યુપીના અનેક જિલ્લામાં પરાલી સળગાવવાની ઘટનાઓ પણ સામે આવી છે.

32% પ્રદૂષણ માત્ર પરાલી સળાગવવાથી વધ્યું
પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે દિલ્હીના પ્રદૂષણમાં 32%નો વધારો માત્ર પરાલી સળગાવવાથી વધ્યું છે. હવાની ગતિ ધીમી હોવાથી પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, રવિવાર અને સોમવારે રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે. પ્રદૂષણના તમામ નુકસાનદાયક કણ PM10 અને PM 2.5નું સ્તર એક વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી સૌથી વધુ જોવા મળી શકે છે. બપોરે તેમાં થોડો ઘટાડો આવશે તેવી શક્યતા છે.

દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે આ નિર્ણયો લીધા

 • ટ્રાફિકમાં ગાડીનું એન્જિન બંધ કરવાનું અભિયાનની શરૂઆત કરી.
 • કન્સ્ટ્રકશનના કામ નહીં કરવામાં આવે.
 • દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ.
 • સમયાંતરે શહેરમાં લાગેલા ઝાડ-પાન પર પાણીનો છંટકાવ કરવામાં આવે.
 • કચરો સળગાવવા પર રોક.
 • દિલ્હી-NCRમાં પરાલી સળગાવવા પર પ્રતિબંધ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો