તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Despite Not Being Involved In The Antilia Case, Paramvir Singh Lost His Post As Mumbai Police Commissioner Due To These 5 Reasons.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરમવીર સિંહ સામે શા માટે કાર્યવાહી થઈ:એન્ટિલિયા કેસમાં સંડોવાયેલા નહીં હોવા છતાં આ 5 કારણથી પરમવીર સિંહને મુંબઈ પોલીસ કમિશ્નર પદ ગુમાવવું પડ્યું

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એન્ટિલિયા કેસમાં સચિન વઝેની ધરપકડ બાદ પરમવીર સિંહ પર જાણી જોઈને વઝેને સંરક્ષણ આપવાનો આરોપ લાગતો રહ્યો હતો-ફાઈલ ફોટો - Divya Bhaskar
એન્ટિલિયા કેસમાં સચિન વઝેની ધરપકડ બાદ પરમવીર સિંહ પર જાણી જોઈને વઝેને સંરક્ષણ આપવાનો આરોપ લાગતો રહ્યો હતો-ફાઈલ ફોટો

એન્ટિલિયા કેસમાં બુધવારે મુંબઈ પોલીસ કમિશ્નર પરમવીર સિંહને તેમના પદ પરથી હટાવી હોમગાર્ડના DG બનાવી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પરમવીરને હટાવવામાં આવ્યાની ચર્ચા છેલ્લા ત્રણ દિવસથી સતત થતી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ સતત મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠકો યોજી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે NCPના વડા શરદ પવાર પણ CM સાથે મુલાકાત કરી સંકેતોમાં પરમવીરને હટાવવા અંગે સહમતી દર્શાવી હતી. આ સંજોગોમાં પરમવીર સિંહ પદ પરથી હટશે તે નક્કી હતું. છેવટે કયા કારણોથી પરમબીરને હટાવવામાં આવ્યા. આ અંગે વાંચો...

આ કારણોથી પરમવીર સિંહની બદલી થઈ
એન્ટિલિયા કેસમાં સચિન વઝેની ધરપકડ બાદ પરવીર સિંહ પર અનેક આરોપ લાગતા રહ્યા હતા.

  • 16 વર્ષ સુધી સસ્પેન્ડ રહ્યા બાદ 6 જૂન,2020ના રોજ પરમવીર સિંહના આદેશથી જ વજેને ફરી APIના પદ પર લાવવામાં આવ્યા.
  • ફરજ પર હાજર થયા તેને થોડા જ સમય બાદ ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU)જેવા મહત્વના પદ પર વડા તરીકે ગોઠવવામાં આવ્યા. ભાજપનો આરોપ હતો કે સરકારની દરમિયાનગીરીને લીધે અનેક સિનિયર અધિકારીઓ હોવા છતા API સચિન વઝેને CIUના હેડ પરમવીર સિંહને બનાવવામાં આવ્યા.
  • પરમવીર સિંહે બહુચર્ચિત TRP કૌભાંડ, ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈકની આત્મહત્યામાં રિપબ્લિક TVના એડિટર-ઈન-ચીફ અર્બન ગોસ્વામીની ધરપકડ કરવા, કંગના અને ઋતિક વચ્ચેના ઈમેલ વિવાદ વગેરે જેવા મહત્વના કેસ જ્યુરિડિક્શન વગર સચિન વઝેને સોંપવામાં આવ્યા હતા.
  • એન્ટિલિયાની બહાર વિસ્ફોટક મળ્યા બાદ આ કેસ પણ પરમવીર સિંહના કહેવાથી જ સચિન વઝેને સોંપવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ તેમને આ કેસમાંથી હટાવવામાં આવ્યા હતા.
  • નિયમ પ્રમાણે CIU વડા હોવા છતાં સચિન વજેનું રિપોર્ટિંગ પોતાનાથી સિનિયર ઈન્સ્પેક્ટર અથવા DCPને કરવાની જરૂર હતી, પણ તે આ કેસમાં પરમવીર સિંહને રિપોર્ટ કરતા હતા.

અંદરવર્લ્ડ સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે પરમવીર
વર્ષ 1988 બેંચના IPS અધિકારી પરમવીર સિંહ, સંજય બર્વેની જગ્યાએ મુંબઈના પોલીસ કમિશ્નર બન્યા હતા.આ અગાઉ તેઓ ACBના મહાનિર્દેશક તરીકે હતા. પરમવીરને અંડરવર્લ્ડ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.​​​​​​​​​​​​​​

માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસમાં જાણીતા થયા હતા
​​​​​​​
પરમવીર માલાગાવ બ્લાસ્ટની તપાસ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ધરપકડ બાદ ચર્ચામાં આવ્યા હતા. તે સમયે કહેવામાં આવ્યું હતું કે સિંહ પાસે આ કેસની તપાસ હતી અને તેમના પ્રયત્નથી જ પ્રજ્ઞા પર કેસ મજબૂત કરાયો હતો. જોકે હેમંત કરકરે તે સમયે ATSના વડા હતા. ​​​​​​​

ATSમાં IG રહી ચુક્યા છે પરમવીર
​​​​​​​
પરમવીર ATSમાં ડેપ્યુટી IG પર પણ રહી ચુક્યા છે. સિંહનો સર્વિસ રેકોર્ડ સારો રહ્યો છે. તેઓ ચંદ્રપુર અને ભંડારા જીલ્લાના પોલીસ વડા પણ રહી ચુક્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો