• Gujarati News
  • National
  • Descended To Fetch Water, The Train Took Off; RPF's Departure Saves Woman's Life, VIDEO

મહિલા ટ્રેનમાં ચઢતી હતીને પગ લપસ્યો...20 ફૂટ ઘસડાઈ:પાણી લેવા નીચે ઊતરી હતી, ટ્રેન ઊપડી ગઈ; RPFના જવાને મહિલાનો જીવ બચાવ્યો, VIDEO

સિવાન3 મહિનો પહેલા
  • જવાને મહિલાનો હાથ પકડીને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધી હતી

બિહારના સિવાનના દરૌંદા રેલવે સ્ટેશનથી આનંદ વિહાર જઈ રહેલી એક મહિલા વારાણસી રેલવે સ્ટેશન પર અચાનક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી ગઈ હતી. મહિલા પાણી લેવા માટે નીચે ઊતરી હતી, ત્યારે અચાનક ટ્રેન ઊપડવા લાગી. મહિલાએ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો અને તે પડી ગઈ હતી. આ પછી તે લગભગ 20 ફૂટ સુધી ઢસડાઈ હતી. RPFના જવાનની સમજણને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો, પરંતુ થોડા સમય માટે સ્ટેશન પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

મહિલા આનંદ વિહાર જઈ રહી હતી. વારાણસી રેસવે સ્ટેશન પર બનેલી આ ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્યાં એક મહિલા ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી જોવા મળે છે અને એ દરમિયાન તે ચાલુ ટ્રેનની ઝપેટમાં આવી ગઈ હતી.

RPFના જવાનની સમજણને કારણે મહિલાને ટ્રેનની નીચે ટ્રેક પર પડી જાય એ પહેલાં સુરક્ષિત બહાર ખેંચી લેવામાં આવી હતી. ભોગ બનનારી મહિલાની ઓળખ સિવાન જિલ્લાના રહેવાસી દિનેશ કુમારની પત્ની પાર્વતી દેવી તરીકે થઈ છે. આ સમગ્ર ઘટના 10 જૂન રવિવારના રોજ બની હતી.

ટ્રેનમાં ચડતી વખતે મહિલાનો પગ લપસી ગયો અને તે પડી ગઈ હતી.
ટ્રેનમાં ચડતી વખતે મહિલાનો પગ લપસી ગયો અને તે પડી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, મહિલા તેના પરિવારના ત્રણ સભ્ય સાથે 14005 લિચ્છવી એક્સપ્રેસ ટ્રેનમાં દારુંડા રેલવે સ્ટેશનથી આણંદ વિહાર જતી હતી. તેઓ કોચ નંબર એસ વનમાં મુસાફરી કરી રહ્યાં હતાં. ટ્રેન બપોરે 2.50 વાગ્યે વારાણસી કેન્ટ પ્લેટફોર્મ 01 પર પહોંચી હતી. આ દરમિયાન મહિલા મુસાફર પાર્વતી દેવી ટ્રેનમાંથી નીચે ઊતરીને સ્ટોલ પર પાણી લેવા ગઈ હતી. ત્યાં સુધીમાં ટ્રેન શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન ઉતાવળે ટ્રેનમાં ચઢતાં તેમનો પગ લપસી ગયો હતો અને તે પડી ગઈ હતી.

આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર સિંહ RPF પ્રયાગરાજ રામવાગ ખાતે આ ટ્રેનની સુરક્ષામાં તહેનાત હતા. તેમણે આ મહિલાનો હાથ પકડી લીધો અને તેને નીચે પડવા દીધી નહોતી. જવાને મહિલાનો હાથ પકડીને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધી હતી. તેના થોડા સમય બાદ ફરજ પરના ગાર્ડે ટ્રેનને રોકી દીધી હતી.

આ મહિલાનો જીવ બચાવ્યાનો વીડિયો હવે રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ અકસ્માતમાં મહિલાને સામાન્ય ઈજાઓ થઈ છે, હાલ મહિલાની હાલત સારી છે.

અન્ય સમાચારો પણ છે...