જમ્મુ-કાશ્મીરમાં ફરી સીઝફાયર વાયોલેશન:પાકિસ્તાન દ્વારા રાજૌરી સેક્ટરમાં થયેલા ગોળીબારમાં નાયબ સૂબેદાર શહીદ

શ્રીનગરએક વર્ષ પહેલા
  • પાકિસ્તાને આ વર્ષમાં 2700થી વધારે વાર સીઝફાયર વાયોલેશન કર્યું છે

LoC ઉપર પાકિસ્તાન દ્વારા કરાયેલ ગોળીબારમાં સેનાના નાયબ સૂબેદાર શહીદ થયા છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં રાજૌરીના નૌશેરામાં LoC પર સીઝફાયર કર્યું છે. ભારતીય સેનાના પીઆરઓ (ડિફેન્સ) લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગોળીબારમાં નાયબ સૂબેદાર રાજવિંદરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તેમનું મોત થયું હતું.

રાજૌરી સેક્ટરમાં LoC પર ગત મહિને પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ જવાન હિમાચલ પ્રદેશના હમીરપુરનો રહેવાશી હતો.

આ વર્ષે 2700થી વધુવાર સીઝફાયર વાયોલેશન
પાકિસ્તાને આ વર્ષે 2700થી વધુવાર સીઝફાયર વાયોલેશન કર્યું છે. ગત વર્ષે તેની સંખ્યા 3168 અને 2018માં 1629 હતી. આ દરમિયાન 21 નાગરિકોના મોત થયા છે અને 94 ઘાયલ થયા છે.

છેલ્લા 2 સપ્તાહમાં ક્યારે કેટલા આતંકી ઠાર

  • 17 અને 18 ઓગસ્ટે બારામૂલાના કરીરી વિસ્તારમાં એન્કાઉન્ટ થયું હતું. આ દરમિયાન 3 આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા. જેમાં લશ્કરના બે કમાંડર સજ્જાદ ઉર્ફ હૈદર અને ઉસ્માન સામેલ હતા. હૈદર બાંદીપોરા હત્યાઓનો મુખ્ય કાવતરું ઘડનારો હતો.તે યુવાનોને આતંકી સંગઠનમાં દાખલ કરતો હતો. વિદેશી આતંકી ઉસ્માને ભાજપ નેતા વસીમ બારી અને તેના પિતા અને ભાઈની હત્યા કરી હતી.
  • 19 ઓગસ્ટે દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બે એન્કાઉન્ટર થયા હતા. આ દરમિયાન એક આતંકવાદી ઠાર મરાયો હતો. આ દિવસે હંદવાડાના ગનીપોરામાં બે આતંકી ઠાર મરાયા હતા.
  • 28 ઓગસ્ટે શોપિયાંના કિલૂરા વિસ્તારમાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એકની ધરપકડ કરવામાં આવી હતી. આ અલ બદ્ર આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા. સેનાએ જણાવ્યું કે, આતંકીઓ પાસેથી બે AK-47 અને ત્રણ પિસ્તોલ મળી આવી છે. અહીંયા છેલ્લા 2 સપ્તાહમાં અત્યાર સુધી 10 આતંકવાદી માર્યા ગયા છે.
અન્ય સમાચારો પણ છે...