હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે સક્રિય થઈ છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ શુક્રવારે હિમાચલ પ્રદેશમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આજે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે તે 150 યુનિટ વીજળી, પાણી અને બસનું ભાડું ફ્રી કરાવી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપના મનમાં હારનો ભય છે. ભાજપની 18 જગ્યાએ સરકાર છે. તે દરેક જગ્યાએ ફ્રીનો વિરોધ કરે છે. જોકે હવે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી આવી તો તે કેજરીવાલ મોડલની કોપી કરી રહ્યાં છે. હજી તો કેજરીવાલે માત્ર એક મંડીમાં જ રોડ શો કર્યો છે અને આટલો ભય. બાકીના 18 રાજ્યોમાં શાં માટે ફ્રી કરતા નથી.
સિસોદિયાએ કહ્યું કે લોકો જાણે છે કે ભાજપ સસ્તી વીજળી આપવાના પક્ષમાં નથી. તમે વિચારો કે કેજરીવાલના એક રોડ શોથી આટલો ફાયદો થયો તો સરકાર બનવાથી કેટલો ફાયદો થશે. તેમણે ચૂંટણીના ડરથી અડધી યોજનાની જાહેરાત કરી છે, તેમનો ફ્રી કે સસ્તામાં આપવાનો કોઈ જ ઈરાદો નથી. સિસોદિયાએ કહ્યુ કે હું હિમાચલના લોકોને કહીશ કે તેમની ચાલમાં ન આવતા. આમ આદમી પાર્ટીની જ સરકાર બનશે.
હિમાચલ સરકાર દિલ્હીની નકલ કરી રહી છે- કેજરીવાલ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે દિલ્હીની નકલ કરીને આજે હિમાચલની ભાજપ સરકારે આ જાહેરાતો કરી છે. ભાજપ આ જાહેરાત તમામ ભાજપ શાસિત રાજ્યોમાં કરે. નહિતર લોકોને લાગશે કે તમે ભયથી આ જાહેરાતો કરી છે. ચૂંટણી પછીથી પરત ખેંચી લેશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.