તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનથી હિંમત હારી:ડિપ્રેશનમાં આવેલી મોડલે 14મા માળેથી કૂદી આત્મહત્યા કરી, આગલી રાત્રે મુંબઈથી આવેલા મિત્ર સાથે કરી હતી પાર્ટી

3 મહિનો પહેલા
મુંબઈમાં મોડલિંગ કરતી પ્રિયા લોકડાઉન આવ્યા પછી ડિપ્રેશનમાં રહેતી હતી.
  • મોડલ પ્રિયાએ પેરામાઉન્ટ સોસાયટીની છત પરથી કૂદીને આત્મહત્યા કરી
  • પ્રિયા મુંબઈમાં મોડલિંગ કરતી હતી, પોલીસ તપાસ શરૂ

મુંબઈમાં મોડલિંગની દુનિયામાં વ્યસ્ત એક મોડલના જીવનમાં સતત આવેલા લોકડાઉનને કારણે ભૂકંપ આવી ગયો છે. સતત બે વખત લોકડાઉન આવવાને કારણે કરિયર વિશે ચિંતિત મોડલ પ્રિયાએ 14મા ફ્લોરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ડિપ્રેશન દર્શાવતી આ ઘટના યુપીના ગૌતમબુદ્ધનગર જિલ્લાની છે. માનવામાં આવે છે કે રવિવારે પ્રિયાને મુંબઈથી મળવા એક મોડલ મિત્ર આવ્યો હતો અને રવિવારે મોડે સુધી તેમણે પાર્ટી પણ કરી હતી.

દિલ્હીના મયૂર વિહારમાં રહેતી પ્રિયા ઉર્ફે ભાવના પેરામાઉન્ટ ઈમોશન્સ સોસાયટીમાં તેમની મોટી બહેનના ત્યાં થોડા દિવસોથી રહેતી હતી. કોરોનાકાળ પહેલાં તે મુંબઈમાં મોડલિંગ કરતી હતી. બે વાર લોકડાઉન લાગ્યું હોવાથી તે તેના કરિયરને લઈને ચિંતિત હતી. તે ડિપ્રેશનમાં જ તેણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે.

ઘટનાસ્થળે તપાસ કરતી પોલીસ.
ઘટનાસ્થળે તપાસ કરતી પોલીસ.

મુંબઈથી મળવા આવ્યો હતો મિત્ર
પોલીસના જણાવ્યા પ્રમાણે, મોડલ પ્રિયા તેની મોટી બહેનના ત્યાં રહેતી હતી. ત્યાં રવિવારે તેને મળવા મુંબઈથી એક મિત્ર આવ્યો હતો. રવિવારે પ્રિયા અને તેના મિત્રએ મોડે સુધી પાર્ટી કરી હતી. પ્રિયાની મોટી બહેને આ વાત તેની માતાને જણાવી દીધી હતી. ત્યાર પછી પ્રિયાની માતા સોમવારે તેના ઘરે પહોંચી હતી અને તેને લઢી હતી. પ્રિયાની માતા મોટી બહેનના ઘરેથી જતી રહી પછી પ્રિયાએ આત્મહત્યા કરી છે.

14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી
પોતાની માતાની વઢથી નારાજ પ્રિયાએ સોસાયટીના 14મા ફ્લોર પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રિયાએ જ્યારે 14મા માળેથી કૂદીને છલાંગ લગાવી ત્યારે તે ગંભીર રીતે ઘાયલ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારે સારવાર દરમિયાન પ્રિયાને મૃત જાહેર કરવામાં આવી હતી. જોકે પોલીસને ઘટનાસ્થળથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

ઘણી વાર કરી હતી મરવાની વાતો
પૂછપરછમાં સામે આવ્યું છે કે, પ્રિયાને તેની માતાએ લઢ્યા પછીથી તે મરવાની વાતો કરવા લાગી હતી. તે પછી તેની માતાએ તેને સમજાવી પણ હતી અને તે સમજી પણ ગઈ હતી. પરંતુ ત્યારપછી તેણે અચાનક બાલકનીમાં જઈને છલાંગ લગાવી દીધી હતી.

બોયફ્રેન્ડ વિશે પણ અપસેટ હતી
પ્રિયા થોડા દિવસ પહેલાં જ તેની મોટી બહેનના ઘરે આવી હતી અને ત્યારથી કોઈને કોઈ વાતે અપસેટ હતી. તેની મોટી બહેનનું માનવું છે કે, તેના બોયફ્રેન્ડના કારણે પણ તે અપસેટમાં હોય તેવુ લાગતું હતું. તે અમારા ઘરે મળવા પણ આવ્યો હતો અને તેના કારણે ઘરના લોકો પણ નારાજ હતા.

પોલીસે તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટના વિશે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું છે કે, તેના પરિવારજનો હાલ કોઈ માહિતી આપતા નથી. તેથી પોલીસે જ વિવિધ એંગલથી તપાસ કરવાનું શરૂ કર્યું છે. હજી મોડલની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું.

બોયફ્રેન્ડની પણ પૂછપરછ થઈ શકે છે
પોલીસે જણાવ્યું કે, તપાસમાં જરૂર પડશે તો જે યુવક તેને મુંબઈથી અહીં મળવા આવ્યો હતો તેને પૂછપરછ માટે ફરીથી બોલાવવામાં આવી શકે છે. ડીસીપી સેન્ટ્રલ જોન હરીશ ચંદરનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં હજી કોઈ માહિતી મળી નથી. પરિવારજનોએ તો ગઈ કાલ મોડી રાત સુધી ઘટનાની પણ કોઈ ફરિયાદ દાખલ કરાવી નથી. પ્રાથમિક તપાસમાં હાલ મોડલે આત્મહત્યા કરી છે તેટલી જ માહિતી છે.

અન્ય સમાચારો પણ છે...