તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Deposited With IRCTC Rs. There Is No One To Get A Refund Of Rs 10 Lakh, All The Tickets Paid From The Account Are Closed.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતાં બંધ:IRCTC પાસે જમા રૂ. 10 લાખનું રિફંડ લેનારું કોઈ નથી, જે ખાતાંમાંથી ટિકિટના પૈસા ચૂકવ્યા હતા એ બધાં બંધ થઈ ગયાં છે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

સામાન્ય રીતે લોકો ટિકિટ કેન્સલ કર્યા પછી રિફંડ બેન્ક ખાતામાં જમા ના થાય તો પરેશાન થઈ જાય છે, પરંતુ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન એટલે પરેશાન છે કે ટિકિટ કેન્સલ થયા પછી રૂ. 10 લાખ જેટલી રકમ લેનારું કોઈ નથી. રેલવે દ્વારા લોકોને અપીલ પણ કરાઈ છે કે તેઓ પોતાનું રિફંડ પાછું લઈ લે. આ માહિતી બુધવારે લોકસભામાં એક સવાલના જવાબમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલે આપી હતી.

IRCTCના અધિકારીના જણાવ્યાનુસાર, જે બેન્ક ખાતામાંથી ટિકિટ બુક કરાવાઈ હતી, તે બંધ થવાના કારણે રિફંડ પાછું નથી આપી શકાયું. રેલવેએ લોકોને રિફંડ પાછું લેવા નવો બેન્ક ખાતા નંબર આપીને રિફંડ લેવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે નવો ખાતા નંબર આપ્યા પછી રિફંડનો દાવો કરનારી વ્યક્તિ આધાર કે પાન નંબર આપીને પોતાની ઓળખ આપીને રકમ પાછી લઈ શકે છે.

કોરોનાકાળમાં રૂ. 3,371 કરોડની ટિકિટ કેન્સલ થઈ
લોકસભામાં એક સવાલનો જવાબ આપતાં રેલવેમંત્રીએ કહ્યું હતું કે કોરોનાકાળ એટલે કે 22 માર્ચથી 12 ઓગસ્ટ વચ્ચે રિફંડના રૂપમાં રેલવેએ લોકોને રૂ. 3371.50 કરોડ પાછા આપ્યા છે. આ ટિકિટ 14 એપ્રિલ પહેલાં બુક કરાવાઈ હતી. ગયા વર્ષે આ સમયની તુલનામાં ચાલુ વર્ષે ફક્ત 1.27% મુસાફરોએ જ પ્રવાસ કર્યો હતો. તેથી રેલવેને આશરે 42% ઓછી આવક થઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser