• Gujarati News
  • National
  • 911 Crore Deposited In The Bank Account Of 2 Students Of The School In Katihar, Bihar, Everyone In The Village Started Checking Their Account

અધધધ... આટલા રૂપિયા:બિહારના કટિહારમાં સ્કૂલના 2 વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થયા 911 કરોડ, ગામનો દરેક વ્યક્તિ ચેક કરવા લાગ્યો પોતાનું એકાઉન્ટ

પટના/કટિહારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવારના લોકો અને ગ્રામવાસીઓ સાથે બંને બાળકો - Divya Bhaskar
પરિવારના લોકો અને ગ્રામવાસીઓ સાથે બંને બાળકો

બિહારના કટિહાર જિલ્લામાં બે વિદ્યાર્થીના ખાતામાં અચાનક 911 કરોડ રૂપિયા જમા થવાથી દરેક લોકો દિગમૂઢ થઈ ગયો છે. આ સમાચાર આગની જેમ આખા ગામમાં ફેલાય ગયા તો ગ્રામવાસીઓ પણ પોતાનું એકાઉન્ટ ચેક કરવા બેંક અને ATM પહોંચી ગયા. સ્ટેટ બેંકના અધિકારીઓને પણ જ્યારે આ વાતની જાણકારી થઈ તો તેઓને પણ નવાઈ લાગી. અફડાતફડીમાં બેંક દ્વારા તપાસ કરવામાં આવી તો ટેક્નિકલ સેક્શનમાં ગરબડ થઈ હોવાનું સામે આવ્યું.

આ વિચિત્ર ઘટના કટિહારના આઝમ નગરની છે. અહીંના પસ્તિયા ગામમાં રહેતા સ્કૂલના બે બાળકો આશીષ અને ગુરૂચરણ વિશ્વાસના એકાઉન્ટમાં 911 કરોડ રૂપિયા જમા થયા. બંને સ્ટૂડન્ટ્સ નોર્થ બિહાર ગ્રામીણ બેંકમાં ખાતું ધરાવે છે. ક્લાસ 6ના સ્ટૂડન્ટ્સ છે. આશીષના ખાતામાં 6 કરોડ 20 લાખ 11 હજાર 100 રૂપિયા આવ્યા, જ્યારે ગુરૂચરણ વિશ્વાસના ખાતામાં 905 કરોડથી વધુ જમા થયા.

સામાન્ય રીતે સરકારી સ્કૂલમાં ભણતા બાળકોના એકાઉન્ટ્સમાં પોશાક યોજના અંતર્ગત સરકાર તરફથી આપવામાં આવતા રૂપિયા જ જમા થાય છે પરંતુ એક સાથે આટલી મોટી રકમ જોઈને બાળકોની સાથે સાથે તેમના ઘરના લોકો પણ હેરાન થઈ ગયા. પોશાકની રકમ જમા થઈ છે કે નહીં તે જોવા માટે આ બંને બાળકોના પરિવારના લોકો જ્યારે ગામમાં ઈન્ટરનેટ કેન્દ્ર પરથી પોતાનું એકાઉન્ટ ચેક કરાવવા ગયા ત્યારે આ જાણકારી મળી હતી.

ટેક્નિકલ સેક્શનની ભૂલથી આવ્યા પૈસા
આ કેસમાં કટિહાર DM ઉદયન મિશ્રાએ જણાવ્યું કે, 'ગઈકાલે સાંજે સૂચના મળી હતી કેટલાંક વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં મોટી રકમ દેખાડે છે. સવારે જ્યારે બ્રાંચ ખુલી અને તપાસ કરવામાં આવી. બ્રાંચ મેનેજરે જણાવ્યું કે કોમ્પ્યુટર સિસ્ટમમાં કંઈક ભૂલ થઈ હતી જેનાથી સ્ટેટમેન્ટમાં આવડી મોટી રકમનો આંકડો જોવા મળ્યો હતો. ખાતામાં પૈસા આવ્યા ન હતા. આ ભૂલને સુધારી દેવામાં આવી છે. હવે તેમના ખાતામાં જે વાસ્તવિક રકમ છે તે જોવા મળે છે. અમે તપાસ કરીને રિપોર્ટ માગ્યો છે. સાંજ સુધીમાં રિપોર્ટ મળી જશે.'

વિદ્યાર્થીઓની બેંક પાસબુક
વિદ્યાર્થીઓની બેંક પાસબુક

ખગડિયામાં સાડા પાંચ લાખ ટ્રાંસફર થયા હતા
આ પહેલા ખગડિયા જિલ્લામાં આવો જ એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો હતો. રંજીત દાસના ખાતામાં અચાનક જ સાડા પાંચ લાખ રૂપિયા આવી ગયા હતા. ખાતામાં રૂપિયા આવ્યા બાદ તે વ્યક્તિને લાગ્યું કે PM મોદીએ તેના ખાતામાં રૂપિયા મોકલ્યા છે. તેને પોતાના ખાતામાંથી આ રકમ વીડ્રો કરી અને ખર્ચ કરવાનું પણ શરૂ કરી દીધું.

બેંક દ્વારા રંજીત દાસને રૂપિયા પરત કરવા માટે અનેક નોટિસ મોકલવામાં આવી પરંતુ તેને પૈસા પાછા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. અંતે બેંક દ્વારા રંજીત દાસ વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી. પોલીસે રંજીતની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો.

અન્ય સમાચારો પણ છે...