તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Departed For Uttar Pradesh On A Bicycle From Maharashtra, Died In Madhya Pradesh After Covering A Distance Of 350 Km

સફરમાં મજૂરનું મોત:મહારાષ્ટ્રથી સાયકલ પર ઉત્તરપ્રદેશ માટે રવાના થયો હતો, 350 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ મધ્ય પ્રદેશમાં દમ તોડ્યો

ભોપાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ફોટો મધ્યપ્રદેશના મિસરોદ રેલવે સ્ટેશનનો છે, જ્યાં શનિવારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન મહારાષ્ટ્રથી પ્રવાસી મજૂરો લઈને પહોંચી હતી. - Divya Bhaskar
આ ફોટો મધ્યપ્રદેશના મિસરોદ રેલવે સ્ટેશનનો છે, જ્યાં શનિવારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન મહારાષ્ટ્રથી પ્રવાસી મજૂરો લઈને પહોંચી હતી.
  • મહારાષ્ટ્રના ભિવંડીમાં કામ કરતો હતો, લોકડાઉનમાં રોજગાર ન રહેતા ઘરે પરત ફરી રહ્યો હતો
  • પોલીસનું માનવું છે કે અન્સારીનું મોત અતિશય થાક, ગરમી અને તેના શરીરમાં પાણીના અભાવને કારણે થયું છે

મહારાષ્ટ્રથી સાયકલ પર સવાર એક પ્રવાસી મજૂરનું મધ્યપ્રદેશના બડવાનીમાં મોત નીપજ્યું હતું. મૃતકનું નામ તબરક અંસારી છે, તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. અંસારી મહારાષ્ટ્રના ભિવંડીમાંથી બે દિવસ પહેલા ઉત્તરપ્રદેશ માટે રવાના થયો હતો. પોલીસનું માનવું છે કે અન્સારીનું મોત અતિશય થાક, ગરમી અને તેના શરીરમાં પાણીના અભાવને કારણે થયું છે.

મોતનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ બાદ મળશે
10 અન્ય મજૂરો પણ અંસારી સાથે રવાના થયા હતા. તેમાંથી એકે કહ્યું કે કામ મ હોવાના કારણે લોકડાઉનમાં પૈસા અને ખાવાની વ્યવસ્થા નહોતી. સાયકલથી મહારાજગંજ સ્થિત ઘરે જવાનું નક્કી કર્યું. 350 કિલોમીટરનું અંતર કાપ્યા પછી અંસારીને ચક્કર આવી ગયા અને રસ્તા પર પડ્યા. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ જાણવા મળશે.

બડવાનીમાં 11 દિવસમાં પ્રવાસી મજૂરની મોતનો ત્રીજો કેસ
મધ્યપ્રદેશનો બડવાની જિલ્લો મહારાષ્ટ્રની સરહદે છે. 28 એપ્રિલે અહીં ચેકપોસ્ટન પસાર કરતી વખતે 45 વર્ષીય મજૂરનું મોત નીપજ્યું હતું. આ અગાઉ 21 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના એક મજૂરનું મોત નીપજ્યું હતું. તે પગપાળા પરત ફરી રહ્યો હતો.

સરકાર પ્રવાસીઓને મોકલવાની વ્યવસ્થા કરી રહી છે
કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને પ્રવાસી મજૂરોને તેમના ઘરે લઈ જવા બસોની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓ માટે વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવી રહી છે. સરકારે લોકડાઉન 17 મે સુધી લંબાવી દીધું છે, પરંતુ ઓરેન્જ અને ગ્રીન ઝોનવાળા વિસ્તારોમાં ઘણી છૂટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...