તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકી સંગીતકારે તેના કાકાના હાડપિંજરમાંથી ઇલેક્ટ્રિક ગિટાર બનાવ્યું!
આ ઇલેક્ટ્રિક ગિટારની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ શૅર થઇ રહી છે. પ્રિન્સે આ ગિટાર વગાડતો હોવાનો એક વીડિયો પણ શૅર કર્યો છે. તેનું કહેવું છે કે તેણે તેના કાકા ફિલિપને ગિટાર વગાડતા જોયા હતા. 1990ના દાયકામાં તેમનું નિધન થયું હતું. ત્યાર બાદ પ્રિન્સે તેમની યાદગીરીરૂપે તેમનું હાડપિંજર સાચવી રાખ્યું હતું.
રશિયામાં કેમિકલ વેસ્ટ, પ્રદૂષણના કારણે કૂતરાં ભૂરા રંગના થઇ ગયાં
અત્યાર સુધી આપણે પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનની આડઅસર કુદરતી આફતરૂપે જોઇ છે પણ રશિયાના જર્જિસ્કમાં રાસાયણિક પ્રદૂષણનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં રાસાયણિક પ્રદૂષણના કારણે રખડતા કૂતરાં ભૂરા રંગના થઇ ગયા છે. જર્જિસ્કમાં ઓર્ગેસ્ટેકલો કંપની નજીક રહેતા લોકોએ જણાવ્યું કે ફેક્ટરી 6 વર્ષથી બંધ પડી છે. અહીં હાઇડ્રોસેનિક એસિડ અને મિથાઇલ મેથાક્રાયલેટ (પ્લેક્સીગ્લાસ)નું મોટાપાયે ઉત્પાદન થતું હતું. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે કેમિકલની અસર માણસો પર પણ થઇ શકે છે. તેથી રખડતા ઢોરની તપાસ થવી જોઇએ.
ગોલ્ફ કોર્સ જાયન્ટ કેનવાસમાં ફેરવાયો
ફિનલેન્ડની દક્ષિણે આવેલા એસ્પો શહેરમાં બનેલું આ જાયન્ટ આર્ટવર્ક હાલ વિશ્વભરના કલાપ્રેમીઓનું ધ્યાન ખેંચી રહ્યું છે. આર્ટવર્કની ખાસ વાત એ છે કે બરફાચ્છાદિત લોફકુલા ગોલ્ફ કોર્સ પર તે દોરડાં અને સ્નો શૂઝથી તૈયાર કરાયું છે. આઇટી કન્સલ્ટન્ટ અને શોખથી આર્ટવર્ક્સ બનાવતા જેન પાયકો સહિત 12 કલાકારોએ આર્ટવર્ક તૈયાર કર્યું. તેમણે બે દિવસની મહેનતથી 160 મીટર (અંદાજે 525 ફૂટ)ના પરિઘમાં આ સ્નો ડ્રોઇંગ બનાવ્યું છે, જે ફિનલેન્ડમાં બનેલું અત્યાર સુધીનું સૌથી મોટું સ્નો-આર્ટ છે. જેને જણાવ્યું કે, ‘અમે ડ્રોઇંગની પેટર્ન પહેલાં કમ્પ્યૂટર પર તૈયાર કરી. અમે એક સોશિયલ ચેલેન્જના ભાગરૂપે આ સ્નો-આર્ટ બનાવ્યું છે, જેથી વિશ્વ સ્નો-આર્ટને નજીકથી જાણી શકે.’
હવે તુર્કીમાં દેખાયો મોનોલિથ
વિશ્વના ઘણાં ભાગોમાં દેખાઇ ચૂકેલો ધાતુનો સ્તંભ મોનોલિથ હવે તુર્કીમાં યુનેસ્કો ધરોહર સ્થળ ગોબેકલી ટૈપે બહાર દેખાયો છે. 10 ફૂટ ઊંચા આ મોનોલિથ પર તૂર્કી ભાષામાં લખાણ છે, જેનો અર્થ થાય છે- આકાશ તરફ જુઓ અને ચંદ્ર જુઓ. અધિકારીઓના જણાવ્યા મુજબ સૌપ્રથમ એક ખેડૂતે આ મોનોલિથ જોયો. મોનોલિથની સુરક્ષા માટે જવાનો તહેનાત કરાયા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.